હળવદ પંથકમાં ડીએપી ખાતર નહીં મળતાં ખેડૂતોમાં સરકાર સામે રોષ

12-11-2024

Top News

ઘઉં, ચણા, બાજરીના પાક માટે અતિ આવશ્યક

રવિ સીઝનના વાવેતરની મોસમ ચાલી રહી છે ત્યારે ઘઉં, ચણા, બાજરીના પાક માટે અતિ મહત્વના ગણાતા ડાઈ એમોનિયમ ફોસ્ફેટ ડીએપી ખાતર ખરે ટાણે જ બજારમાંથી અદ્રશ્ય થઇ જતાં ખેડૂતો વિકટ સ્થિતિમાં મુકાયા છે. હાલ ખેડૂતોની માંગ સામે પુરવઠો ઉપલબ્ધ ન થતાં ખાતર મેળવવા ખેડૂતો ફાંફા મારી રહ્યા છે.

વાવેતર સમયે જ ખાતરની શોધમાં ખેડૂતો અહીં તહીં ભટકે છે પણ ખાતર મળતું નથી

હળવદ પંથકમાં પાછોતરા વરસાદને લીધે મગફળી કપાસ સહિતના પાકોમાં નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો. તાલુકાના ગામડાઓમાં પાછોતરા વરસાદે કહેર વહેયી હતો. ત્યારે જગતતના તાત પરીસ્થીતી એક સાંધે ત્યાં તેર તુટે જેવી થય છેહળવદ પંથકમાં જરૂરત ટાણે જ ડીએપી ખાતરની અછતથી ખેડૂતોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ખેડૂતોને શિયાળું પાકની વાવણી કાર્ય છોડીને ખાતર ડેપોએ ધરમ ધક્કા ખાવા પડે છે. હાલ હળવદ પંથકમાં ઘઉંના વાવેતર સહિત શિયાળુ રવિ પાકની વાવેતરની કામગીરી ખેડૂતો દ્વારા કરવામાં આવી રહી છે ત્યારે ખરા ટાણે જ ડીએપી ખાતરની અછત સર્જતા ખેડૂતોને મુશ્કેલીમાં વધારો થયો છે. ડીએપી ખાતરની અછત સર્જાઈ. ફરી એક વખત શિયાળાની રવી સીઝનમાં ખાતર ની બૂમરણા ઉઠી છે. 

રવી પાકના વાવેતર માટે પાયાનું ખાતર ડીએપીની અછત ઊભી થઈ છે. તાલુકાના ખેડૂતો હાલ ડીએપી ખાતરની અછત ઊભી થતાં ચિંતામાં મુકાયા છે. ખાતરના ડેપોમાં બીજા ખાતર તો છે, પણ ડીએપી ખાતર મળી રહ્યું નથી.. રવી પાક ઘઉં, ચણા અને શિયાળુ બાજરી માટે પાયાનું ખાતર ગણવામાં આવે છે.

તાલુકાના ખેડૂતોઓ ડીએપી ખાતર વિના હાલ ભટકી રહ્યા છે. ખેડુતને પડ્યા ઉપર પાટુ પડી છે. એક તરફ કુદરતે મોઢે આવેલો કોળીયો છીનવી લીધો ત્યારે શિયાળુ પાક ખેડૂત માટે ચોખ્ખો નફો આપતી સીઝન હોય છે જેમાં પાયાનું ખાતર ડીએપીથી સારું ઉત્પાદન મેળવી શકે છે અને ચોમાસામાં થયેલ લેણું કદાચ ભરપાઈ કરી શકે પણ અહીં ઘઈ ખાતરની અછત ઊભી થતાં આ વિસ્તારના ખેડૂતોની આ આશા ઉપર પાણી ફર્યું છે... શિયાળુ સીઝનમાં રવી પાકમાં વાવેતર પછી યુરિયા ખાતરની પણ જરૂરિયાત ઊભી થશે ત્યારે પણ ખેડૂત ફરી લાઈનમાં ઊભો રહેશે.

GET FIRST UPDATE

Get the news in front line by Your email subscribe our latest updates