ઊંઝા APMCની ચૂંટણીમાં ભાજપના મેન્ડેટવાળા આઠ ઉમેદવારો પરાજિત

4 દિવસ પહેલા

Top News

જાહેર થયેલાં પરિણામોમાં પૂર્વ ચેરમેન દિનેશ પટેલ જૂથનો દબદબો રહ્યો

એશિયાના સૌથી મોટા ઊંઝા માર્કેટ યાર્ડની યોજાયેલી ચૂંટણીના મંગળવારે આતુરતાઓ વચ્ચે પરિણામો જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં પૂર્વ ચેરમેન દિનેશ પટેલના જૂથનો દબદબો રહ્યો હતો. ભાજપનો મેન્ડટ મળવા છતાં ધારાસભ્ય કિરીટ પટેલ સમર્થક મોટાભાગના ઉમેદવારો હાર્યા હતા. જયારે રાજયના પૂર્વ મંત્રી નારાણ પટેલ પોતાના ઉત્તરાધિકારી પૌત્રને પણ જીતાડી શક્યા નથી. મોડેમોડે ભાજપે ખેડૂત વિભાગના ૧૦ અને વેપારી વિભાગના ૪ ઉમેદવારોને મેન્ડટ આપ્યા હતા. જેના લીધે સોમવારે થયેલા મતદાનમાં ભારે ક્રોસ વોટીંગ થતાં ભાજપ માત્ર પાર ઉમેદવારો જીત મેળવવામાં સફળ રહ્યો છે. પરિણામો જાહેર થયા બાદ વિજેતા ઉમેદવારના સમર્થકોએ વિજયોત્સવ મનાવી આતશબાજી કરી હતી.

મેિન્ડેટ આપવાની ભૂલ ભાજપને ભારે પડી

ઊંઝા એપીએમસીની ચૂટણી સમરસ કરવામાં પાછીપાની કરનાર ભાજપ દ્વારા ખેડૂત વિભાગની ૧૦, વેપારી વિભાગમાં ૪ મેન્ડટ આપવામાં આવ્યા લઈ ચૂંટણી અનિવાર્ય બનતા મેન્ડેટની અવગણના કરીને પક્ષના જ બે જૂથોએ પોતાના સમર્થીત ઉમેદવારોને ત્યજીતાડવા કમરકસી હતી. પરિણામ આવતા ભાજપના મેન્ડેડ આપેલ ૯ ઉમેવાદોરને હારનો સામનો કરવો પડ્યો છે. જેથી સમયસર મેન્ડેડ નહીં આપવાની ભૂલ ભાજપને ભારે પડીહોય તેવું સહકારી ક્ષેત્રમાં ચર્ચાઈ રહ્યું છે.

ઊંઝા માર્કેટયાર્ડના બોર્ડ ઓફ ડીરેકટર્સની ખેડૂત વિભાગની ૧૦, વેપારી વિભાગની ૪ અને ખરીદ વેચાણ વિભાગની ૧ મળી કુલ ૧૫ બેઠકો માટેની ચુંટણી જાહેર થતાં જ સત્તા મેળવવા માટે ભાજપના જ ત્રણ જૂથો આમનેસામને આવી ગયા હતા. ખરીદ વેચાણ વિભાગની એક બેઠક ઉપર એકમાત્ર દિનેશ પટેલનું ફોર્મ : રજૂ થતાં તેઓ [બીનહરીફ થયા હતા. ત્યારબાદ ખેડૂત અને વેપારી વિભાગની ૧૪ બેઠકોની ચૂંટણીમાં બળવાની સ્થિતી ખાળવા ભાજપ સંગઠને ભરપુર પ્રયત્નો કર્યા છતાં ચુંટણી લડવાની મક્કમતા જોઈને ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખે એકપણ ઉમેદવારને પક્ષનો મેન્ડેટ નહીં આપવાનો નિર્ણય કરાયો હતો.

પરંતુ મોડેમોડે ભાજપ દ્વારા ખેડૂત વિભાગના વિભાગના ૧૦ અને વેપારી ૪ ઉમેદવારોને મેન્ડેટ ઈશ્યુ કરવામાં આવ્યા હતા. જેમાં મોટાભાગના જૂના જોગીઓની બાદબાકી થઈ હોવાથી ભાજપના બન્ને જૂથોએ પોતાપોતાના સમર્થન ધરાવતા ઉમેદવારોની જીત અંકે કરવા માટે પ્રચારની ચોપાટ બિછાવવાનું શરૂ કરતાં ચૂંટણીની મડાગાંઠ વધુ ઘેરી બની હતી.જેનાથી મતદાનમાં વ્યાપક ક્રોસ મતદાન થવાની સંભાવના પ્રબળ બની હતી. સોમવારે માર્કેટ યાર્ડની ચૂંટણી અન્વયે અંદાજીત ૯૮ ટકા જેટલું મતદાન થયા બાદ ભાજપના તમામ ઉમેદવારોની જીત અંગે સવાલો સર્જાયા હતા. દરમિયાન, મંગળવારે યાર્ડના હોલમાં તંત્ર દ્વારા લોકોની આતુરતાઓ વચ્ચે મતગણતરી શરૂ કરવામાં આવી હતી.

