ગોંડલનું માર્કેટ યાર્ડ મગફળીથી છલોછલ 1.05 લાખ ગુણીની રેકોર્ડબ્રેક આવક

27-10-2024

Top News

દિવાળીની રજાઓ પહેલાં મગફળી વેચવા ખેડૂતો ઉમટી પડયા

ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં દિવાળીની રજાઓ પહેલા આજે મગફળીની વિપુલ પ્રમાણમાં આવક થવા પામી હતી. યાર્ડની બહાર બન્ને બાજુ અંદાજે ૧૨૦૦ થી વધુ વાહનોની ૫ થી ૬ કી.મી. લાંબી કતાર લાગી હતી. જેથી માર્કેટિંગ યાર્ડમાં અંદાજે મગફળીની ૧.૫૦ લાખ કરતા વધુ અને સિઝનની સૌથી વધુ આવક થવા પામી હતી.

ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં મગફળીની આવકની જાહેરાત થતા સૌરાષ્ટ્રભરમાંથી ખેડૂતો પોતાની જવાસી લઈને સવારથી જ પાર્ડની બહાર આવી પોહચ્યા હતા અને મોડીરાત્રીના જણસીની આવક શરૂ કરવામાં આવી હતી. મગફળીની જણસીની આવક દરમ્યાન ખેડૂતોને તકલીફ ન પડે અને મગફળી વ્યસ્થિત જગ્યા પર ઉતારવામાં આવે તેને લઈને માર્કેટિંગ યાર્ડના વાઈસ ચેરમેન ધર્મેન્દ્રસિંહ જાડેજા સહિત પાર્ડના કર્મચારીઓ ખડેપગે રહ્યા હતા.

માર્કેટિંગ યાર્ડની બન્ને તરફ ૧૨૦૦થી વધુ વાહનોની ૫-૬ કિ.મી. લાંબી કતારો લાગી, અંતે મગફળીની આવક બંધ કરવી પડી

યાર્ડના છાપરા નીચે ઉપરાંત મરચાના ગ્રાઉન્ડમાં મગફળીની જણસી ઉતારવામાં આવી હતી.માર્કેટિંગ યાર્ડના ચેરમેન અલ્પેશભાઈ ઢોલરીયાએ જણાવ્યું હતુ કે ગોંડલ માર્કેટિંગ યાર્ડ મગફળીનું હબ ગણાય છે. ત્યારે આગામી દિવસોમાં દિવાળીની રજાઓ આવતી હોય તેને લઈને આજરોજ ગોંડલ માર્કેટિંગ મગફળીની સિઝનની આવક થવા પામી હતી. મગફળીનો હરાજીમાં રેગ્યુલર મગફળીના ૨૦ કિલોના ભાવ રૂા. ૯૦૦ થી રૂા. ૧૨૦૦ સુધીના ભાવ બોલાયા હતા. જ્યારે ૬૬ નંબરની મગફળીના ૨૦ કિલોના ભાવ રૂા. ૭૦૦ થી રૂા. ૧૭૦૦ સુધીના ભાવ બોલાયા હતા.

રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, જામનગર, દેવભૂમિ દ્વારકા, મોરબી સહિતના જિલ્લાઓમાંથી મગફળીની આવક નોંધાઈ હતી. યાર્ડમાં જણસી ઉતારવા માટે જગ્યા ન હોય યાર્ડના સત્તાધીશો દ્વારા મગફળીની જણસીની આવક સદંતર બંધ કરવામાં આવી અને જ્યાં સુધી યાર્ડના સત્તાધીશો દ્વારા મગફળીની આવકને લઈને અન્ય કરવામાં આવે. ત્યાં સુધી ખેડૂતોએ પોતાની જણસી લઈને આવવું નહિં તેવું અંતમાં યાર્ડના ચેરમેન દ્વારા જણાવ્યું હતું.

GET FIRST UPDATE

Get the news in front line by Your email subscribe our latest updates