ગુજરાતમાં જળબંબાકાળઃ વરસાદી વહેણમાં તણાયા ખેડૂતોના સપના
21-10-2024
સૌરાષ્ટ્રમાં દિવાળીને હવે માત્ર 10 દિવસ બાકી છે છતાં મેઘાવી માહોલ વિખેરાતો નથી
સૌરાષ્ટ્રમાં પ્રચંડ ગાજવીજ સાથે સાત ઇંચ સુધીનો| વરસાદ વરસી ગયો હતો. જેમાં કાલાવડ, ગોંડલ અને લોધિકા પંથકમાં ૫ થી ૭ ઈંચ વરસાદે ખેતીપાકનો સોંથ વાળી દીધો હતો. ગિરનાર, મેંદરડા, માળિયા હાટિનામાં પણ ચાર ઇંચ વરસાદે જળ બંબાકાર સર્જી દીધો હતો. રાજકોટ શહેરમાં બપોરે કરાં જેવા મોટા છાંટા સાથે વરસેલા ત્રણ ઇંચ વરસાદથી માર્ગો પાણીમાં ગરકાવ થઈ ગયા હતાં. રાજકોટ શહેર-જિલ્લાને આજે ગાજવીજ સાથેના વરસાદે જળબંબોળ કરી દીધા હતા.
સૌથી વધુ લોધિકા અને સુલતાનપુરમાં ધુંઆધાર પાંચ ઇંચ
વરસાદથી જળબંબાકાર થઈ ગયો હતો. રાજકોટ શહેરમાં પણ બપોરે બે વાગ્યે ધોધમાર વરસાદ ચાલુ થયો હતો અને બે કલાકમાં ત્રણ ઇંચ વરસી જતાં માર્ગો જળબંબોળ થઇ ગયા હતા. આજે કોટડા સાંગાણીમાં બપોરે ત્રણ વાગ્યાથી એક કલાકમાં મુશળધાર બે ઈંચ વરસાદ તુટી પડ્યો હતો. જેથી ગોંડલ નદી અને વાછપરી નદીમાં પૂર આવ્યું હતું. ગોંડલ તાલુકાના સુલતાનપુર ગામે આજે સાંજે ૪ થી ૫-૩૦ વાગ્યાની વચ્ચે આભ ફાટ્યું હોય એમ દોઢ કલાકમાં જ સુપડાધારે પાંચ ઇંચ વરસાદ વરસી જતા ગ્રામજનો ફફડી ગયા હતા. ભારે વરસાદથી ૧૦૦૦ એકરમાં વાવેલી મગફળીનાં કાઢેલા પાથરા તણાઈ ગયા હતા. ધોરાજી અને જસદણમાં એક ઇંચ, મોટી મારડમાં અઢી ઇંચ, જેતપુર, ઉપલેટા, જામકંડોરણા,પડધરીમાં અડધો ઈંચ વરસાદ વરસ્યો હતો.
જૂનાગઢ જિલ્લામાં આજે ૪ ઇંચ સુધીનું માવઠું વરસ્યું હતું.
ગિરનાર પર્વત ઉપરાંત માળિયા હાટીના, મેંદરડા અને વિસાવદરના મોટી મોણપરી ગામે સાંબેલાધારે ચાર ઈંચ વરસાદથી સ્થળ વરસાદે ત્યાં જળની સ્થિતિ સર્જાઇ હતી. ગિરનાર હતું. પરથી પાણીનો ધોધ વહી નીકળ્યો હતો. આજે જૂનાગઢમાં અઢી અને વંથલીમાં દોઢ, કેશોદ અને વિસાવદરમાં એક ઇંચ અને વરસાદ નોંધાયો હતો. માણાવદરમાં અડધો ઈંચ, પણ ગ્રામ્યમાં ૩ ઇંચ સુધીનો મગફળી વરસાદ વરસ્યો હતો.
અમરેલી જિલ્લામાં આજે પણ વરસાદ વરસી પડ્યો
એ જ રીતે આજે ગીર સોમનાથ જિલ્લામાં કોડીનારના ડોળાસામાં બે ઈંચ તથા તાલાલા અને ઉનામાં અડધો ઈંચ વરસાદ વરસ્યો હતો. અમરેલી જિલ્લામાં આજે પણ વરસાદ વરસી પડ્યો હતો. સૌથી વધુ વડિયામાં સાંબેલાધારે ત્રણ ઇંચ વરસાદથી જળબંબાકાર સર્જાયો હતો. એ જ રીતે ખાંભા અને સાવરકુંડલામાં દોઢ ઈંચ તથા લીલીયા અને અમરેલીમાં ધોધમાર એક ઈંચ સર્વત્ર પાણી-પાણી કરી નાખ્યું આ ઉપરાંત અનેક ગ્રામ્ય વિસ્તારોમાં પણ ૩ થી ૪ ઈંચ જેવા વરસાદથી નદીઓમાં પૂર આવ્યા હતા જળાશયો છલકાયા હતા. ગાજવીજ સાથેના તોફાની વરસાદથી , કપાસ, સોયાબીન સહિતનાં ખેતીપાકને નુકશાન થયું છે.
ધોધમાર વરસાદને કારણે નદી બે કાંઠે વહી નિકળી હતી.
