પંજાબમાં ખેડૂતોનું રેલ રોકો આદોલનઃ ટ્રેન સેવાને અસર
3 દિવસ પહેલા
52 થી વધુ સ્થળોએ ખેડૂતો 3 કલાક સુધી રેલવે ટ્રેક પર બેઠા
લુધિયાણા/હોશિયારપુર, ખેતીના પાકના ટેકાના ભાવ માટે કાયદાકીય ગેરંટી સહિતની વિવિધ માંગો માટે કેન્દ્ર સરકાર પર દબાણ બનાવવા માટે રેલ રોકો આંદોલન હેઠળ ખેડૂતો ૫૦થી વધુ સ્થળોએ રેલવે ટ્રેક પર બેસી જતા પંજાબમાં ટ્રેન સેવાને અસર થઇ હતી. રેલ રોકો આંદોલનની અપીલ સંયુકત કિસાન મોરચા (બિન રાજકીય) અને કિસાન મઝદૂર મોરચાએ કરી હતી.
કિસાન મઝદુર મોરચાના નેતા સરવન સિંહ પંધેરે જણાવ્યું હતું કે બપોરે ૧૨ વાગ્યાથી ત્રણ વાગ્યા સુધી વિવિધ રેલવે ટ્રેકો પર ધરણા કરવામાં આવ્યા હતાં. ડિવિઝનના રેલવે સત્તાવાળાઓના જણાવ્યા અનુસાર રેલ રોકો આંદોલનને પગલે ૧૨ ટ્રેનો રદ કરવામાં આવી હતી. પર સ્થળોએ ખેડૂતોના રેલ રોકો આંદોલનને કારણે ૩૪ ટ્રેની વિલંબથી ચાલી રહી હતી.
૧૨ ટ્રેનો રદ, ૩૪ ટ્રેનોના સમયમાં વિલંબ : ટેકાના ભાવ માટે કાયદાકીય ગેરંટી આપવાની ખેડૂતોની માંગ
રદ કરવામાં આવેલી ટ્રેનોમાં જલંધરથી હોશિયારપુર, અમૃતસરથી કાદિયાં, પઠાણકોટથી વેરકા અને હોશિયારપુરથી જલંધર શહેર જતી ટ્રેનોનો સમાવેશ થાય છે. રેલ રોકો આંદોલનને પગલે જમ્મુથી અમદાવાદ જતી ટ્રેનને મુકેરિયન રેલવે સ્ટેશન પર રોકાવાની ફરજ પડી હતી.