જાહેર થયેલા પરિણામો પર દ્રષ્ટિપાત કરવામાં આવેતો ભાજપ સમર્થિત ૧૪ ઉમેદવારોમાંથી ખેડૂત વિભાગમાં પાંચ અને વેપારી વિભાગમાં માત્ર ૧ મળી છ ઉમેદવારોની જીત થઈ છે. જયારે પૂર્વ ચેરમેન દિનેશ જૂથના પાંચ ખેડૂત વિભાગમાંથી ૩ વેપારી । વિભાગમાંથી અને ખરીદ વેચાણ વિભાગમાંથી ૧ મળીને ૯ ઉમેદવારો વિજેતા બનતાં દબદબો જોવા મળ્યો હતો. ઉલ્લેખપાત્ર છે કે, આચૂટણીમાં ગ્રામ્ય મતદારોએ ભાજપના મેન્ડેટને અવગણીને પોતાની પસંદગીના ખેડૂત સમર્થિત ઉમેદવારોની તરફેણમાં મતદાન કર્યું હોવાનું ફલીત થઈ રહ્યું છે. આગામી દિવસોમાં ઊંઝા માર્કેટ યાર્ડના ચેરમેન અને વાઈસ ચેરમેનની યોજાનાર ચૂંટણી ખૂબ રસપ્રદ બની રહેશે.

ખેડૂત વિભાગમાં પરાજિત ઉમેદવારો

(૧) પટેલ ડાહ્યાભાઈ હરગોવનદાસ, સુણોક(૮૪ મત) (ભાજપ)

(૨) પટેલ હસમુખભાઈ કચરાભાઈ, ઊંઝા (૮૧ મત) (ભાજપ)

(૩) પટેલ રમણભાઈ ઈશ્વરભાઈ, ઉપેરા (૮૬ મત) હું ડ (ભાજપ)

(૪) પટેલ ધર્મેન્દ્રભાઈ જીવણભાઈ, અમુઢ ( ૮૪ મત) (ભાજપ)

(૫) પટેલ સુપ્રિત કુમાર ગૌરાંગભાઈ, ઊંઝા (૮૪ મત) (ભાજપ)

(૬) પટેલ મહેન્દ્રભાઈ લીલાચંદભાઈ, વરવાડા (૬૧મત)

(૭) પટેલ મહેન્દ્રભાઈ રામદાસ, ભુણાવ (૧૮ મત)

(૮) પટેલ કિરીટભાઈ કેશવલાલ, ઊંઝા (૧૪ મત)

(૯) પટેલ અરવિંદભાઈ સોમાભાઈ, ઊંઝા (૧૪ મત)

(૧૦) પટેલ અશ્વિનભાઈ બાબુભાઈ, કહોડા (૬૦ મત)

વેપારી વિભાગના પરાજીત ઉમેદવારો

(૧) પટેલ કનુભાઈ પરસોત્તમદાસ, ઊંઝા (૧૦૨ મત) (ભાજપ)

(૨) પટેલ પ્રહલાદભાઈ મોહનલાલ, રણછોડપુરા (૧૫૫ મત) (ભાજય)

(૩) જોષી ભાનુભાઈ શંકરલાલ, ઊંઝા (૧૯૯ મત) (ભાજપ)

ભાજપ સમર્થિત ૧૪માંથી ૮ ઉમેદવારો પરાજિત થયા

ઊંઝા એપીએમસીની ચૂંટણીમાં ફોર્મ ખેંચવાની અંતિમ તારીખ બાદ પોતાના ૧૪ ઉમેદવારોને મેન્ડેટ આપ્યા હતા. મંગળવારે જાહેર થયેલા પરિણામોમાં [ભાજપ સમર્થિત ૧૪ ઉમેવારોમાંથી માત્ર ૬ ઉમેદવારો જીતી શક્યા છે. જેમાં ખેડૂત/ |વિભાગમાંથી પાંચ અને વેપારીવિભાગમાંથી । |૧ વિજેતા ઉમેદવારનો સમાવેશ થાય છે.આ। ચૂંટણીમાં ગ્રામ્ય મતદારોએ શહેરી કલ્ચર સામે નારાજગી વ્યક્ત કરીને પોતાની પસંદગીના ખેડૂત સમર્થિત ઉમેદવારોની તરફેણમાં મતદાન કરીને ભાજપની રણનિતીને જાકારો આપ્યો છે.

GET FIRST UPDATE

Get the news in front line by Your email subscribe our latest updates