રાજ્યમાં ખેતીની ઉનાળુ સીઝનમાં ઉત્સાહ વધ્યો, વાવેતર 107 ટકા

3 દિવસ પહેલા

Top News

ધોમધખતા તાપમાં ખેતરોમાં વાવણીનો ધમધમાટ

ગુજરાતમાં ચોમાસુ.શિયાળુ એટલે કે રવી અને ખરીફ સીઝનમાં કેટલીક જણસીનો મબલખ અને રેકોર્ડ પાક થયો છે ત્યારે ખેડૂતોમાં હવે ઉનાળુ સીઝનના વાવેતરમાં પણ ઉત્સાહ વધ્યો છે. રાજ્યમાં વાવેતર નોર્મલ ૧૧.૪૪ લાખ હેક્ટર સામે વધીને ૧૨.૨૯ લાખે પહોંચ્યું છે એટલે કે સો ટકાને પાર થઈને ૧૦૭ ટકા થયું છે અને હજૂ વાવેતર જારી છે. વાતાવરણ અનુકુળ રહેશે તો બાજરી-મકાઈ સહિતના પાકનું મબલખ ઉત્પાદન થશે.

નોર્મલ ૧૧.૪૪ લાખ હે. સામે ૧૧.૨૬ લાખ હેક્ટરમાં વાવણી: ડાંગર, બાજરી, મકાઈ, અડદ, મગ, તલના મબલખ પાકની આશા

સૂત્રો અનુસાર ડાંગરનો પાક દર વર્ષે સામાન્ય રીતે ૮૨,૮૮૨ હેક્ટરમાં લેવાતો હોય છે તેમાં આ વર્ષે ૫૪ ટકાનો તોતિંગ વધારો થયો છે અને ૧,૨૮, ૧૮૨માં બીજ રોપાયા છે. તો સૌરાષ્ટ્રમાં ઉનાળામાં ઘરે ઘરે ખવાતી ભાજરીનું વાવેતર પણ આશરે ૧૫ હજાર હેક્ટર વધીને ૩,૨૧,૧૦૭હેક્ટરમાં થયું છે. આ જ રીતે મકાઈનું વાવેતર પણ નોર્મલથી ૧૩ ટકા વધીને ૭૪૭૨ હેક્ટર, મગનું વાવેતર પણ ૫ હજાર હેક્ટર વધીને ૫૯, ૧૧૩ હેક્ટરમાં, અડદનું વાવેતર નોર્મલથી અને ગત વર્ષથી ૩પ ટકા વધારા સાથે ૩૦, ૧૯૯ હેક્ટરમાં થયું છે.

જ્યારે તેલિબીયામાં મગફળીનું વાવેતર પણ ૫૯, ૨૯૧ લેક્ટર સાથે જળવાઈ રહ્યું છે અને તલનું વાવેતર ૭હજાર હેક્ટર વધીને ૧,૨૨,૪૯૯ હે.માં થયું છે. શેરડીના વાવેતરમાં પણ ૨૫ ટકાનો વધારો નોંધાયો છે તો ડુંગળીના ભાવ જળવાઈ રહેતા તેનું વાવેતર પણ ૧૧ હજાર હેક્ટરમાં કરાયું છે. ઉપરાંત શાકભાજી, પાસચારાનું વાવેતર પણ ૧૦૦ ટકા થઈ ગયું છે. જો મીસમ અનુકૂળ રહે તો ડાંગર, બાજરી, મકાઈ, અડદ, મળ, તલ વગેરેનો મબલખ પાક થવાની આશા બંધાઈ છે.

GET FIRST UPDATE

Get the news in front line by Your email subscribe our latest updates