આગામી દિવસોમાં ચેરમેન અને વાઈસ ચેરમેનની ચૂંટણી યોજાશે

4 દિવસ પહેલા

Top News

વડોદરા જિલ્લા સંઘની ચૂંટણીમાં પણ મેન્ડેટ સામે બળવો થયેલો

ઊંઝા માર્કેટ યાર્ડની ચૂંટણી સંપન્ન થઈ છે. જેના જાહેર થયેલા પરિણામમાં ભાજપ સમર્થિત ખેડૂત વિભાગના પાંચ અને વેપારી વિભાગમાંથી એક મળી છ ઉમેદવારો જીત્યા છે. જયારે પૂર્વ ચેરમેન દિનેશ પટેલ જૂથમાંથી ખેડૂત વિભાગમાંથી પાંચ, વેપારી વિભાગમાંથી ૩ અને ખરીદ વેચાણ વિભાગમાંથી ૧ મળી કુલ ૯ ઉમેદવારો વિજેતા થયા છે. આગામી દિવસોમાં ઊંઝા માર્કેટના નવા ચેરમેન અને વાઈસ ચેરમેનની ચૂંટણી યોજાશે તેની ઉપર હવે સૌની મીટ મંડાઈ છે.

ખેડૂત વિભાગના વિજેતા ઉમેદવારો

(૧) પટેલ ભગવાનભાઈ શિવરામદાસ, કરણપુર (૧૭૩ મત) (ભાજપ)

(૨) પટેલ બળદેવભાઈ શિવરામદાસ, ઉપેરા (૧૬૦ મત)

(૩) પટેલ પ્રહેલાદભાઈ હરગોવિંદભાઈ, ભુણાવ (૧૮૪ મત) (ભાજપ)

(૪) પટેલ જયંતિભાઈ વીઠલદાસ, ટુડાવ (૧૫૫ મત)

(૫) પટેલ શૈલેષભાઈ તળશીભાઈ, કહોડા(૧૫૮ મત)

(૬) પટેલ લીલાભાઈ માધવલાલ, વરવાડા (૧૫૩ મત)

(૭) પટેલ રાજેન્દ્રકુમાર શંકરલાલ,વિશોળ (૧૫૨મત)

(૮) પટેલ કનુભાઈ રામભાઈ, બ્રાહ્મણવાડા (૧૮૨ મત) (ભાજપ)

(૯) પટેલ ધીરેન્દ્રકુમાર બાબુલાલ, લીંડી(૧૮૭ મત) (ભાજપ)

(૧૦) પટેલ અંબાલાલ જોઈતારામ, ખટાસણા(૧૮૦ મત) (ભાજપ) વેપારી વિભાગના વિજયી ઉમેદવારો

(૧) પટેલ નરેદ્રકુમાર કાનજીભાઈ, અપક્ષ (૩૨૩ મત).

(૨) પટેલ જયંતિભાઈ શંકરભાઈ, અપક્ષ (૩૧૩ મત)

(૩) પટેલ અમૃતલાલ મોહનલાલ, અપક્ષ (૨૨૬ મત)

(૪) પટેલ વિષ્ણુભાઈ વિઠલદાસ, ભાજપ (૨૫૮ મત)

ખરીદ વેચાણ વિભાગમાં બીનહરીફ

(૧) દિનેશભાઈ પટેલ

ભાજપના ઉમેદવારોનો પરાજય થયો હતો

વડોદરા જિલ્લા સંઘની ચૂંટણીમાં પણ મેન્ડેટ સામે બળવો થયેલો

વડોદરા અને છોટાઉદેપુર જિલ્લાની ખેડૂતોની સહકારી સંસ્થા જિલ્લા સહકારી સંઘમાં તમામ ૧૯ ડિરેક્ટરો બિનહરીફ ચૂંટાયા શ બાદ પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણીમાં ભાજપે મેન્ડેટ આપી મનમાની કરતાં બળવો થયો હતો અને તેમાં ભાજપના બંને ઉમેદવારનો પરાજય થયો હતો.

પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણીમાં ૧૯માંથી ૧૩ ડિરેક્ટરોએ સત્તાવાર ઉમેદવારને હરાવેલા

વડોદરા તેમજ છોટાઉદેપુર જિલ્લાની વિવિધ કાર્યકારી તેમજ દૂધ મંડળીઓ સહિતની સહકારી મંડળીઓ સાથે સંકળાયેલા વડોદરા જિલ્લા સહકારી સંઘની તાજેતરમાં યોજાયેલી ચૂંટણી દરમિયાન તમામ ૧૯ ડિરેક્ટર બિનહરીફ ચૂંટાયા હતા. મોટાભાગના ડિરેક્ટરો વર્તમાન પ્રમુખ પ્રવીણ મણીભાઈ પટેલની તરફેણમાં હતા. પરંતુ ભાજપની આંતરિક જૂથબંધીને કારણે પ્રદેશ મોવડી મંડળે છોટાઉદેપુરના મુકેશભાઈ પટેલને પ્રમુખ તરીકે તેમજ સાધીના ચંદ્રકાંતભાઈ પટેલને ઉપ-પ્રમુખ તરીકે મેન્ડેટ આપ્યો હતો.

પરંતુ પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી શરૂ થાય તે પહેલા પ્રમુખ પદે પ્રવીણભાઈ પટેલે તેમજ ઉપપ્રમુખ તરીકે કૌશિકભાઈ પટેલે બળવો કરી ઉમેદવારી કરી હતી. કુલ ૧૯ ડિરેક્ટરોમાંથી ૧૩ ડિરેક્ટરોએ ભાજપના મેન્ડેટ વિરુદ્ધ મતદાન કરતા પ્રવીણભાઈ પ્રમુખ તરીકે તેમજ કૌશિકભાઈ ઉપપ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યા હતા.

GET FIRST UPDATE

Get the news in front line by Your email subscribe our latest updates