તેલબજાર ખુલતાવેંત ખાદ્યતેલોમાં રૂ.10 થી 85 નો તોતિંગ વધારો

07-11-2024

Top News

મગફળીનું વિક્રમી ઉત્પાદન છતાં તેના તેલના ભાવ વધે છે

ગત તા. ૩૧થી ગઈકાલ તા.૫ સુધી રાજકોટ સહિત સૌરાષ્ટ્રની તેલબજારોમાં દિવાળી વેકેશન બાદ આજે લાભપાંચમથી યાર્ડની સાથે તેલબજારમાં પણ સોદા શરુ થયા હતા. ખુલતાવેંત | ખાદ્યતેલોના ભાવમાં તોતિંગ વધારો ઝીંકી દેવાયો છે. જેમાં સિંગતેલમાં વધુ રૂ।.૧૦,કપાસિયામાં રૂ।.૫૦ અને પામતેલમાં સીધો રૂ।. ૮૫નો વધારો કરી દેવાયો છે. પૂર્વે તા. ૧૩ સપ્ટેમ્બરના ૧૫ કિલો કપાસિયા તેલનો નવો ડબ્બો રૂ।. ૧૮૩૦- ૧૮૮૦ના ભાવે અને પામતેલ રૂ।.૧૯૮૦-૧૯૮૫ના ભાવે વેચાતું હતું.

૩૦ ટકા ઈમ્પોર્ટ ડયુટી લાદવાની સાથે આ બન્ને તેલોના ભાવો સતત વધતા રહ્યા છે અને આજે કપાસિયા તેલમાં ૫૦ના વધારા સાથે નૂતન વિક્રમસંવંતના પ્રથમ સોદા રૂા.૨૨૩૦-૨૨૮૦ના ભાવે પડયા હતા. જ્યારે પામતેલ રૂા.૨૧૫૦- ૨૧૫૫ના ભાવ નોંધાયા છે. આમ, આશરે દોઢ માસમાં જ કપાસિયા તેલમાં ૧૫ કિલોએ રૂ।.૪૦૦ અને પામતેલમાં રૂા.૪૭૦નો વધારો થયો છે.

ઉઘડતી બજારે પામતેલમાં રૂા.૮૫નો અને કપાસિયા તેલમાં રૂા.૫૦નો વધારો ઝીંકાયો, સિંગતેલના ભાવ ઘટવાને બદલે તેમાં પણ રૂા. ૧૦ વધ્યા

મગફળીનું ગત વર્ષે ૪૬ લાખ ટન ને આ વર્ષે વે ૫૮ લાખ ટન ઉત્પાદન છે સામે ક અને યાર્ડ ખુલતાવેંત તેની ધોધમાર આવક થઈ રહી છે. ભાવ રૂા.૯૦૦થી ૧૨૫૦ સ્થિર છે છતાં બનાવતી તેલલોબી તેમાં સાઈડતેલોના પગલે ભાવવધારો ઝીંકી રહી છે. પખવાડિયા પહેલા એટલે કે દિવાળી પહેલા ૧૫ કિલો સિંગતેલ રૂ।.૨૫૧૦-૨૫૪૦ના ભાવે વેચાતું તેમાં રૂા.૧૨૫નો વધારો ઝીંકીને આજે રૂ।.૨૬૨૫-૨૬૭૫એ ભાવ પહોંચી ગયા છે. ઉલ્લેખનીય છે કે પામતેલ પેક્ડ ફૂડમાં વપરાય છે અને તે હેલ્થ કોન્સિયસ લોકો વાપરતા નથી, કપાસિયા તેલ કંદોઈ દ્વારા બનતા ફરસાણમાં વ્યાપક રીતે વપરાય છે. ફરસાણને વધુ સમય જાળવવા આ તેલો વપરાતા રહ્યા છે. જ્યારે સિંગતેલ ઘરે ઘરે તાજી રસોઈમાં ખવાતું હોય છે.

 

GET FIRST UPDATE

Get the news in front line by Your email subscribe our latest updates