જીરામાં વાવેતર ઘટવાની આશંકાએ તેજીનો ધમધમાટ

27 દિવસ પહેલા

Top News

ધાણા, તલ, ગવાર, ઈસબગુલમાં માંગના અભાવે વેપારોમાં સુસ્તી

રવિ મોસમ હવે શિયાળાની ઠંડીની શરૂઆતથી જામી રહી હોવાથી રવિ પાકોનું વાવેતર સારા પ્રમાણમાં ચાલી રહ્યું છે. રવિ પાકોમાં મુખ્યત્વે ઘઉં, ચણા, જીરૂ, પાલા, રાયડો, ડુંગળી, વરીયાળી, બટેટા, જુવાર, મકાઈ, શેરડી જેવા પાકોનું વાવેતર થઈ રહ્યું છે. શિયાળુ વાવેતર સમયે હાલમાં ખેડૂતો પોતાનો પડેલ માલ સ્ટોક કાઢી નાખવાના મુડમાં છે. જેના કારણે જીરૂ જેવા માલોની વેચવાલિનું પ્રમાણ વધેલ છે. ઊભા માર્કેટ યાર્ડમાં ખેડૂતોની સાથે સાથે સ્ટોકિસ્ટો તથા વેપારીઓ તરફથી પણ જુનો માલ સ્ટોક કાઢી નાખવા તત્પર બનતાં વેચવાલીનું પ્રેસર વધતાં જીરાની ૧૫ હજાર ઉપરાંત મોટીની આવકો આવી રહી છે. રાજકોટમાં ત્રણેક હજાર અને ગોંડલમાં એકાદ હજાર બોરી જીરાની આવકોની સામે શિયાળાની ડિમાન્ડ પણ સારી હોવાથી બજાર મજબૂત ચાલી રહી છે. આગામી સમયમાં જીરાની નિકાસની માંગ વધશે તો બજારમાં સુધારા પણ થઈ શકે તેમ છે.

આ ઉપરાંત જીરાના રવિ મોસમમાં વાવેતરમાં ઘટાડાના આહેવાલોને કારલે જીરા બજારને સપોર્ટ મળી રહ્યો છે. હાજર બજારની સાથે સાથે જીરા વાયદો પણ ૨૫૦૦૦ રૂપિયા પ્રતિ ક્વિન્ટલની આસપાસ મજબૂત છે. જે વાયદો વધશે તો જીરાની વેચવાલિનું પ્રમાશ હજી વધી શકે છે. આજ પ્રકારની સ્થિતિ પાલા બજારમાં છે. ધાણામાં બજાર વધતાં વેચવાલિનું પ્રેસર વધી રહ્યું છે. હાજર કરતાં વાયદા બજાર ઉચું છે. પાછા વાયદો પ્રતિ ક્વિન્ટલે આઠેક હજાર રૂપિયાની આસપાસ છે. પાણામાં રમજાનની નિકાસ માંગ આવવાની ગજાત્રીની સાથે સાથે આગામી પખવાડિયામાં પાણા વાવેતરનું ચિત્ર સ્પષ્ટ થવાની વકી છે. જેના લીધે થાણામાં તેજી થવાની શક્યતાએ જોર પકડયું છે.

આ વર્ષે પાણાનું વાવેતરનો ધમધમાટ ગુજરાત તથા રાજસ્થાનમાં ઓછો જણાઈ રહ્યો છે. ગવાર સીડ તથા ગવાર ગમની આવકોનો પ્રવાહ દિન પ્રતિદિન ઓછો થઈ રહ્યો છે. જેના લીધે હાજર તથા વાયદા કારોબારમાં સુસ્તી વર્તાઈ રહી છે. ગવારના વેપારી વર્ગના મત પ્રમાણે ગવારની આવકોનું પ્રમાણ હજી આગામી સમયમાં ઘટવાની શક્યતા છે. આવકો તથા માંગ ઉપર ગવારની તેજી-મંદીનો આષાર રહ્યો છે. વાયદા બજારમાં ગવાર સીઠના ભાવો ૫૨૦0 તથા ગવાર ગમના ભાવો ૧૦૪૦૦ થી ૧૦૫૦૦ ની આસપાસ ચાલી રહ્યાછે. ગવારની આવકો ૧૦૪૦૦ થી ૧૦૫૦૦ ની આસપાસ ચાલી રહ્યાછે. ગવારની આવકો દોક હજારબોરીથી પણ નીચા સ્તરે ચાલી રહી છે. ગવારની લેવાલી ઓછી હોવાથી બજાર ૪૫૦૦ થી ૫૦૦૦ ની રેન્જમાં ચાલી રહી છે.

ઈસબગુલમાં પણ દેશાવરીની સારી પરાકીને કારણે બજાર મજબૂત ચાલી રહી છે. ઈસબગુલનો પાક આત સંવેદનશીલ હોવાથી ખાસ કરીને ને પાક તૈયાર થવાના સમયે માવઠા થાય તો પાક ફેઈલ થવાની સંભાવના વધુ હોવાથી ગુજરાતમાં ખેડૂતી ઈસબગુલની ખેતીથી અળગા રહેતા હોય. જોકે સૌથી વધુ વાવેતર ઈસબગુલનું રાજસ્થાન તથા મધ્યપ્રદેશમાં થાય છે. ગુજરાતમાં છેલ્લા પણા વર્ષો માંડ વીસેક હજાર હેકટરમાં ઈસબગુલનું વાવેતર થાય છે. ઔષધિય પાક તરીકે ઈસબગોલનો વપરાશ વધુ હોવાથી ખાસ કરીને વિદેશોમાં મોટા પ્રમાણમાં છે. ગુજરાતમાં ઈસબગુલ બજાર ૨૩૦૦ થી ૨૪૫૦ અને રાજસ્થાનમાં ૨૦૦ થી ૨૯૦૦ ની રેન્જમાં ચાલી રહી છે.

શિયાળામાં તલનો ઔષધિય વપરાશ વધતો હોવાથી ઘરાકી વધવાની ગયાત્રીએ બજાર સુધારા ઉપર ચાલી રહી છે. ખાસ કરીને કાળા તલની બજારમાં ૮૦ થી ૯૦ રૂપિયાનો સુધારો થયો છે. હાલમાં તલની બજારમાં આવકોનું પ્રમાણ ક્રમશઃ ઘટી રહ્યું છે. જોકે સફેદ તલની માંગ વધવાની શક્યતા વધુ છે. કાળા તલમાં ઓછો માલ સ્ટોક સામે ડિમાન્ડ નીકળતાં બજારમાં થઈ છે. તેલીબીયામાં આ વર્ષે શોષાભીનના ટાવેતર ભાવે પ્રાસ કયા કલ ૪૮૯૨ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ છે. જેમાં મહારાષ્ટ્રની ચૂંટણી સમયે ભાજપે ટેકાના ભાવો ૬૦૦૦ કરવા અને કોંગ્રેસ સાત હજાર કરવાનો વાયદો કરી ખેડૂતોને રીઝવવાનો પ્રવાસ કર્યો હતો. જોકે હાલમાં સોયાબીનની સરકારી ખરીદી વધારવા લીલી ઝંડી આપવામાં આવી છે.

 

GET FIRST UPDATE

Get the news in front line by Your email subscribe our latest updates