ગુજરાતમાં આઠ મહિનામાં તમામ ખેડૂતોને દિવસે વીજળી આપવા વાયદો
15 દિવસ પહેલા
રાજ્યમાં હાલ 9.85 લાખ ખેડૂતોએ પ્રાકૃતિક ખેતીને અપનાવી છે
રાજ્યવ્યાપી કૃષિ ઉત્સવનો દાંતીવાડાથી પ્રારંભ કરવામાં આવ્યો છે, જેમાં સરદાર પટેલ કૃષિ સંશોધન પુરસ્કારો અને વિવિધ યોજનાકીય સહાયનું વિતરણ કરવામાં આવ્યું છે. રાજ્યના ખેડૂતોને અતિવૃષ્ટિ અને કમોસમી વરસાદ સામે પુરતી સહાય મળતી નથી તેવ તેવા આક્ષેપો વચ્ચે મુખ્યમંત્રીએ કહ્યું હતું કે કમોસમી વરસાદ અને વાવાઝોડાંની ગોતાં પાકને થયેલા નુકશાન સામે ખેડૂતોને ૧૪૧૯ કરોડનું પેકેજ આપવામાં આવ્યું | છે તેમાંથી ૧૨૦૦ કરોડ ચૂકવી દેવાયા છે.
રવિ કૃષિ મહોત્સવના પ્રારંભે વર્ષો જૂની માગણી સામે વાયદાને દોહરાવાયો, પ્રાકૃતિક ખેતીના મિશન પર ભાર મૂકાયો
જો કે તેમણે કેન્દ્રીય સહાયની કોઈ ઉલ્લેખ કર્યો ન હતો. ગુજરાતના ખેડૂતોને અતિવૃષ્ટિ તેમજ કર્મોસમી વરસાદથી ખેતીના પાકોને એક લાખ કરોડ રૂપિયાનું નુકશાન થયું છે, જેની સામે સરકારે જે સહાય કરી છે તે પુરતી નથી. ખેડૂત સંગઠનોએ વધુ સહાયની માગણી કરી છે પરંતુ રાજ્ય સરકાર તરફથી કોઇ પ્રતિસાદ મળ્યો નથી. આ વખતે અતિવૃષ્ટિ અને પૂરની આફતના કારણે ખેડૂતોની જમીનો ધોવાઈ ગઈ છે છતાં તેના સર્વેનું કામ હજી સુધી પૂર્ણ થયું નથી. ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પ્રાકૃતિક ખેતીનું અભિયાન શરૂ કર્યું છે ત્યારે સરકારે કૃષિ મેળામાં આ અભિયાનને આગળ વધારવાની ખેડૂતોને અપીલ કરી છે. રાજ્યમાં હાલ ૯.૮૫ લાખ ખેડૂતોએ પ્રાકૃતિક ખેતીને અપનાવી છે.