આરોગ્યવર્ધક ખજૂર હવે સામાન્ય વર્ગને પરવડે તેમ નથી, ભાવોમાં ૨૦%નો વધારો

29 દિવસ પહેલા

Top News

શિયાળામાં ખજૂરની ડિમાન્ડ, ગુણવત્તામાં કાળો ખજૂર શ્રેષ્ઠ

શિયાળાની આરોગ્યવર્ધક ઋતુના પ્રારંભની સાથે જ ભાવનગર શહેરના દાણાપીઠ સહિતની બજારોમાં સ્વાસ્થ્યવર્ધક ગણાતા ખજુરની માંગમાં દિન-પ્રતિદિન ઉછાળો આવી રહ્યો છે. તાજેતરમાં ડોલરના ભાવ ઉંચકાતા યુધ્ધના ભણકારા વાગતા ગત વર્ષની તુલનામાં આ વર્ષે ખજુરના ભાવમાં અંદાજે ૨૦ ટકાનો વધારો થયો હોવા છતાં ગોહિલવાડમાં ખજુરની માંગ પથાવત રહેવા પામેલ છે.

ડોલરના ભાવો ઉંચકાતા અને યુધ્ધના ભણકારાને લીધે ખજૂરનાં ભાવો ઉંચકાયા; ઈરાન-ઈરાકથી દરિયાઈ માર્ગે મહાકાય કન્ટેનરમાં ઠલવાતો ખજૂર

શિયાળાની ઋતુના આગમનની સાથે જ શરીરના આરોગ્ય પ્રત્યે ચિંતિત શહેરીજનો દ્વારા સ્વાસ્થ્યવર્ધક ખાદ્યસામગ્રીઓ અને પીણા તરફ વળી રહ્યા છે. ભાવનગર શહેરમાં અગાઉના વર્ષની તુલનામાં હવે લોકોમાં આરોગ્યની સુખાકારી અંગે અવેરનેસ વધી રહી હોવાથી શહેરની બજારોમાં આરોગ્યવર્ધક ખજુરની માંગમાં ઉત્તરોત્તર વધારો નોંપાઈ રહ્યો છે. આજથી ૧૦૦ થી વધુ વર્ષ અગાઉ ભાવનગર શહેરના જુના બંદર ખાતે મહાકાય વહાણોમાં ખજુર ઢગલામોઢ ભાવનગરમાં આવતો હતો. જયારે હવે ઈરાન અને ઈરાક ખાતેથી દરિયાઈ માર્ગે કંડલા પોર્ટ અને ત્યાંથી મહાકાય કન્ટેઈનરમાં ભાવનગર સહિત રાજયભરમાં ખજુર મોકલાઈ રહ્યા છે.

ડોલરનો ભાવ વધી જતા અને ટ્રાન્સપોર્ટેશન અને લેબરચાર્જ મોંઘો થતા તેમજ યુધ્ધના ભણકારા વાગતા ભાવનગર શહેરની બજારોમાં ખજુરના ભાવમાં કિલોએ ૨૦ ટકાનો ભાવ વધ્યો છે તેમ છતાં આરોગ્યપ્રેમીઓ ખજુરની ધૂમ ખરીદી કરી રહ્યા છે. -ગત કોરોનાકાળ દરમિયાન પણ ઈમ્યુનિટિ વધારવા માટે ખજુરનો સર્વાધિક ઉપયોગ થયો હતો. ખજુરનો પાણીપુરી, ભેળપુરી માટેની સ્પેશ્યલ ચટણી ઉપરાંત ખજુરપાક અને ખજુરમિલિત દુષ માટે પણ વિશેષ ઉપયોગ કરાઈ રહ્યો છે. જૈન સમાજ દ્વારા પણ કાર્તિકી પૂર્ણિમાથી ફાગણ સુદ તેરસ સુધી ખજુરનો મહત્તમ ઉપયોગ કરવામાં આવતો હોય છે. જયારે ઈતર જ્ઞાતિ બારેમાસ ખજુરનો ઉપયોગ કરતા હોય છે.

જયારે મુસ્લિમ સમાજમાં રોઝા ખોલવા માટે ખજૂરની અત્યંત આવશ્યકતા રહેતી હોય છે. શિયાળાની ઋતુ ઉપરાંત હોળી-ધૂળેટીના તહેવાર દરમિયાન પણ ખજુરના વેચાણમાં અવિસ્તપણે વૃધ્ધિ થતી હોય છે. ઈરાન અને ઈરાકથી ખજુર ડાયરેક્ટ આવતો હોય તેમાં ભેળસેળ થતી નહોવાનુ અને ખજુર ચાસણીયુક્ત આવતો હોવાની લોકોમાં ખોટી માન્યતા પ્રવર્તતી હોવાનું જણાવી શહેરના દાણાપીઠના ખજુરના એક પીઢ જથ્થાબંધ વેપારીએ વધુમાં જણાવ્યું હતું કે, ખજૂર કાળો, લાલ અને પીળો સહિત વિવિધ પ્રકારમાં મળી રહ્યો છે.

જેમાં કાળો ખજુર શામરણ તરીકે, લાલ ખજુર અલવાઈ તરીકે તેમજ પીળો ખજુર જાયદી તરીકે ઓળખાય છે. તેમાં ગુણવત્તાની દ્રષ્ટિએ કાળી ખજૂર સર્વશ્રેષ્ઠ છે. કાળો ખજુર રૂા ૧૮૦ નો કિલો જયારે અન્યખજુર રૂા ૧૨૦ આસપાસ ના કિલોના ભાવે વેચાઈ રહ્યો છે તેમ ખજૂરના વિક્રેતા અશોકભાઈએ જણાવી વધુમાં ઉમેર્યું હતુ કે, દિવાળીથી હોળી સુધી ખજુરની સીઝન સતત ધમધમતી રહે છે. જે દરમિયાન અંદાજે રૂા એકાદ કરોડની કિંમતના ખજુરનુ આસાની થી વેચાણ થાય જાય છે.

 

GET FIRST UPDATE

Get the news in front line by Your email subscribe our latest updates