પવન અને વરસાદથી કેસર કેરીના પાકને વધુ નુકસાન થવાની ભીતિ

07-05-2025

Top News

જૂનાગઢ સહિત સમગ્ર સોરઠમાં વાદળીયું વાતાવરણ

હવામાન વિભાગ દ્વારા જૂનાગઢ સહિત સમગ્ર સોરઠમાં પવન સાથે માવઠાની આગાહી કરવામાં આવી છે. આ સમયે માવઠાના લીધે કેસર કેરીના પાકને નુકસાન થવાની ભીતિ છે. વધુ વરસાદ થશે તો કેરીમાં સોનમાખનો ઉપદ્રવ અને પાકવાની સમસ્યા થશે. આથી ખેડૂતોની તો પડયા પર પાટુ જેવી હાલત થઈ છે.

પવનના લીધે કેરીઓ આંબાના ઝાડ પરથી ખરી ગઈ, વરસાદ થશે તો સોનમાખનો ઉપદ્રવ વધવાની સાથે કેરી પાકવાની થશે સમસ્યા

જૂનાગઢ સહિત સમગ્ર સોરઠમાં પવનની આગાહી કરવામાં આવી છે. ગઈકાલથી વાદળછાયું વાતાવરણ છવાયું છે. ગતરાત્રીના પવન અને વીજળી સાથે તળવા છાંટા પડયા હતા. ભારે પવન ફૂંકાતા આંબાઓ પરથી કેરી ખરી ગઈ છે. કૃષિ તજજ્ઞના જણાવ્યા મુજબ હજુ તો તેજ પવન છે. જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં હજુ વરસાદ નથી પણ આગાહી મુજબ વરસાદ પડશે તો કેરીમાં સોનમાખ આવવાની અને ત્યારબાદ કાચી કેરી પાકવામાં સમસ્યા થવાની સંભાવના છે.

વરસાદ અને ભારે પવન ફૂંકાવાની આગાહીના લીધે ખેડૂતો જો કાચીકેરી ઉતારી લે તો તેના પુરતા ભાવ મળતા નથી અને જો ન ઉતારે તો નુકસાન થાય તેમ છે. આ વખતે ગીરમાં કેરીનો પાક ઓછો આવ્યો છે ત્યારે હાલ જે કેરી છે તેના પર વરસાદ અને પવનની આહત હોવાથી બેડૂતો અને ઈજારદારો પર પડયા પર પાટુ સમાન હાલત થઈ છે. આમ, હાલ માવઠા અને તેજ પવનની આગાહીના લીધે ખેડૂતી ચિંતામાં મુકાયા છે ત્યારે સરકાર દ્વારા આ દિશામાં ખાન આપવામાં આવે એવી માંગ ઉઠી છે.

માવઠાની આગાહી વચ્ચે જૂનાગઢ અને તાલાલા યાર્ડમાં કેરીની આવક ઘટી

વરસાદની આગાહીના પગલે ગઈકાલ કરતા કેરીની આવક થટી છે. ગઈકાલે તાલાલા યાર્ડમાં ૯૩૦૦ બોક્સની આવક થઈ હતી. જેના ૪૨૫ થી ૧૧૫૦ લેખે વેંચાણ થયું હતું. જ્યારે આજે ૭૧૫૦ બોક્સની આવક થઈ હતી અને ભાવ ૪૭૫થી ૧૧૭૫ રહ્યા હતા. જ્યારે જૂનાગઢ પાર્ડમાં ગઈકાલે ૧૦૧૮૦ બોક્સ આવ્યા હતા. જેની ૩૦૦થી ૧૧૫૦ રૂપિયા લેખે હરાજી થઈ હતી. જયારે આજે આવક ૭૯૦૦ બોક્સ અને ભાવ ૨૦૦ થી ૭૦૦ રૂપિયા લેખે હરાજી થઈ હતી. આમ જૂનાગઢ યાર્ડમાં આવક સાથે ભાવ ઘટયો છે. જયારે તાલાલા યાર્ડમાં આવક ઘટી છે અને ભાવ મામુલી વધ ૧ વધ્યા હોવાનું વેપારીઓનું કહેવું છે.

રાવણા સીઝન પૂર્વે ખરવા લાગ્યા, તલ- મગને નુકસાનની ભીતિ

હાલ જૂનાગઢ, વંથલી પંથકમાં રાવણાની સિઝન શરૂ થવાની છે ત્યારે પવનથી રાવણા ભરવા લાગ્યા છે. સિઝન શરૂ થાય એ પૂર્વે જ નુકસાન શરૂ થઈ ગયું છે. આ ઉપરાંત ઉનાળુ તલ અને મગ હાલ પાક પર છે. પવનના લીધે અમુક વિસ્તારમાં તલ ઢળી ગયા છે તો મગની શીંગને નુકસાન થાય એવી શક્યતા ખેડૂતો સેવી રહ્યાં છે.

GET FIRST UPDATE

Get the news in front line by Your email subscribe our latest updates