રાજ્યમાં આ વર્ષે મગફળીનું ઉત્પાદન 58 લાખ ટન જેટલું થવાનો અંદાજ
08-11-2024
અનેક જિલ્લાઓમાં વરસાદથી નુકસાન છતાં..
આ વર્ષે જૂનના ચોથા સપ્તાહમાં વાવણીલાયક વરસાદ થઈ ગયો હતો. જુલાઈ માસ સુધીમાં ગુજરાતમાં ૧૯.૧૮ | લાખ હેક્ટરમાં મગફળીનું વાવેતર થયું હતું. ગતવર્ષે મગફળીનું વાવેતર ૧૯.૩૫ લાખ હેકટરમાં હતું. ગતવર્ષે રાજ્યમાં ૪૫ લાખ ટન ઉત્પાદન થયું હતું. જ્યારે દેશમાં મગફળીનું વાવેતર ૪૭.૮૫ લાખ ટન જેટલું થયું છે. પ્રથમ આગોતરા અંદાજ દેશમાં ટન મગફળીનું ઉત્પાદન થવાનો અંદાજ છે. જ્યારે ગુજરાતમાં ચાલું વર્ષે ૫૮ લાખ ટન મગફળીનું ઉત્પાદન થવાનું અનુમાન છે. પાછોતરા વરસાદના કારશે અનેક જીલ્લામાં મગફળીના પાકને વ્યાપક નુકસાન થયું હતું તેમ છતાં આ વર્ષે વિક્રમજનક મગફળીનું ઉત્પાદન થશે.
નવેમ્બર-ડિસેમ્બર દરમ્યાન મગફળીનો મણદીઠ ભાવ ૧૧૫૦-૧૨૮૦ રહેવા કૃષિ યુનિ.એ દાખવેલી સંભાવના
ઓક્ટોબર-નવેમ્બર ૨૦૨૩માં મગફળીના મણ દિઠ ભાવ ૧૩૦૦ રૂપીયા હતા. જુન ૨૦૨૪ સુધી આ સપાટી આસપાસ ભાવ રહ્યા હતા. ૨૦૨૪-૨૫માં મગફળીનું વાવેતર વધતા ભાવ ઘટયા છે. રાજ્યના વિવિધ બજારોમાં મગફલીનો મણ દિઠ ભાવ ૧૨૦૦ રૂપીયા આસપાસ છે. સરકાર દ્વારા ટેકાના ભાવ ૧૩૫૬.૬૦ રૂપીયા નક્કી કરવામાં આવ્યા જૂનાગઢ યુનિવર્સિટીના અર્થશાસ્ત્ર વિભાગના સૈશોપન ટીમે ગોંડલ અને રાજકોટ યાર્ડના મગફળીના ઐતિહાસીક માસિક ભાવનું વિશ્લેષણ કરી નવેમ્બર-ડિસેમ્બર માસ દરમ્યાન મગફળીના મણ દિઠ ભાવ ૧૧૫૦થી ૧૨૮૦ રૂપીયા રહેવાનું તારણ આપ્યું છે. મગફળીના ઉંચા ઉત્પાદનના અંદાજ તેમજ ખાદ્ય તેલની બહોળા પ્રમાણમાં થતી આવાતને ધ્યાને લેતા નજીકના ભવિષ્યમાં ભાવ વધવાની શક્યતા ઓછી છે. જોકે, ટેકાનો ભાવ બજારને ટેકો આપશે.