ગુજરાતઃ ઉઘાડ નીકળતા જ યાર્ડમાં 82,500 મણ મગફળીનાં એક દિવસમાં ઢગલા
23-10-2024
દિવાળી રજા પૂર્વે ખેડૂતોને જણસીના રોકડાં નાણાંની જરૂર
રાજકોટઃ કમોસમી વરસાદથી હજુ અનેક ખેડૂતોના મગફળીના પાથરાં પલળી ગયા છે, અનેકના તણાઈ ગયા છે ત્યારે બીજી તરફ દિવાળી નજીક હોય અને ખેડૂતોને ખર્ચ કાઢવા અને નવી સીઝનની તૈયારી માટે રોકડાં નાણાંની જરૂરિયાત હોય તે સ્થિતિમાં મગફળીના પાર્કમાં ઢગલા થયા છે. રાજકોટ યાર્ડમાં સુવિધા સાથે સારા ભાવ મળતા હોવાથી આજે એક દિવસમાં જ ૧૯૫૦ ટન એટલે કે ૮૨,૫૦૦ મણ મગફળીના ઢગલા થયા હતા. જેના રૂ।. ૧૦૦૦થી ૧૩૧૫ના ભાવે સોદા પડયા હતા.
મગફળી ઉપરાંત ૫૬૦ ટન કપાસ, ૧૧૦ ટન મગની આવક પણ નોંધાઈ છે. આ પહેલા બે દિવસમાં જ ૮૨૦ ટન એટલે કે ૨૧,૦૦૦ મણ સોયાબીનની આવક પણ નોંધાઈ હતી. એકંદરે વિવિધ જણસીઓથી રાજકોટ બેડી માર્કેટ યાર્ડ ઉભરાઈ રહ્યા છે.
બીજી તરફ શાકભાજી યાર્ડમાં પણ આજે ૩૦૨૦૦૦ કિલો બટેટાની અને ૧૯૪૦૦૦ કિ.ડુંગળીની આવક નોંધાઈ હતી. જો ઉઘાડ રહે તો દિવાળી સુધીમાં શાકભાજીની આવક પણ વધવાની શક્યતા છે. સાથે ૫૬૦ ટન કપાસ, ૧૧૦ ટન મગની આવક,બે દિવસમાં |૮૨૦ટન એટલે કે ૨૧,૦૦૦ મણ સોયાબીન પણ ઠલવાયા.