ખેડૂતોને રુપિયા 1 લાખ કરોડનું નુકસાન થયું, સરકારે રુપિયા 1420 કરોડ આપ્યાં !
24-10-2024
આંદોલનની ચીમકીને પગલે સરકારે સહાય જાહેર કરવી પડી
ગુજરાતમાં ભારે વરસાદને કારણે મગફળી, ડાંગર, કપાસ, શાકભાજી સહિત અન્ય ચોમાસુ પાકને મોટા પાયે નુકશાન પહોંચ્યુ છે. આ ઉપરાંત વરસાદી પાણીને લીધે ખેતરો ધોવાયા છે. આ જોતાં ખેડૂતોના મોઢામાંથી કોળિયો છિનવાપો છે. ખેતીના નુકશાનને પગલે ખેડૂત સંગઠનોએ આંદોલનની ચિમકી ગ [આપતાં સરકારે ? નાછૂટકે રાહત સહાય પેકેજ જાહેર કરવું પડયુ હતું, જોકે, સરકારના રાહત સહાય પેકેજથી ખેડૂતો ખુશ નથી. ખેડૂત આગેવાનોનું કહેવુ છેકે, ગુજરાતમાં વરસાદને કારણે ખેડૂતોને એક લાખ કરોડનું નુકશાન થયુ છે ત્યારે સરકારે માત્ર રૂ. ૧૪૨૦ સહાયની જાહેરાત જે જગતના મજાક સમાન છે.
પાક તબાહ થયો, ખેતરો ધોવાયાં છે ત્યારે ખેડૂતને રૂા. ૧૫- ૨૦ હજાર મળશે, ખેડૂતોનો રોષ ઠારવા સરકારે પગલું લીધું
ચાલુ વર્ષે કુદરત રુઠી હોય તેમ વરસાદે ખેતીને તબાહ કરી દીધી છે. હજુય ગુજરાતમાં અવિરતપણે વરસાદ વરસી રહ્યો છે. ડાંગર, કપાસ, મગફળી, શાકભાજીસહિતનો ચોમાસુ પાક ધોવાયો છે. ખેડૂતોના ઘેર દિવાળીના સમયે હોળી જેવા માહોલ સર્જાયો છે. વરસાદે ખેડૂતોના મહેનત પર પાણી ફેરવી દીધુ છે. ખેતીને વ્યાપક નુકશાન થતાં ખેડૂતો રાતા પાણીએ રડી રહ્યાંછે. આ જોતાં ખેડૂત સંગઠનોનું કહેવુ છેકે, ૧૪૦ ટકાથી વધુ વરસાદ વરસ્યો હોય તે ૧૦૪ જીલ્લામાં લીલો દુષ્કાળ જાહેર કરવો જોઇએ. આ ઉપરાંત ખેડૂતોનું પાક ધિરાણ પણ માફ કરવું જોઇએ. જો સરકાર લીલો દુષ્કાળ જાહેર કરે તો નિયમ મુજબ ખેડૂતોને એક લાખ કરોડ સહાયરુપે ચૂકવવા પડે. આન કરવું પડેતેમાટેસરકારે રૂા.૧૪૧૯ કરોડનું કૃષિ રાહત સહાય પેકેજ જાહેર કર્યુ છે. ખેડૂત સંગઠનોનો આક્ષેપ છેકે, આસહાય પેકેજ જાહેર કરાયુ છે ત્યારે ખેડૂતોને પ્રતિ વિઘા રૂા.૧૨૪૦ સહાય પેટે મળશે. કુલ મળીને વધુમાં વધુ ૧૫-૨૦ હજાર સહાય મળશે. મોઘાંબિયારણ,જંતુનાશકદવા ઉપરાંત અથાગ મહેનતના અંતે ચોમાસુ પાક તબાહ થયો છે સાથે સાથે ખેતરોની જંમીનનુ ધોવાણ થયુ છે.
હજારો-લાખો રૂપિયાના નુકશાન સામે સરકારની સહાયએ મજાક સમાન છે.
ઓગષ્ટ,સપ્ટેમ્બરમાં અતિવૃષ્ટિ સર્જાતા સરકારે રૂા.૩૫૦ કરોડનું કૃષિ રાહત સહાય પેકેજ જાહેર કર્યુ હતું ખેડૂતો આક્ષેપ કરી રહ્યાં છેકે, રૂા.૪૪ હજાર સહાય આપવાને બદલે બિનપિયતનાફરજિયાત ફોર્મભરાવી ખેડૂતોની સહાયમાં રૂા.૨૨ હજારનો કાપ મૂકી દેવાયો છે. ઘણાં જિલ્લામાં ખેડૂતોને લાભ મળી શક્યો નથી. ખુદ ભાજપના ધારાસભ્યોએ જ રાહત સહાય માટે સરકારમાં રજૂઆત કરી હતી તેમ | છતાંય સરકારના પેટનુ પાણી હાલ્યુ ન હતું.