ભૂરાજકીય વિક્ષેપો, ઘટેલા ઉત્પાદનના લીધે સનફ્લાવર ઓઈલનો વૈશ્વિક પુરવઠો ઓછો

21-11-2024

Top News

ખાદ્ય તેલ બજાર વૈશ્વિક પડકારોનો સામનો કરી રહ્યું છે

ભૂરાજકીય વિક્ષેપો અને મહત્વના વિસ્તારોમાં ઘટેલા ઉત્પાદનના લીધે સનફલાવર ઓઇલનો વૈશ્વિક પુરવઠો ઓછો રહ્યો છે જેના લીધે ખોઈ તેલની કિંમતોમાં મજબૂતાઈ જોવાઈ છે. . સાથોસાથ ખાદ્ય તેલ બજાર વૈશ્વિક પડકારોનો સામનો કરી રહ્યું છે.

ઇન્ડોનેશિયાના બી૪૦ બાયોડીઝલ મેન્ડેટના લીધે પામ ઓઈલના સ્ટોકની છત માર્ચ ૨૦૨૫ સુધી જળવાઈ રહે તેવી સંભાવના છે તેમ એનકે પ્રોટિન્સના પ્રિયમ પટેલે જણાવતા ઉમેર્યું હતું કે આ મેન્ડેટ મુજબ ડીઝલમાં ૪૦ ટકા પામ ઓઇલ ભેળવવું જરૂરી છે જેના લીધે માંગમાં નોંધપાત્ર વધારો થશે.

ઈન્ડોનેશિયાની ડોમેસ્ટિક માર્કેટ ઓબ્લિગેશન (ડીએમઓ) પોલિસી મુજબ સ્થાનિક ઉપયોગ માટે પામ તેલના ઉત્પાદનનો કેટલોક હિસ્સો અનામત રાખવો પડે છે. આ પોલિસી પ્રમાણે એડજસ્ટમેન્ટ કરતાં વૈશ્વિક નિકાસ પુરવઠો વધુ સંકોચાશે જેના લીધે કિંમતો પર દબાણ આવશે.

વિશ્વભરમાં સોયાબીનનો પુરવઠો વિપુલ પ્રમાણમાં છે અને દક્ષિજા અમેરિકામાં વિક્રમી પાક થવાની ધારણા છે જેનાથી સોયાબીન તેલની કિંમતો પર ઘટાડા તરફી દબાશ જોવા મળી શકે છે. નવા નેતૃત્વ હેઠળ યુએસ બાયોડીઝલ પોલિસીમાં ફેરફારોથી બાયોહવુઅલ પ્રોડક્શનમાં વેજીટેબલ ઓઇલ માટેની માંગમાં ઘટાડો થાય તેવી શક્યતા છે. જેના પગલે કિંમતોનું દબાણ વધુ હળવું થશે. આ ઉપરાંત ગ્લોબલ ફૂ ઓઈલ માર્કેટમાં વધુ પુરવઠાથી ક્રૂડ ઓઇલની કિંમતો ઘટી છે જેનાથી બાયોડીઝલ ઓછું સ્પર્ધાત્મક બન્યું છે અને બાયોફ્યુઅલ ઉત્પાદનમાં વપરાતા ખાદ્ય તેલ માટેની માંગ ઘટી છે.

ખાદ્ય તેલના પેકેજિંગ માટે ફરીથી જૂના ડબ્બા વાપરવાથી નિયમનકારી પોરણોનું ઉલ્લંઘન થાય છે, સાથે સાથે ગ્રાહકો સામે ખોરાક સંબંષિત ચેપ અને ગંભીર બીમારીઓ જેવા આરોગ્યને લગતા ગંભીર જોખમો ઊભા થાય છે. આ ગેરરીતિઓ નાબૂદ કરવા માટે ખાદ્યાન્ન સુરક્ષા નિયમનોના કડક અમલીકરણની જરૂર છે.

GET FIRST UPDATE

Get the news in front line by Your email subscribe our latest updates