ઘડિયાળના કાંટે વધતી મોંઘવારીથી સામાન્ય ધંધાર્થીઓ પણ રડવા લાગ્યા
18 દિવસ પહેલા
મેંદો, તેલ, ઘીના ભાવ વધતાં બ્રેડ ઉત્પાદકોની હડતાળ, વડાપાંઉનો ધંધો ઠપ્પ
સુરત: મોંઘવારીએ તમાચો મારતા સાવ સામાન્ય પૈપો કરનારાઓ પણ રડવા લાગ્યા છે. આ હકીકતની પ્રતિતિ સોમવારે શહેરીજનોને થઈ હતી. શહેરમાં પ્રથમવાર એકસાથે તમામ વિસ્તારોમાં વડાપાંઉનો ધંધો બંધ રહ્યો હતો. વડાપાંઉના વ્યવસાય સાથે જોડાયેલા હજારો લોકોએ સાગમટે ધંધી બંધ રાખવાની ફરજ પડતા લાખો લોકોએ ભોજન માટે અન્ય વ્યવસ્થા કરવાની ફરજ પડી હતી. પડિયાળના કાંટે વપતી જતી મોંથવારીને કારલો બ્રેડના ભાવમાં વધારો કરવા માંગતા ભટ્ટીવાળાઓને સમતોલ ભાવ નહીં મળતા તેઓ હડતાળ ઉપર ઉતર્યા હતા. ભઠ્ઠી બંધ રહેતા વડાપાંઉના બ્રેડનું ઉત્પાદન નહીં થતાં સોમવારે શહેરમાં વડાપાંઉ વેચાયા ન હતા.
ભઠ્ઠીવાળાની હડતાળથી પ્રથમવાર વડાપાંઉ નહીં વેચાયાઃ ૫૦ કિલો મેંદાનો ભાવ છ મહિનામાં ૧૨૦૦થી વધી ૨૨૦૦ થઈ ગયો
વડાપાંઉ ગરીબ અને સામાન્ય વર્ગ માટે ભોજન નહીં પણ આશરો બની ચુક્યા છે. સુરત શહેરના પ્રત્યેક વિસ્તારમાં વડાપાંઉની રેકડી કે ચેઈન શોપ ચાલી રહી છે. મહદ્અંશે લારી ઉપર વેચાતા વડાપાઉં ખરીદનારાઓને વર્ગ બહુ મોટો છે. સોમવારે વડાપાંઉનો ધંધો આકસ્મિક ધોરણે બંધ રહ્યો હતો. લ શહેરના મોટાભાગના વિસ્તારોમાં વડાપાંઉનું વેચાણ નહીં થવા પાછળ બ્રેડ બનાવતી ભઠ્ઠીવાળા જવાબદાર હોવાની હકીકત પ્રકાશમાં આવી હતી. દિવાળી અગાઉથી વડાપાંઉના ભેડને લઈ ભાવને મુદ્દે ભાંજગડ ચાલી રહી છે. બ્રેડ બનાવવા પાછળ થતી ઉત્પાદન કોસ્ટમાં વધારો થયો છે.
આ પંધા સાથે સંકળાયેલા ભઠ્ઠીવાળાઓએ કહ્યું કે, છેલ્લા છ મહિનામાં જ મેંદો, તેલ અને ધીના ભાવમાં તોતિંગ વધારો થયો છે. ૫૦ કિલો મેંદાની કિંમત જે ૧૨૦૦ રૂપિયા હતી તે આજે ૨૨૦૦ રૂપિયાએ પહોંચી છે. તેલના ભાવમાં પણ ₹૦૦ રૂપિયા વધ્યા છે. ઘી પણ મોથું થયું છે. એટલું જ નહીં, ભઠ્ઠીમાં કામ કરતા કારીગરો પણ દિવાળી અગાઉ તેમનું મહેનતાણું વધારવા ડિમાન્ડ કરી રહ્યાં છે. આને કારણે બ્રેડની પડતર કિંમતમાં વધારો થયો છે. બીજીતરફ બ્રેડના ભાવમાં વધારો નહીં મળતા તમામ ભઠ્ઠીઓ એક્સાથે બંધ રાખવા નિર્ણય લીધો હતો. જેને પગલે સોમવારે વડાપાઉના બ્રેડ બનાવતી તમામ ભઠ્ઠીઓ પોતાના કામકાજથી દૂર રહી હતી. ભઠ્ઠીઓ બંધ રહેતા વડાપાંઉના પાંઉ બન્યા જ નહોતા. જેથી ઘડાપાંઉ વેચનારા તમામધંધાથીઓએ ફરજિયાત ધંધો બંષ રાખવાની ફરજ પડી હતી. ભઠ્ઠીવાળાની હડતાળથી વડાપાંઉનો ધંધો બંધ રહ્યો હોવાનું શહેરમાં પ્રથમવાર બન્યું હતું.