કાલાવડ માર્કેટિંગ યાર્ડના કપાસના ગોડાઉનમાં આગ લાગતા દોડધામ
12 દિવસ પહેલા
અકસ્માતે કપાસનો જથ્થો સળગતાં ધૂમાડાના ગોટેગોટા
કાલાવડ માર્કેટિંગ યાર્ડના કપાસના ગોડાઉનમાં અકસ્માતે આગ લાગતા ભારે દોડધામ મચી હતી. કાલાવડ ફાયર બ્રિગેડની ટુકડીએ એક કલાકની જહેમત લઇ બે પાણીના ટેન્કરો વડે આગને કાબૂમાં લેતા વધુ પ્રસરતા અટકી જતા રાહત વ્યાપી હતી.
ફાયર બ્રિગેડની ટીમે પાણીનાં બે ટેન્કરોની મદદથી એક કલાકની જહેમતે આગ બુઝાવી
જામનગર જિલ્લાના કાલાવડમાં આવેલા માર્કેટિંગ યાર્ડમાં ગોદામમાં રાખવામાં આવેલા કપાસના જથ્થામાં | ગઈકાલે સાંજે ૭.૩૦ વાગ્યાના રસામાં કોઈપણ કારણસર આગ લાગી હતી, અને કપાસનો જથ્થો સળગવા લાગ્યો હતો, જેથી આગની જવાળાઓ અને ધુમાડા ગોદામની બહાર દેખાવા લાગ્યા હતા. જે બનાવને લઈને ભારે દોડધામ થઈ હતી.
આગ ના આ બનાવ અંગે કાલાવડ ફાયર બ્રિગેડને જાણ કરાતાં કાલાવડ ની ફાયર બ્રિગેડ શાખાના અધિકારી એમ.ડી. પરમાર અને તેઓની ટીમેં તૂરત જ ઘટના સ્થળે દોડી જઈ પાણીના બે ટેન્કરો વડે મારો ચલાવ્યો હતો, અને સતત એક કલાકની જહેમત બાદ આગને કાબુમાં લઈ લીધી હતી. જેથી આગ વધુ પ્રસરતી અટકી હતી.આગનું ચોક્કસ કારણ જાણવા તપાસ હાથ ધરાઈ છે