ખેડૂતો તબાહ થયા પણ રાજ્ય સરકારે નુકસાની માટે દરખાસ્ત જ કરી નહીં
16 દિવસ પહેલા
કેન્દ્રએ જ ગુજરાત સરકારની ખેડૂતવિરોધી નીતિ ખુલ્લી પાડી
આ વર્ષે ભારે વરસાદને લીધે ગુજરાતના ખેતીને વ્યાપક પ્રમાણમાં નુકસાન પહોંચ્યું હતું. અતિવૃષ્ટિને કારણે ચોમાસુ પાક તબાહ થતાં ખેડૂતોના મોઢામાંથી કોળિયો છિનવાયો હતો. આ કારણોસર રાજ્ય સરકારે કૃષિ પેકેજ જાહેર કરી નારાજ ખેડૂતોને રાજી કરવા મથમલ હતી. માહત્વની વાત એછેકે, હજારો લાખો ખેડૂતો તબાહ થયાં હતાં તેમ છતાંય રાજ્ય સરકારે કેન્દ્ર સરકાર સમલ નુકસાનીના વળત્ર માટેની કોઇ દરખાસ્ત જ રજૂ કરી ન હતી. રાજવસભામાં પૂછાયેલાં એક સવાલના જવાબમાં ખુદ કેન્દ્ર સરકારે જ ગુજરાત સરકારની ખેડૂત વિરોપી નીતિને ખુલ્લી પાડી હતી.
જો રાજ્ય સરકારે અતિવૃષ્ટિમાં નુકસાનનો અહેવાલ આપ્યો હોત તો લાખો ખેડૂતોને કેન્દ્રની સહાયનો લાભ મળ્યો હોત...
આ વર્ષે ભારે વરસાદે ગુજરાતને જાણે પમરોળી નાંખ્યુ હતું. અતિવૃષ્ટિને લીધે ગુજરાતના ખેડૂતોને મોટું આર્થિક નુકસાન વ્હોરવુ પડયુ હતું. સામાન્ય રીતે અતિવૃષ્ટિ થાય કે કોઈ અન્ય કુદરતી આફત આવે. નુકસાનીનો સર્વે કર્યા બાદ રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર સમક્ષ દરખાસ્ત રજૂ કરીને ખેડૂતોને ચુકવવા વળતર માંગે છે. રાજ્ય સરકારે ખેડૂતો માટે કુલ મળીને રૂા. ૧૪૨૦ કરોડનું કૃષિ સહાય પેકેજ જાહેર કર્યું છે જેમાં છ લાખથી વધુ ખેડૂતોએ અરજી કરી હોવાનુ જાણવા મળ્યું છે. અતિવૃષ્ટિથી ખેડૂતો બરબાદ થયા છે ત્યારે ગુજરાત સરકારે નુકસાનીના સર્વે સાથે અહેવાલ આપીને મોટા વળતરની માંગણી કરવી જોઈતી હતી
પણ જે રીતે રાજપસભામાં ગુજરાતમાં અતિવૃષ્ટિની સહાયનો મુદ્દો ઉક્યો હતો ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રાલય એવો ખુલાસો કર્યો હતોકે, અતિવૃષ્ટિના નુકસાન બદલ વળતર મેળવવા માટે ગુજરાત સરકારે કેન્દ્રને કોઇ દરખાસ્ત જ મોકલી નથી.
આ મામલે ખેડૂત આગેવાનોએ પ્રતિક્રિયા આપીકે, જો રાજ્ય સરકારે દરખાસ્ત મોકલી હોત તો કેન્દ્ર સરકાર તરફથી NDRFમાંથી સહાય મળી હોત અને ગુજરાતના હજારો ખેડૂતોને કૃષિ સહાયનો લાભ મળ્યો હોત. કોંગ્રેસે આક્ષેપ કર્યો છેકે, કેન્દ્ર સમક્ષ નુકસાનીની માંગણી ન કરી ગુજરાત સરકારે ગુનાહિત બેદરકારી કરી છે. કેન્દ્રએ પણ ગુજરાતના ખેડૂતો સાથે ઘોર અન્યાય કર્યો છે. રાજ્ય સરકારે નુકસાનીનુ વળતર ન માંગતા કેન્દ્રને બહાનુ મળ્યુ છે જૈનો ખેડૂતોને નુકસાન થયુ છે