ગુજરાતઃ 16 ગૌશાળા અને પાંજરાપોળની 26 હજાર ગાયો માટે 7.13 કરોડ સહાય
31-10-2024
નિભાવ માટે પ્રતિદિન ૩૦ રૂપિયા ચૂકવવામાં આવે છે
ગુજરાતની ૧૬ ગૌશાળા અને પાંજરાપોળની ૨૬ હજારથી વધુ ગાયો માટે રાજ્ય સરકારે ૭.૧૩ કરોડની સહાય જાહેર કરી છે. આ સંસ્થાઓમાં પશુ નિભાવ સહાયની ચૂકવણી કરવા માટે રાજય સમિતિની બીજી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ બેઠકમાં ૨૦૨૪-૨૫ના પ્રથમ તબક્કામાં એટલે કે, એપ્રિલથી જૂન માટે રાજ્યની વધુ ૧૯ ગૌશાળા અને પાંજરાપોળને પશુ નિભાવ માટે સહાય ચૂકવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. પબ્લિક ટ્રસ્ટ એક્ટ હેઠળ નોંધાયેલી આ ગૌશાળા અને પાંજરાપોળના પશુઓને આ સહાય મળશે.
આ યોજના અંતર્ગત રાજ્ય સરકારે ચાલુ વર્ષના પ્રથમ તબક્કા હેઠળ અત્યાર સુધીમાં રાજ્યની ૧૪૭૧ પ્રથમ ગૌશાળા-પાંજરાપોળના ૪.૪૦ લાખથી જૂન વધુ પશુઓના નિભાવ માટે ૧૨૦ અને કરોડથી વધુની સહાય DBTનામાધ્યમથી સીધી સેવાભાવી સંસ્થાઓના ખાતામાં ચૂકવવામાં આવી છે.
નાણાંકીય વર્ષના પ્રથમ તબક્કામાં અત્યાર સુધીમાં ૧૪૭૧ ગૌશાળાની ૪.૪૦ લાખ ગાયોને ૧૨૦ કરોડ સહાય મળી છે
રાજ્ય સરકારે ૫૦૦ કરોડના પ્રાવધાન સાથે ગૌમાતા પોષણ યોજના શરૂ કરી હતી. આ યોજનામાં ગાય અને ભેંસ વર્ગના પશુઓની નિભાવ કરવામાં આવતો હોય તેવી સેવાભાવી સંસ્થાઓને ગૌવંશના પોષણ અને નિભાવ માટે દૈનિક પશુદીઠ ૩૦ લેખે આર્થિક સહાય આપવામાં આવે છે.