ડ્રેગનફ્રૂટની ખેતી કરવા માટે ખેડૂતોને મળશે સહાય.. જાણો કેવી રીતે અને કેટલી સહાય મળશે ?

28-09-2024

Top News

સરકાર દ્રારા ડ્રેગનફ્રૂટના વાવેતરને પ્રોત્સાહન આપવામાં માટે ખેડુતોને આ યોજનાનો લાભ આપે છે.. આ યોજના અંતર્ગત ખેડુતો ખુબ ઓછા ખર્ચે વધું આવક મેળવી શકે એ પ્રકારની સરકારની યોજના છે. સરકાર દ્રારા બાગાયતી ખેતીને પ્રોત્સાહન આપવા માટે આર્થિક સહાય અને તાલીમ પણ ખેડુતોને આપવામાં આવે છે...

• યોજનાનું નામ - ડ્રેગનફ્રૂટ ખેતી સહાય યોજના 
 
• ખેડૂતોને કેટલી સહાય મળી શકે ?
- ખેડુતોને રૂ.4.50.000 સુઘીની સહાય મળી શકે છે.
 
• આ યોજનાનો લાભ કોણ મેળવી શકે ? 
 
- જિલ્લાને ફાળવેલ મર્યાદામાં સહાય મંજુર કરવામાં આવશે.
- ખેડુત પોતે જમીનનો ખાતેદાર હોવા જોઈએ.
- ખેડુતો પાસે સિંચાઇ માટે પૂરતી વ્યવસ્થા હોવી જોઇએ.
- આ યોજના માટે ikhedut Portal પર ખેડુતોએ અરજી કરવાની રહેશે.
 
• ખેડૂતોને કઈ રીતે સહાય મળવા પાત્ર થશે ?
 
- યુનિક કોસ્ટ - રૂ.6.00.000 હેકટર સહાય ગણવામાં આવશે.
- લાભાર્થી દીઠ આજીવન 20 હેકટરથી વધુમાં વધુ 1 હેકટરની મર્યાદામાં આ સહાય મળવા પાત્ર રહેશે.
- આ યોજના અંતર્ગત પ્રથમ વર્ષ એક હેકટરના વિસ્તારની ખેતી માટે કુલ 1111 નંગ સિમેન્ટના થાંભલા માટે વધુમાં વધુ ખર્ચ રૂ. 3.33.000 ધ્યાને લેવાનો રહેશે.
- જયારે પ્લાન્ટીગ મટીરીયલ માટે પ્રતિ હેકટર 4444 નંગ રોપા મુજબ વધુમાં વધુ ₹ 1,55,540/-નો ખર્ચ ધ્યાને લેવાનો રહેશે.
 
• કેટેગરી પ્રમાણે અલગ અલગ પ્રમાણે સહાય મળવા પાત્ર રહેશે .. જે નીચે મુજબ છે.
 
• સામન્ય જાતિ 
 
- મળવા પાત્ર સહાય 
 
ખર્ચના 50% અથવા વધુમાં વધુ ₹ 3,00,000/- બંનેમાંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર રહેશે.
 
- પ્રથમ વર્ષ મળનાર સહાય 
 
કુલ ખર્ચને ધ્યાને લઈ 50% અથવા વધુમાં વધુ ₹ 2,44,420/- બે માંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર રહેશે.
 
- બીજા વર્ષે મળનાર સહાય 
 
કુલ ખર્ચને ધ્યાને લઈ 50% અથવા વધુમાં વધુ ₹ 55,580/- બે માંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર રહેશે.
 
• અનુસૂચિત જાતિ 
 
- મળવા પાત્ર સહાય 
 
ખર્ચના 75% અથવા વધુમાં વધુ ₹ 4,50,000/- બે માંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર રહેશે
 
- પ્રથમ વર્ષે મળનાર સહાય 
 
કુલ ખર્ચને ધ્યાને લઈ 75% અથવા વધુમાં વધુ ₹ 3,66,630/- બે માંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર રહેશે.
 
- બીજા વર્ષે મળનાર સહાય 
 
કુલ ખર્ચને ધ્યાને લઈ 75% અથવા વધુમાં વધુ ₹ 83,370/- બે માંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર રહેશે.
 
• અનુસૂચિત જનજાતિ 
 
- મળવા પાત્ર સહાય 
 
ખર્ચના 75% અથવા વધુમાં વધુ ₹ 4,50,000/- બે માંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર રહેશે.
 
- પ્રથમ વર્ષે મળનાર સહાય 
 
કુલ ખર્ચને ધ્યાને લઈ 75% અથવા વધુમાં વધુ ₹ 3,66,630/- બે માંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર રહેશે.
 
- બીજા વર્ષે મળનાર સહાય 
 
કુલ ખર્ચને ધ્યાને લઈ 75% અથવા વધુમાં વધુ ₹ 83,370/- બે માંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર રહેશે.
 
 
• યોજનાનો લાભ મેળવવા જરૂરી ડોક્યુમેન્ટ 
 
- અરજદાર ખેડૂતનો જાતિનો દાખલો
- સંયુક્ત ખાતેદારના કિસ્સામાં અન્ય ખાતેદારનું સંમત્તિપત્ર.
- રેશન કાર્ડની નકલ
- વન અધિકાર પત્ર ધરાવતા હોય તો તેની નકલ.
- આધારકાર્ડની નકલ
- 7/12 તથા 8-અ ની નકલ.
- દિવ્યાંગ ખેડૂત માટે દિવ્યાંગતાનું પ્રમાણપત્ર.
- અરજદાર જો સહકારી મંડળીનો કે દૂધ ઉત્પાદક મંડળીનો સભ્ય હોય તો તેની વિગત.
- બેંક પાસબુકની નકલ.
GET FIRST UPDATE

Get the news in front line by Your email subscribe our latest updates