બિન ખેડૂત થયેલા ખેડૂતો પ્રમાણપત્ર માટે કલેક્ટર સમક્ષ અરજી કરી શકશે

22 દિવસ પહેલા

Top News

૧લી મે ૧૯૬૦થી વિવિધ પ્રોજેક્ટમાં જમીન સંપાદન થઇ હોય તેવા કેસોમાં

ગુજરાતના સ્થાપના કાળ એટલે કે ૧લી મે ૧૯૯૦થી વિવિધ પ્રોજેક્ટ્સમાં જમીન સંપાદન થઇ હોય અને જે તેસમયે ખેડૂત પ્રમાણપત્ર મેળવી શક્યા ન હોય તેવા ખેડૂતો એક વર્ષમાં પ્રમાણપત્ર મેળવવા માટે સબંધિત જિલ્લા કલેક્ટર સમક્ષ અરજી કરી શકશે

ખેતીની જમીનનો છેલ્લો સર્વે નંબર પણ બિનખેતી થયો હોય તેવા કેસમાં પણ ખેડૂત બની શકાશે, રાજ્ય સરકારનો નિર્ણય આવી અરજી મળ્યા પછી સંબંધિત કલેકટર દ્વારા જાતે ખરાઈ કરીને ખેડૂત પ્રમાણાપત્ર ઇસ્યુ કરવામાં આવશે. એટલું જ નહીં, આવું પ્રમાણપત્ર મળ્યાના ત્રણ વર્ષમાં જે તે બેડૂતને જમીન ખરીદી કરી લેવાની રહેશે. રાજ્ય સરકારને મળેલી સંખ્યાબંધ ફરિયાદોના અંતે આ નિર્ણય કરવામાં આવ્યો છે.

આ ઉપરાંત ખેતીની જમીનનો છેલ્લો સર્વે નંબર પણ બિનખેતી થયા બાદ કોઈ ખેડૂત પ્રમાણપત્ર માંગે તો આવી જમીન, બિનખેતી થયા બાદ એક વર્ષમાં ખેડૂત પ્રમાણપત્ર આપવાનું અંશે. જો કે ખેડૂતે આ પ્રમાણપત્રની તારીખથી બે વર્ષમાં જીન ખરીદી કરવાની રહેશે. વિવિધ પ્રોજેક્ટ્સમાં જેમની તમામ જમીનો સંપાદિત થઈ ગઈ હોય અને જે તે સમયે ખેડૂત પ્રમાણપત્ર ન મળવાના કારણે ખેડૂત મટી ગયા હોય તેવા ખેડૂતોએ મુખ્યમંત્રી કક્ષાએ રજૂઆતો કરી છે. 

રાજ્યમાં વિવિધ પ્રોજેક્ટ્સમાં જમીન સંપાદિત થઈ હોય તેવા ખેડૂતોને જમીન ખરીદવામાં મુશ્કેલી ન પડે તે માટે સરકારે ૨૯મી ડિસેમ્બર ૨૦૦૮ના ઠરાવથી સૂચવ્યું છે કે આવા ખેડૂતોને સબંધિત કલેક્ટર અથવા અધિકૃત અધિકારી પ્રમાણપત્ર આપી શકશે. હવે આવા કેસોમાં ગુજરાતની સ્થાપના સમયથી બિન ખેડૂત બન્યા હોય તેવા ખેડૂતોને પ્રમાણપત્ર આપવાની તક મળશે. મહેસૂલ વિભાગનો ઠરાવ પસાર થયાના એક વર્ષમાં પ્રમાણપત્ર મેળવવા માટે સબંપિત કલેક્ટરને અરાજી કરવાની રહેશે. જો કે પ્રમાણપત્ર મળ્યા પછી ત્રણ વર્ષમાં ખેડૂતે કોઈ ઠેકાણે જમીન ખરીદી લેવાની રહેશે. જ નિર્ણય પોતાના ખાતાના સર્વે નંબર પૈકી બચત રહેલો એકમાત્ર સર્વે નંબર બિનખેતી કરાવે અને તેના કારણે ખેડૂત મટી જતા હોય તેવા કેસોમાં પણ કલેક્ટર સમક્ષ અરજી કરવાની રહેશે. આવા કેસમાં ખેડૂતને એક વર્ષમાં પ્રમાણપત્ર આપવાનું રહેશે અને તેકો પ્રમાણપત્રની તારીખથી બે વર્ષમાં જોઈ જગ્યાએ જમીન ખરીદી કરવાની રહેશે. આ અંગેનો ઠરાવ પ્રસિદ્ધ થયાના એક વર્ષ પહેલાંથી આ પ્રકારે બિન ખેડૂત થયેલા અરજદારોને પણ આ નિર્ણવનો લાભ મળશે.

GET FIRST UPDATE

Get the news in front line by Your email subscribe our latest updates