ઘઉંની મોંઘવારીના નામે ફરી સ્ટોક લિમીટ ઘટાડતાં ખેડૂતોમાં નારાજગી
5 કલાક પહેલા
જીરૂ, ધાણા, વરીયાળી તથા રાયડામાં વાવેતર તુટવાના અંદાજ
વાતાવરણમાં ડિસ્ટર્બન્સ રહેતાં આ વખતે રવિ સીઝન એક પખવાડિયું લેટ ચાલી રહી છે. જેના કારવો દર વર્ષે ડિસેમ્બરની શરૂઆતમાં ૪૫થી ૫૦ લાખ હેક્ટરમાં વાવેતર સંપન્ન થતું હતું પરંતુ આ વર્ષે ચાલુ રવિ સીઝનમાં હજુ માંડ અડધું એટલે કે ૨૫ થી ૨૮ લાખ હેક્ટરમાં વાવેતર થયુ હોવાના અહેવાલો છે. આ વર્ષે સારા ચોમાસાને કારણે જમીનમાં ભેજનું પ્રમાણ અને હવે ઠંડીનો માહોલ શરૂ થતાં ઘઉં, મકાઈ, ચણા, ડુંગળી, તમાકુ તથા બટાટા જેવા પાકોનું વાવેતર સારા પ્રમાણમાં છે. જ્યારે જીરૂ, થાણા, વરીયાળી તથા રાયડા જેવા પાકોનું વાવેતરમાં ઘટાડો થવાની રાહ ઉપર છે. હાલમાં ઘઉંના પ્રતિ મણે ૯૦૦થી ૯૫૦ રૂપિયા સારા ભાવો ખેડૂતોને મળી રહ્યા છે ત્યારે સરકારે ઘઉંમાં થયેલી તેજીને રોકવા માટે સ્ટોક લિમીટનું શસ્ત્ર ઉગામીને ખેડૂતોની ખુશી ઉપર પાણી ફેરવાય રહ્યું હોવાની રાવ ઉઠી છે.
સરકારે તાત્કાલિક અસરથી જથ્થાબંધ વેપારીઓ ઉપર સ્ટોક લીમીટ ૨૦૦૦ ટનથી ઘટાડીને અડધી ૧000 ટન અને સ્થાનિક રિટેઈલ વેપારીઓ માટે ૧૦ ટનથી ઘટાડીને માત્રપાંચ ટન આગામી ૩૧ માર્ચ સુધી કરી દેતાં બજારમાં ભારે ચર્ચાસ્પદ મામલો રહ્યો છે. ગત રવિ સીઝન ૨૦૨૪માં ઘઉંનું લગભગ ૧૧.૩૨ કરોડ ટન ઘઉંનું ઉત્પાદન થયું હોવાના અહેવાલો છે. જેના લીધે દેશમાં ઘઉંનો પુરવઠો પર્યાપ્ત માત્રામાં હોવા છતાં ઘઉંના સ્ટોક લિમિટનો વિવાદ ઘઉંના વાવેતર સમયે કરતાં ખેડૂતોમાં નારાજગી છવાઈ છે. જો કે ઘઉંનો પુરવઠો છેલ્લા વર્ષથી તુટતા વાવેતરને કારણે ઉત્પાદન ઓછું રહેતાં ટેકાના ભાવે ઘઉંનો જથ્થો ખરીદ કરવામાં પણ સરકારને તકલીફ પડી રહી છે. સસ્તા અનાજના વિતરણની લાહ્યમાં સરકારે ખેડૂતોને નુકશાન થાય નહિ તેવું ખાન રાખવું જોઈએ. જો કે ઘઉંની મોંઘવારી સરકારની નજરમાં આવતી હોય તો થઉંની દરેક પ્રોડક્ટ ઉપરથી GST ટેક્ષનું ભારણ ઘટાડવું કે કાઢી નાખવાથી પણ મોંથવારીને કેટ્રોલ થઈ શકે એમ હોવાનું ખેડૂત વર્ગમાં ચર્ચાસ્પદ બન્યું છે.
જીરૂ, ધાણા, વરીયાળી તથા રાયડામાં વાવેતર તુટવાના અંદાજ
બીજી તરફ મસાલા પાકમાં રાજ્યમાં પાણાનું વાવેતર પંદરેક દિવસ લેટ ચાલવા ઉપરાંત થાણામાં વળતર નહીં હોવાથી વાવેતરમાં ૨૫થી ૩૦ ટકાનો ઘટાડો થવાની વકી છે. મસાલાના મુખ્ય પાક જીરાની મુખ્ય બજાર ઊભી એવીએમસીની ચૂંટણીઓના કારણે વેપારી વર્ગ ચૂંટણીના માહોલ જીરામાં ઠંડી માહોલ છે. જીરાના વેપારોમાં સુસ્તી રે હોવાથી પણ ૩૦થી ૫૦ રૂપિયાનો ઘટાડો થયો છે. જીરા વાયદો ૨૪ હજારની ઉપરના લેવલે હોવાથી ખાસ મંદી જણાતી નથી. હાજરમાં વિદેશી તથા લોકલ ડિમાન્ડ નહિ હોવાથી સ્થાનિક બજાર ઘટાડા તરફી રહી છે. ખેડૂતો તથા વેપારીઓ પાસે જીરાનો માલ સ્ટોક હોવાથી તેમજ આગામી સમયમાં જીરાના વાવેતર ઉપર તેજી મંદીનો આધાર રહ્યો છે. હજુ દશ-પંદર દિવસ બાદ જીરાના વાવેતરનું ચિત્ર સ્પષ્ટ થાય તેમ છે જો જીરાના વાવેતરમાં ઘટાડો થશે તો ડિસેમ્બર અંતથી ઉત્તરાયણ સુધીના વચગાળામાં તેજીનો ચમકારો થાય તેવી ગણતરી બજારમાં પ્રવર્તી રહી છે.
દરમ્યાન વરીયાળીમાં પણ ગત વર્ષે એકાદ લાખ હેક્ટરમાં વરિયાળીના થયેલા વાવેતર સામે આ વર્ષે હાલમાં પાંચેક ગણું વાવેતર તુટીને માંડ ૨૦થી ૨૨ હજાર હેક્ટરમાં થયું હોવાની શક્યતાઓ છે. ગુજરાતની સાથે સાથે રાજસ્થાનના નાગોર તથા મેડતા જોવા વિસ્તારોમાં પણ વરીયાળીનું વાવેતર તૂટીને અડધુ થયું છે. તેલીબીંયામાં આ વર્ષે રાયડાનું પણ વાવેતર ઓછુ થવાના સંકેતો છે. હાલમાં વેપારીઓ – સ્ટોકિસ્ટોની મર્યાદિત વેચવાલી સામે તેલ મિલરોની સારી માંગના કારણે રાયડા બજાર સ્થિર છે. ગત વર્ષે ટેકાના ભાવે સરકારે પુષ્કળ કરેલી ખરીદીને કારણે મોટો સ્ટોક સરકાર પાસે છે.