રાજુલાના ભાક્ષી ગામ નજીક ખેડૂતોને પર્યાવરણ સમસ્યા
5 દિવસ પહેલા

કવોરી સંચાલકો દ્વારા ધાતરવાડી ડેમ-૧ નદીમાં ગંદું પ્રદુષિત પાણી છોડાતાં વિરોધ
રાજુલા નજીક ધાતરવાડી નદી વિસ્તારમાં કવોરી સંચાલકો દ્વારા બ્લાસ્ટિંગ કરી ખનન કરવામાં આવે છે જેના કારણે એમાંથી નીકળતો કચરો અને ગંદુ પાણી સીધુ નદી અને ડેમમાં ઠાલવવામાં આવે છે જેના કારણે પર્યાવરણને નુકસાન થાય છે આથી અહી કવોરી બંધ કરાવવા તેમજ એમને ઈસી સર્ટિફિકેટ ન આપવા ભાક્ષી ગ્રામ પંચાયતે ગાંધીનગર ખાતેની પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડની કચેરીને પત્ર પાઠવી રજુઆત કરી છે.
ગાંધીનગરની પર્યાવરણ કચેરીને ગ્રામપંચાયતે પત્ર લખી કવોરી ભરડિયાઓ બંધ કરાવવા માગણી કરી
અમરેલી જિલ્લામાં આવેલ રાજુલા તાલુકાના ભાક્ષી ગામ નજીક આવેલધાતરવડી ડેમ ૧ની નજીક આવેલ બ્લેક ટ્રેપક્વોરીલીઝનો વિવાદ હવે ચરમસીમાએ પહોંચ્યોછે. નદીમાં આવેલા વાવેરા ગામના પીવાના પાણી પાણીનો મશીનરી આવેલ છે વાવેરા ગ્રામ પીવાના પાણીની માંગ આ નદી પર આધારિત છે અહી ત્રણ કવોરી માલિકો પ્રદુષણ ફેલાવી રહ્યા છે. આ ત્રણેય ક્વોરીમાંથી ખનન દરમ્યાન નીકળતું દૂષિત પાણી અને અન્ય રાસાયણિક કચરો સીધો ધાતરવડી નદીમાં છોડવામાં આવે છે. પરિણામે પીવાના પાણીમા પ્રદુષણ ફેલાઈ રહ્યું છે. ગામના લોકોને ગંભીર સ્વાસ્થ્ય સંબંધી જોખમનો સામનો કરવો પડે છે વધારે પડતી ઊંડી માઇનિંગના કારણે પાણીના સ્તર ઉંચા જઇ રહ્યા છે. વાવેરા ગ્રામપંચાયત દ્વારા ગાંધીનગર ખાતેની પર્યાવરણ કચેરીમાં લેખિત રજુઆત કરી જાહેરહિતના ધ્યાને લઈ ભાક્ષી ગામની ક્વોરીઓને પર્યાવરણ અનુમતિ ઇસી ન આપવામાં આવે એવી માગણી કરી છે. અને ભરડીયાઓ ક્વોરી લિઝ બંધ કરાવવા માંગ કરવામાં આવે છે પરંતુ હજુ સુધીમાં ક્વોરી ધારકો સામે કાર્યવાહી હાથ ધરવામાં નથી આવી.