ખેડૂતોને હવે કોઈપણ ગેરન્ટી વગર 2 લાખ સુધીની લોન મળશે
15 દિવસ પહેલા
RBI પોલિસીથી જનતા નિરાશ; બેંકો અને ખેડૂતો ખુશ
અમદાવાદ, તા. ૬ આરબીઆઈની કેલેન્ડર વર્ષની છેલ્લી મોનિટરી પોલિસીમાં સામાન્ય જનતાને કોઈ ખાસ ફાયદો નથી થયો. બેંકોને આરબીઆઈએ સીઆરઆર કાપ આપીને ક્રિસમસ ગિફ્ટ આપી દીધી છે અને અર્થતંત્રને પણ સંભવિત સપોર્ટ આપવાનો પ્રયાસ કર્યો છે.
RBI પોલિસીથી જનતા નિરાશ; બેંકો અને ખેડૂતો ખુશ
રિઝર્વ બેંકે વ્યાજદરમાં સતત ૧૧મી વખત કોઈ ફેરફાર નથી કર્યો પરંતુ આ એમપીસી બેઠકમં ખેડૂતો માટે એક સારા સમાચાર આવ્યા છે. બેંકો પાસેથી લોન લેનાર ખેડૂતો માટે ગવર્નર દાસે એક મોટી જાહેરાત કરી છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ કોલેટ્રોલ ફ્રી એગ્રીકલ્ચર લોન એટલે કે કોઈપણ ગેરન્ટી વગર મળતી લોનની મર્યાદા વધારીને રૂ. ૨ લાખ કરી છે. અત્યાર સુધીમાં ખેડૂતોને ઉધાર માટે કોઈપણ ગેરન્ટી સામે મુક્યા વગર ૧.૬૦ લાખ રૂપિયા સુધીની લોન મળતી હતી, જે હવે ૪૦,૦૦૦ રૂપિયા વધારવામાં આવી છે. ભૂતકાળ પર નજર કરીએ તો આ અગાઉ ૨૦૧૯માં કોલેટ્રોલ ફ્રી એગ્રીકલ્ચર લોનની લિમિટ વધારીને ૧.૬૦ લાખ કરાઈ હતી. નાના ખેડૂતોને આરબીઆઈએ ૨૦૧૦માં ૧ લાખ રુપિયાની ગીરો મુક્ત લોન આપવાની જાહેરાત કરી હતી જે ૨૦૧૯માં વધારીને ૧.૬૦ લાખ અને હવે ૨ લાખ કરાઈ છે.