સૌરાષ્ટ્રમાં રજા અને મજાનો માહોલ, આજથી યાર્ડ બંધ
30-10-2024
સ્કૂલ-કોલેજો,યુનિવર્સિટીના ભવનોમાં રજાઓ શરુ થઈ
સૌરાષ્ટ્રમાં દિપાવલિના પંચ પર્વોની ઉજવણીના આરંભ સાથે રજા અને મજાનો માહીલ સર્જાવા લાગ્યો છે. પ્રાથમિક, માધ્યમિક સહિત તમામ સ્કૂલોમાં અને ગઈકાલથી કોલેજોમાં ૨૧ દિવસનું વેકેશન શરુ થઈ ગયું છે તેમજ આ વર્ષે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના નોન ટીચીંગ સ્ટાફને પણ મીની વેકેશનનો લાભ અપાયો છે. આવતીકાલથી તા.૫ નવેમ્બર સુધી માર્કેટ યાર્ડોમાં દિવાળી નિમિત્તે બંધ રહેશે. આજથી જપાસીની આવક બંધ કરી દેવાઈ હતી.
તા. ૩૧થી તા. ૩ સુધી ૪ દિવસ સરકારી કચેરીઓ બંધ રહેશે, ફરવાના, મળવાના, આરામ કરવાના આયોજનો થવા લાગ્યા
તો તા. ૨થી સૌરાષ્ટ્રમાં લાખો વેપારીઓ પણ ચાર દિવસની રજા રાખશે. પાર્ડ અને દુકાનો લાભપાંચમ બુધવારથી ધમધમતા થશે. રાજકોટના વેપારી સૂત્રોએ જણાવ્યું કે આમ તો દિવાળીની રાત્રિના ચોપડા પૂજન કર્યા પછી દુકાન વધાવી લેવાય છે અને લાભપાંચમે ખોલાય છે તે પરંપરા રહી છે. પરંતુ, આ વખતે તા. ૧ના શુક્રવારે પોકાનો દિવસ હોવાથી આ દિવસે દુકાનો ખુલી રહેશે અને તા.રને શનિવારથી મંગળવાર તા.૫ સુધી શહેરની એક લાખથી વધુ દુકાનો બંધ રહેશે.
તા. ૬ બુધવારે લાભપાંચમથી દુકાનો, કચેરીઓ કાર્યરત થશે
ઉપરાંત દિવાળી પછી શહેર અને આસપાસના ૨૫ હજારથી વધુ કારખાનાઓમાં પણ રજાનો માહીલ સર્જાશે. આદુકાનો લાભપાંચમ તા. ૬નેબુધવાર લાભપાંચમથી ખુલશે. કે.જી.થી કોલેજોમાં દિવાળી વેકેશનના પગલે હરવા ફરવાના, સગાસંબંધીઓના મળવાના અને આરામ કરવાના આયોજનોને આખરી ઓપ અપાઈ રહ્યો છે. જો કે પરીક્ષાની તૈયારી માટે ઘણી સ્કૂલો અને ટ્યુશન કલાસો નિયત વેકેશન પૂરું થાય તે પહેલા ખુલી જતા હોય છે.
તા.૧થી તા.૫ ધર્મસ્થાનો ઉપર ચિક્કાર ભીડ જામશે
આ વેકેશનના સમયનો લાભ લઈને વિદ્યાર્થીઓ,વાલીઓ અને શિક્ષકો આ સમયમાં કરવાના આયોજનો કરતા હોય છે તે કારણે ફરવાના સ્થળોએ ભારે ભીડની સમસ્યા સાથે ભાવવધારો પણ ચૂકવવો પડે છે. સરકારી કચેરીઓ, બેન્કો આવતીકાલે ચાલુ રહેશે, તા.૩૧ના દિવાળીની રજા, તા.૧ના વધારાની ધોકાની રજા, તા.૨ના ભાઈબીજ અને તા.૩ના રવિવારે રજા બાદ સોમવાર તા.૪થી સરકારી કચેરીઓ ખુલશે. શહેરના ખાનગી તબીબો પણ દિવાળી નિમિત્તે રજા રાખતા હોય છે. અને તા.૫,૯ સુધી દવાખાનાઓ મોટાભાગે બંધ રહેશે.
માંદા પડવાનું મોકૂફ રાખજો, તા.પ સુધી દવાખાના પણ બંધ
જો કે ઈમરજન્સી સારવાર મોટાભાગની હોસ્પિટલો ચાલુ રાખશે તેમ આઈ.એમ.એ.ના સૂત્રોએ જણાવ્યું છે. સરકારી હોસ્પિટલ પણ ચાલુ રહેશે પરંતુ, મનપાના આરોગ્ય કેન્દ્ર રજાના દિવસે બંધ રહેશે. એકંદરે તા.૫ સુધી રજાનો સાર્વત્રિક માહૌલ રહેનાર હોય એક તરફ શહેરોમાં સ્વયંભુ સંચારબંધીના દ્રશ્યો વચ્ચે શાંતિ પથરાઈ જશે ત્યારે હરવા ફરવાના ધર્મસ્થળોએ ભારે ભીડ જામશે.