ઉપલેટા તાલુકામાં રાસાયણિક ખાતર મેળવવા ખેડૂતોની ગામે-ગામ દોડધામ

22-11-2024

Top News

સોયાબીનની ટેકાની ખરીદીનું કેન્દ્ર આપવા રજૂઆત

રવિ પાકની વાવણીની જોરશોરથી તૈયારી થઈ રહી છે ત્યારે સરકારી મંડળીઓ, ઓપન મારકેટમાં ડાઈ એમેનિયમ ફોસ્ફેટ તથા એમપીકે રાસાયણિક ખાતર મળતું ન હોવાથી ખેડૂતો ખાતર મેળવવા સતત દોડધામ કરી રહ્યા છે. ઉપરાંત સરકારે ૧૧મીથી સોયાબીન પાકની ટેકાના ભાવે ખરીદી શરૂ કરવાની જાહેરાત કરવા છતાં આજ સુધી ચાલુ ન થતા ઉપલેટામાં ખરીદી કેન્દ્ર આવી વ્યવસ્થા કરવા ગુજરાત કિશાન સભાએ માગણી કરતું આવેદનપત્ર મામલતદારને આપ્યું છે.

આ તા.૧૧ નવેમ્બરથી સોયાબીન જાહેરાત થઈ ટેકાના ભાવે ખરીદી કરવાની પણ અમલ ન થતાં નીચા ભાવે વેચવાની નોબત

અતિવૃષ્ટિ સતત વરસાદ અને કમોસમી માવઠાના વરસાદથી ખેડૂતોના ખરીફ પાક મગફળી સોયાબીન કપાસ નુકસાન કઠોળ સહિતના પાકોને ભારે નુકસાન થયું છે ખેડૂતોએ કરેલા ખર્ચાઓ પણ ખેત પેદાશ માંથી નીકળી રહ્યા નથી ત્યારે ખેડૂતોનો રોજગારીનો સૌથી મોટો પ્રશ્ન છે ખેડૂતોએ ખેતીના પાકના કરેલા ખર્ચાઓ પણ માથે પડયા છે તેવા સમયે ખેડૂતો ની આશા રવિ પાક થઉં ચણા ધાણા જીરું રાયડા દિવેલા અને તુવેરના પાકો ઉપર બંપાળી છે.

ખેડૂતોને રવિ પાક ઘઉં ચણા પાણાજીરુંના વાવેતર કરવા માટે જરૂરી પાયાના ખાતરો ડીએપી અને એનપીકે ઉપલબ્ધ થતા નથી ખેડૂતો ખાતર મેળવવા લાંભી લાઈનો લગાડે છે પરંતુ ખાતર પૂરતા પ્રમાણમાં મળતું નથી આ વર્ષે સાર્વત્રિક વરસાદથી પૂરતી પાણીની સગવડતા હોય ખેડૂતો રવિ પાકનું વધુ વાવેતર કરશે તે નિશ્ચિત હોવા છતાં સરકારે રાસાયણિક પાયાના ખાતરો ડીએપી અને એનપીકે ખેડૂતોને મળી રહે તેવું આગોતરા આયોજન થયું નથી તેનો ભોગ ખેડુતો બની ૨હ્યા છે.

ગુજરાત કિસાન સબાના આગેવાનો દ્વારા મુખ્યમંત્રી, મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. પત્રમાં ખેડૂતોને સમયસર ડીએપી અને એનપીકે ખાતરો મળી રહે તે અંગે સરકારે ત્વરિત કાર્યવાહી કરવી જોઈએ એવી માંગ કરી છે. ખેડૂતોએ સોયાબીન ને ટેકાના ભાવે ખરીદ કરવા માટે નું કેન્દ્ર આજ દિવસ સુધી શરૂ થયું નથી ૧૧ નવેમ્બર થી ખરીદ કરવાની જાહેરાત કરેલ હોવા છતાં ખેડૂતોના સોયાબીનની ટેકાના ભાવે ખરીદ થતી નથી તેના પરિણામે ખેડૂતોને બજારમાં ટેકાથી નીચા ભાવે સૌયાબીન વેચવા મજબૂર થવું પડે છે. તાત્કાલિક સોયાબીનના ભાવે ખરીદીના કેન્દ્ર શરૂ કરવામાં આવે એ અંગેનું આવેદનપત્ર ગુજરાતના કૃષિ મંત્રીને પાઠવવામાં આવ્યું છે

GET FIRST UPDATE

Get the news in front line by Your email subscribe our latest updates