ગુજરાત સરકાર ખેડૂતલક્ષી કહેવાય પણ ખેડૂતોના કામો નથી થતા: સંઘ
16-10-2024
ભારતીય કિસાન સંઘ આંદોલન કરશે-રાજકોટમાં જાહેરાત
ગુજરાત સરકાર ખેડુતલક્ષી હોવાની વાતો કરે છે પરંતુ, ખેડૂતોના અનેક કામો થતા નથી ઉલ્ટુ ખેડૂતોની મૂરકેલીમાં વધારો કરે છે તેમ કહીને ખેડૂતોના પ્રશ્ને આજે આર.એસ.એસ.ની ભગિની સંસ્થા ગણાતા અને ઈ.સ. ૧૯૭૮માં સ્થપાયેલા ભારતીય કિસાન સંઘે ખેડૂતોના મુદ્દે આંદોલન કરવાની તૈયારીઓ શરુ કર્યાનું જાહેર કર્યું હતું.
ટેકાના ભાવ વધે પણ ખરીદી વધતી નથી, ખેડૂતોને અવગણીને ગીર ઈકો ઝોન લાવ્યા, અતિવૃષ્ટિથી પાકનું ધોવાણ છતાં સર્વે-વળતરની માત્ર વાતો
કિસાન સંઘના પ્રદેશ પ્રમુખ, રાજકોટ જિલ્લા પ્રમુખ વગેરેએ મિડીયા સમક્ષ જણાવ્યું કે (૧) ગીર ઈકો ઝોન જેવા નવા કાયદા બનાવતા પહેલા ખેડૂતોને લક્ષ્યમાં લેવામાં આવતા નથી, સરકાર ખેતીના વિકાસનું ધ્યાન રાખતી નથી. (૨) ટેકાના ભાવ ખાલી વધારી જાણે છે પરંતુ, તે મૂજબ ખરીદી કરાતી નથી. ખાલી મતના રાજકારણની મોટી મોટી જાહેરાતો થાય છે. (૩) અનેક નદીઓના પાણી પ્રદુષિત થતા ખેતરોના પાક નિષ્ફળ જાય છે જે અંગે પગલા નથી. (૪) અતિ વૃષ્ટિથી ખેડૂતોના ખેતરોના ધોવાણ થવા છતાં અને પાક લણવાના સમયે ખેડૂતોને મદદની જરૂર ૨ છતાં સર્વે અને વળતરની માત્ર વાતો જ થાય છે.
આ સાથે કિસાન સંઘે સરકાર પાસે ગીર ઈકોઝોન ઉઠાવી લેવા, ટેકાના ભાવે ઝડપથી ખરીદી કરવા, ખેતરોના ધોવાણનું વળતર ચુકવવા તાત્કાલિક પગલા નહીં લ તો હવે કિસાનોની ધીરજ ખુટી છે અને જલદ્ આંદોલન ઉપાડવા તૈયારીઓ થઈ ચૂકી છે. કોઈ રાજકારણ વગર ઉગ્ર લડતના મંડાણ કરવાનો નિર્દેશ અપાયો હતો. બીજી તરફ, દ્વારકા જિલ્લામાં અગાઉ અતિ ભારે વરસાદ બાદ ફરી ગત બે દિવસમાં રથીપ ઈંચ વરસાદથી નુક્શાન થયું છે અને અગાઉ જૂલાઈ-ઓગષ્ટનું વળતર હજુ ચૂકવાયું નથી તે અંગે આવતીકાલે ખેડૂતો દ્વારા હારકા જિલ્લા કલેક્ટરને ખંભાળિયા ખાતે આવેદનનો કાર્યક્રમ અન્ય સંસ્થા દ્વારા યોજાયો છે.