મરી-મસાલાની નિકાસ 2030 સુધીમાં વધીને 10 અબજ ડોલરને આંબશે
16-11-2024
દેશમાં કુલ 12.4 મિલિયન ટન મરી-મસાલાનું ઉત્પાદન, તેમાંથી માત્ર 15 ટકાની જ નિકાસ
વૈશ્વિક સ્તરે ભારત મરી-મસાલાના ઉત્પાદનમાં મોખરાનું સ્થાન ધરાવે છે. દેશમાં સરેરાશ કુલ ૧૨.૪ મિલિયન ટનનું ઉત્પાદન થઈ રહ્યું છે અને તેમાંથી માત્ર ૧૫ ટકા જ નિકાસ થઇ રહી છે. જે આગામી સમયમાં વધારવા પ્રયાસ કરાશે.
વૈશ્વિકસ્તરે ભારતીય મરી-મસાલાની મોટા પાયે માગ છે પરંતુ સ્થાનિક પુરવઠાને પહેલા ધ્યાનમાં લેવામાં આવે છે તેવો નિર્દેશ નેશનલ સ્પાઇસિસ કોન્ફરન્સમાં વ્યક્ત કરાયો હતો. નિકાસમાગને પહોંચી વળવા માટે ઉત્પાદક્તા પર વધુ ભાર આપવામાં આવશે અને આગામી વર્ષ ૨૦૩૦ સુધીમાં ઉત્પાદન વધારીને ૧૫- ૧૯ મિલિયન ટન સુધી લાઇ જવાના પ્રયાસ કરવામાં આવશે તેમ વર્લ્ડ સ્પાઈસ ઓર્ગેનાઈઝેશનના રામકુમાર મેનને જણાવ્યું હતું. ૨૦૩૦ સુધીમાં નિકાસ પણ વધારીને ૧૦ અભજ ડોલર લઈ જવાશે જે અત્યારે ૪.૫ અબજ ડોલરની છે. દેશમાંથી એપ્રિલ-સપ્ટેમ્બરદરમિયાન કુલરૂ.૧૭૪૮૮ કરોડની નિકાસ થઈ હતી જે અગાઉના વર્ષે આ સમયગાળામાં રૂ.૧૯૦૯૫ કરોડની નિકાસ નોંધાઈ હતી. યુરોપ અને અમેરિકામાં મોટા પાયે માર્ગ ખુલી છે. વૈશ્વિક બજારમાં સ્પાઇસિસની સુરક્ષા અને ગુણવત્તા સુનિશ્ચિત કરતાં વ્યૂહાત્મક પહેલો અને માર્કેટિંગ પ્રથાઓ ઉપર ધ્યાન કેન્દ્રિત કરતાં વક્તવ્ય આપ્યું
ઇન્ડસ્ટ્રીમાં ખાદ્ય સુરક્ષા સાથે કોઈ બાંધછોડ થવી જોઈએ નહીં. આપણી માર્કેટિંગ વ્યૂહરચનાઓ વિશ્વભરના ગ્રાહકોને સુરક્ષિત અને ઉચ્ચ- ગુણવત્તાયુક્ત સ્પાઇસિસ ડિલિવર કરવાની કટીબદ્ધતા દર્શાવે છે.