કુદરતી આફતમાં તબાહ ખેડૂતો APMCમાં લૂંટાયા

01-11-2024

Top News

સસ્તા ભાવે કિંમતી મગફળી વેચી મજબૂર ખેડૂતોએ દિવાળી ઉજવી

ચોમાસામાં ભારે વરસાદથી તબાહ થયેલાં ખેડૂતો હવે એપીએમસીમાં લુંટાઇ રહ્યાં છે. દિવાળીના તહેવારોમાં નાણાંની જરૂરિયાત હોવાથી ખેડૂતો સસ્તા ભાવે મગફળી વેચવા મજબૂર થયાં છે. ટેકાના ભાવ કરતાં ય ઓછા ભાવે મગફળી વેચીને મજબૂરવુશ ખેડૂતોએ પરિવાર સાથે દિવાળી ઉજવી હતી.

ટેકાનો ભાવ રૂા.૧૩૬૫ હોવા છતાં મજબૂરીવશ ખેડૂતોએ એક હજારના ભાવે મગફળી વેચવી પડી

એ વખતે વરસાદને કારણે સૌથી વધુ, નુકશાન ૧ મગફળીને થયુ છે. કૃષિ નિષ્ણાતોનું કહેવું છેકે, ૬૮-૯૦ દિવસ દરમિયાન મગફળીના પાકની સાવચણી જરૂરી છે. પણ આ વખતે અવિરતપણે વરસતા વરસાદને લીધે મગફળીનો ફાલ આવે તે પહેલાં જ છોડવા પલડ્યાં હતાં. ગત વખત કરતાં આ વખતે મગફળીનું ઉત્પાદન ઓછુ થશે તે નક્કી છે. દિવાળીના દિવસોમાં ખેડૂતોને નાણાંની જરૂરિયાત ઉભી થઈ છે કેમકે, તહેવારો માટેજ નહી પણ દિવાળી પછી શિયાળુ પાક માટે વાવેતરની તૈયારી કરવામાં આવી રહી છેત્યારે ખાતરથી માંડીનંજંતુનાશકદવાના પૈસા લાવવા ક્યાંથી? મોટાભાગની મગફળીનો પાક નાશ થયો છે પણ જે કઈ બચેલી મગફળી છે તે વેચવા માટે ખેડૂતો મજબૂરબન્યાંછે. ખેડૂતોની કપરી સ્થિતીનો વેપારી-દલાલો પણ લાભ ઉઠાવી રહ્યાં છે.

તો બજારમાં હાલ મગફળીનો રૂા.૮૦૦- ૧૦૦ ભાવ બોલાઈ રહ્યો છે. નાણાંની જરૂરિયાતને પગલે ખેડૂતો એપીએમીસીમાં મગફળીના જથ્થા સાથે પહોંચ્યાં છે. બીજુ કે, હજુ સુધી સરકારે ટેકાના ભાવે મગફળી ખરીદવાનુ શરૂ કર્યુ નથી. આ કારણોસર ખેડૂતોએ ટેકાના ભાવ કરતાં ય ઓછા ભાવે મગફળી વેચવાનું શરૂ કર્યુ છે જેથી વેપારીઓ- દલાલોને બખ્ખાં થયાં છે. આ તરફ, એવી માંગ ઉઠી છેકે, ખેડૂતો દલાલોની લાચારીનો ભોગ ન બને તે માટે સરકાર વહેલી તકે ટેકાના ભાવે મગફળીને ખરીદી કરે

GET FIRST UPDATE

Get the news in front line by Your email subscribe our latest updates