વીરપુરમાં ચારથી પાંચ દીપડાઓની હાજરીના કારણે ખેડૂતો ભયમાં મૂકાયા
10 દિવસ પહેલા
જંગલમાં વસતા દીપડાઓએ સીમવિસ્તારમાં બનાવ્યું કાયમી નિવાસસ્થાન
યાત્રાધામ વીરપુર ગામની આહાબા વિસ્તારની સીમમાં ગીરમાં વસતાં દીપડાઓને જાણે કે નવુ આશ્રય સ્થાન બનાવ્યું હોય એમ છેલ્લા બે- ત્રણેક મહિના થયા ત્રણ ચાર દીપડાએ દેખા દેતા ખેડૂતોમાં ભયનો માહોલ ફેલાયો છે.આ દીપડાઓની મોજુદગીના કારણે સીમમાં મજૂરો પણ કામે આવતા ડરે છે.
ખેતીકામમાં મજુરો વાડી ખેતરે આવતા ડરે છે, દીપડાઓ વારંવાર શિકાર કરતા હોવાથી માલઢોરને નુકસાન થવાનો ભય સૌરાષ્ટ્રમાં ખેડૂતો રવીપાકની સિઝનમાં ઘઉં, ચણા, ધાણા સહિતના અનેક પાકોના વાવેતર કરી રહ્યા છે . અને વાવતેર કરેલા પાકોમાં ખેડૂતોને પિયત, જંતુનાશક દવાઓના છટકાવની કામગીરી કરવાની હોય છે, સાથે કામગીરી માટે મજૂરની પણ જરૂરિયાત પડતી હોય છે . .પરંતુ દીપડા જોવા મળતા ખેત મજૂરો મજૂરી કામ માટે આવતા નથી, સાથે વાડી વિસ્તારમાં કામગીરી કરતા કરતા સુર્યાસ્ત એટલે કે સાંજ પણ પડી જતી હોય છે ત્યારે છેલ્લા બે - ત્રણ મહિનાથી સિમ વિસ્તારમાં ત્રણ ચાર દીપડાના આટાફેરા વધતા ખેડૂતો અને ખેત મજૂરોમાં ભયની દહેશત ફેલાઈ છે.
આહાબી સીમ વિસ્તારમાં દિપડાએ ખેડૂતોના વાડી વિસ્તાર માથી ઘણા શ્વાનોનો શિકાર કર્યા છે જેમને લઈને ઘણા ખરા ખેડૂતોના પશુઓ શુઓ પણ ખેડૂતો પોતાની વાડીએ રાખતા હોય છે ત્યારે હિંસક દિપડાઓ ખેડૂતોને અને પશુઓને પણ જાનહાનિ પહોંચાડે તે પહેલાં આ હિંસક દીપડાઓને પકડવા ખેડૂતોમાં માંગ ઉઠી છે, વન વિભાગ દ્વારા દીપડાને પકડવા એક પાંજરું મુકવામાં આવ્યું છે,જેમાં દીપડાઓ પાંજરે પુરાતાં નથી, ત્યારે વધુ ૩ કે ૪ પાંજરા મુકવા ખેડૂતો માગ કરી રહ્યા છે, જો દીપડાઓ નહિં પકડાય ખેત મજૂરો આવશે જેથી ખેડૂતોને ખેતી કેમ કરવી તે પ્રશ્ન છે,