ફાર્મર રજીસ્ટ્રી પોર્ટલમાં 33 ટકાથી વધુ ખેડૂતોની નોંધણી સાથે ગુજરાત દેશમાં પ્રથમ

15 દિવસ પહેલા

Top News

દેશના ખેડૂતોને મળશે આગવી ઓળખ – ફાર્મર આઈ.ડી.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી દેશના દરેક ખેડૂતને હવે એક આગવી ઓળખ મળશે. એક વિશેષ પહેલના ભાગરૂપે ગુજરાતમાં એગ્રીસ્ટેક પ્રોજેક્ટ હેઠળ ખેડૂત ખાતેદારના લેંડ રેકર્ડને યુનિક આઈ.ડી સાથે લીંક કરવા માટે ગત તા. ૧૫ ઓક્ટોબરથી ફાર્મર રજીસ્ટ્રી શરૂ કરવામાં આવી છે. ગુજરાતમાં પી.એમ. કિસાન યોજનાના ૬૬ લાખ જેટલા ખેડૂત લાભાર્થીઓની ફાર્મર રજીસ્ટ્રી પૂર્ણ કરવાનો લક્ષ્યાંક છે. જેની સામે અત્યાર સુધીમાં રાજ્યના ૨૨ લાખ ખેડૂતો એટલે કે, ૩૩ ટકાથી વધુ ખેડૂતોની નોંધણી પૂર્ણ થઇ છે. 

ગુજરાત ફાર્મર રજીસ્ટ્રી પોર્ટલ પર ખેડૂતોની નોંધણીમાં સમગ્ર દેશમાં પ્રથમ છે. ફાર્મર રજીસ્ટ્રીને વેગવાન બનાવવા ભારત સરકારે વિવિધ પ્રોત્સાહનો પણ જાહેર કર્યા છે. જે મુજબ કુલ લક્ષ્યાંક સામે ૨૫ ટકાથી વધુ ખેડૂતોની નોંધણી પૂર્ણ કરી હોય, તેવા રાજ્યોને ભારત સરકાર તરફથી “સ્પેશિયલ સેન્ટ્રલ આસીસ્ટન્સ’ તરીકે રૂ. ૮૨ કરોડની પ્રોત્સાહક ગ્રાન્ટ આપવામાં આવશે. સમગ્ર દેશમાં ગુજરાતે સૌપ્રથમ ૨૫ ટકા નોંધણી પૂર્ણ કરતા, ભારત સરકાર તરફથી ગુજરાતને રૂ. ૮૨ કરોડની પ્રોત્સાહક ગ્રાન્ટ આપવામાં આવશે, જેનો ઉપયોગ ગુજરાતના વિવિધ ખેડૂત હિતલક્ષી પ્રોજેક્ટમાં થશે. 

આ ઉપરાંત કુલ લક્ષ્યાંક સામે ૫૦ ટકાથી વધુ ખેડૂતોની નોંધણી પૂર્ણ કરી હોય, તેવા રાજ્યોને રૂ. ૧૨૩ કરોડ સ્પેશિયલ સેન્ટ્રલ આસીસ્ટન્સ આપવામાં આવશે. રાજ્ય સરકારના પ્રયાસો થકી ફાર્મર રજીસ્ટ્રી વધુ વેગવાન બની છે. ગુજરાતમાં ૩૩ ટકાથી વધુ નોંધણી પૂર્ણ થઇ છે. ટૂંક સમયમાં રાજ્ય સરકાર ૫૦ ટકાનો લક્ષ્યાંક પણ પૂર્ણ કરશે અને ભારત સરકાર તરફથી રૂ. ૧૨૩ કરોડની પ્રોત્સાહક ગ્રાન્ટ મેળવવાને પાત્ર બનશે. 

અત્રે ઉલ્લેખનીય છે કે, ફાર્મર રજીસ્ટ્રી હેઠળ દરેક ખેડૂતને આધાર આઈ.ડી.ની જેમ એક ૧૧ ડિજિટની યુનિક ફાર્મર આઈ.ડી આપવામાં આવશે, જેમાં ખેડૂતોની જમીન સહિતની વિવિધ વિગતો ઉપલબ્ધ રહેશે. આ આઈ.ડી.ના માધ્યમથી ખેડૂતોને રાજ્ય તથા કેન્દ્ર સરકારની વિવિધ હિતલક્ષી યોજનાઓનો લાભ સરળતાથી, પારદર્શકતાપૂર્વક અને સમયસર મળશે. ભારત સરકારની સૂચના અનુસાર ગુજરાતમાં ફાર્મર રજીસ્ટ્રી આગામી તા. ૨૫-૦૩-૨૦૨૫ સુધીમાં પૂર્ણ કરવાનું આયોજન છે. 

GET FIRST UPDATE

Get the news in front line by Your email subscribe our latest updates