ગુજરાતઃ ડુંગળીના રૂ. 80 થી 100, ટમેટાંના રુ.100 થી વધારે
15-10-2024
નવરાત્રિ પછી પણ ડુંગળી, ટમેટાં સહિતનું શાકભાજી મોંઘુંદાટ થયું
રસ્તા પર અને છજા પર પણ ખડ ઉગી નીકળે એવો સતત વરસાદ વચ્ચે શાકભાજીના ભાવમાં બેફામ વધારો થયો છે. ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળી હવે પૈસાવાળાનો આહાર ગણાય એવી મોંઘી થઈ છે અને આજે છૂટક બજારમાં તેના ભાવ કિલોએ રૂ।.૮૦થી ૧૦૦એ અને ટમેટાના ભાવ રૂ।.૧૦૦થી ૧૨૦એ પહોંચ્યા હતા. ડુંગળીના ભાવ વધારે મળવાથી ૧ લાખ કિલોથી વધુની આવક, લીલી હળદર, આદુની આવક શરુ પણ ભાવ ઊંચો
માર્કેટ યાર્ડમાં ડુંગળીના ભાવ વધુ મળતા હોવાથી વધુ આવક ઠલવાઈ રહી છે અને આજે ૧૦૫૦ ક્વિન્ટલ એટલે કે એક લાખ કિલોથી વધુ ડુંગળી ઠલવાઈ હતી જેના ભાવ વધીને રૂા.૩૩૫થી ૧૦૩૫ સુધી પહોંચ્યા હતા. આ જ રીતે ૭૬૮૦૦ કિલો ટમેટાની આવક સાથે ભાવ રૂા.૬૦૦થી ૧૨૦૦ની ઉંચાઈએ રહ્યા છે. યાર્ડમાં જેટલા ભાવે શાકભાજીના સોદા થાય છે.
તેના કરતા છૂટક બજારમાં ફેરિયાઓ બમણાંથી ત્રણ ગણા ભાવ વસુલતા હોય છે. ડુંગળી, ટમેટા ઉપરાંત બટેટાની ૪.૫૦ લાખ કિલોની ભરપૂર આવક છતાં ભાવ યાર્ડમાં રૂ|.૩૦૦થી ૭૦૦ અને છૂટક બજારમાં ૫૦થી ૮૦ના કિલો વેચાય છે. આ જ રીતે કોથમરી, ગુવાર, ચોળાસિંગ, ટીંડોળા, સરગવો, પરવર સહિતના લીલા શાકભાજી પણ મોંઘાદાટ જારી રહ્યા છે. ચોમાસાના પગલે લીલી હળદર, આદુ, લીલી ડુંગળી, વગેરેની આવક શરુ થઈ છે પરંતુ, શરુઆતમાં ભાવ ઉંચા છે.