જામનગર જિલ્લામાં આજે વાદળ- છાંયા વાતાવરણ વચ્ચે કાલાવડમાં ધોધમાર બે ઇંચ વરસાદ વરસી ગયો હતો. જ્યારે કાલાવડ તાલુકાના મોટા ભાડુકીયા ગામમાં આજે સાંજે અચાનક પડેલા ધોધમાર વરસાદે ગામના ખેડૂતોને ભારે મુશ્કેલીમાં મુકી દીધા છે. સરપંચ જીગ્નેશભાઈ કમાણીના જણાવ્યા અનુસાર, આજે સાંજે ચાર વાગ્યાથી લઈને છ વાગ્યા સુધીમાં ગામમાં લગભગ ૭| વરસ્યો ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો.ધોધમાર વરસાદને કારણે નદી બે કાંઠે વહી નિકળી હતી. અને રસ્તાઓ, સેલા અને વોંકળાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. ખાસ કરીને, મગફળીની મોસમ ચાલી રહી હોવાથી ખેડૂતોને ભારે નુકસાન થયું છે. ઘણા ખેડૂતોની મગફળીના પાથરા ધોવાઈ ગયા છે અને તણાઈ ગયા હતા. ગામના રસ્તાઓ બંધ થઈ જવાથી વાહનવ્યવહાર પણ ખોરવાયો હતો. આ સાથે આજે ધ્રોલમાં અડધો ઈંચ વરસાદ નોંધાયો હતો.
ગામોમાં ખેતરો પાણીથી તરબતર બન્યા હતા
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા બે દિવસથી અવિરત રીતે જુદા જુદા વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. ત્યારે આજે કલ્યાણપુર તાલુકામાં સવા બે ઈંચ અને ખંભાળિયા તાલુકામાં દોઢ ઈંચથી વધુ વરસાદ વરસી જવા પામ્યો છે. કલ્યાણપુર પંથકમાં આજે બપોરે ૧૨ થી ૨ વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન સવા બે ઈંચ (૫૫ મી.મી.) વરસાદ વરસી જતા ઠેર ઠેર પૂર જેવા પાણી જોવા મળ્યા હતા. જેમાં કલ્યાણપુર, પટેલકા, પાનેલી વિગેરે ગામોમાં ખેતરો પાણીથી તરબતર બન્યા હતા. જેના કારણે ખેતરમાં રહેલા પાક પાણીમાં તરતા જોવા મળ્યા હતા. ખંભાળિયા પંથકમાં પણ આજે દિવસ દરમિયાન અવિરત રીતે વરસાદી માહોલ વચ્ચે દોઢ ઈંચ (૪૦ મી.મી.) પાણી પડી ગયું હતું. જેમાં દ્વારકા પટ્ટીના ગામોમાં ભારે વરસાદ વરસ્યો હતો. તાલુકાના વડત્રા ગામે કેટલાક ખેતરો જાણે નદી બની ગયા હતા.
મોરબી પંથકમાં પણ ધોધમાર વરસાદ
મોરબી જિલ્લામાં સાંજે ૬ વાગ્યા સુધીમાં ટંકારામાં અડધો ઈંચ અને વાંકાનેરમાં બે ઈંચ વરસાદ જયારે મોરબીમાં સાડાત્રણ ઈંચ વરસાદ નોંધાયો હતો. શહેરના સાવસર પ્લોટ, શનાળા રોડ, નગર દરવાજા સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદને પગલે પાણી ભરાઈ ગયા હતા. જ્યારે વાંકાનેરના ગ્રામ્ય વિસ્તારોમાં દોઢથી બે ઇંચ વરસાદ પડ્યો હતો. પોરબંદરના રાણાવાવ તથા આજુબાજુના વિસ્તારમાં રવિવારે સાંજે એક કલાકમાં એક ઇંચ જેટલો વરસાદ હતો તો પોરબંદર તથા કુતિયાણામાં ઝાપટા વરસ્યા છે. રવિવારે સાંજે રાણાવાવ તથા આજુબાજુના બિલેશ્વર સુધીના ડુંગરાળ વિસ્તારમાં અઢી ઇંચ જેટલો વરસાદ વરસી ગયો હતો. પાંચ થી છ વાગ્યા દરમિયાન આ વરસાદ એકીધારો વરસ્યો હતો. જેના કારણે રાણાવાવ સહિત આજુબાજુના વિસ્તારમાં ફરી પાણી ભરાઈ ગયા હતા. નજીકના બિલેશ્વર તથા સહિતના બરડા ડુંગર વિસ્તારમાં પણ ઠેર ઠેર હળવા ભારે પડયા હતા. ફોદાળા અને ખંભાળા ડેમ ઉપર પણ વરસાદ વરસ્યો છે. એ જ રીતે પોરબંદર શહેર અને તેના આજુબાજુના અમુક વિસ્તારોમાં રવિવારે સાંજૈ વરસાદ વરસી રહ્યો છે. રાણા કંડોરણા કુતિયાણા સહિતના આજુબાજુના વિસ્તારમાં પણ હળવા ભારે ઝાપટા વરસ્યા છે.રાણાવાવમાં ચારથી પાંચ વાગ્યા દરમ્યાન ૨૩ મિલી મીટર જ્યારે કુતિયાણામાં આઠ મીલીમીટર જેટલો વરસાદ નોંધાયો છે.
વાછોડા ગામે વીજળી પડતા પરપ્રાંતિય મજૂરનું મોત
પોરબંદરના બગવદર નજીક આવેલા વાછોડા ગામે ખેત મજૂરી કરવા આવેલી યુવાનનું વીજળી પડતા મોત નિપજ્યું હતું. મધ્ય પ્રદેશનો સુરેશ કુંવરસિંહ બામણીયા નામનો ૨૫ વર્ષનો યુવાન હાલ વાછોડા ગામે આતીયાભાઈ વિશાણાની વાડીએ રહેતો મજુરી ગઇકાલે સાંજે વાડીના ઝુપડા બહારે ઉભો હતો અને વરસાદ ચાલુ હતો એ દરમિયાન અચાનક તેની આજુબાજુમાં બે વખત વીજળી પડતા સુરેશ વીજળીના સંપર્કમાં આવ્યો હતો અને તેનું મોત થયું હતું.