ખાદ્યતેલોમાં તહેવારોની માગ વચ્ચે ભાવ ઉંચકાયા મલેશિયામાં નિકાસ વધતાં સ્ટોક ઘટયાના નિર્દેશો
26-10-2024
જો કે દિવેલ તથા એરંડા બજારમાં ભાવમાં દેખાયેલી પીછેહટ
મુંબઈ આયાતી પામતેલના ભાવ, રૂ. ૧૨૯૦ વાળા રૂ.૧૩૦૦ જ્યારે સોયાતેલ રિફાઈન્ડના ભાવ રૂ.૧૨૮૦ વાળા રૂ.૧૩૦૦ જ્યારે સોયાતેલ રિફાઈન્ડના ભાવ રૂ.૧૨૮૦ વાવા રૂ. ૧૩૦૦ ૨હ્યા હતા. સનફલાવરનાભાવ વેપી રૂ.૧૨૫૦ તથા રિફાઈન્ડના રૂ.૧૩૧૫ રહ્યા હતા. મસ્ટો-સરસવ તેલના ભાવ જો કે શાંત હતા જ્યારે મુંબઈ દિવેલના હાજર ભાવ આજે રૂ.૯ વર્ષતાં હાજર એરંડાના ભાવ કિવ.ના રૂ. ૩૦ વધ્યા હતા. મુંભઈ ખોળ બજારમાં જો કે એરંડા ખોળના ભાવ ટનના રૂ. ૫૦ રહ્યા હતા. જ્યારે સનફલાવર ખોળના ભાવ ટનના રૂ.૫૦૦ વધ્યા હતા. જ્યારે અન્ય ખોળો શાંત હતા.
દરમિયાન, એરંડા વાયદા બજારમાં પીછેહટ વચ્ચે ભાવ રૂ.૬૨૦૦ની અંદર બોલાતા થયાહતા દરમિયાન, મધ્ય પ્રદેશમાં આજે સોયાતેલ રિફાઈન્ડના ભાવ જાતવાર રૂ.૧૨૬૦થી ૧૨૮૨ રહ્યા હતા. સૌરાષ્ટ્ર ગોંડલ ખાતે ભાવ સિંગતેલના રૂ. ૧૫૦૦ તથા કોટન વોશના રૂ. ૧૨૩૦થી ૧૨૪૦ / રહ્યા હતા જ્યારે કોટન રિફાઈન્ડના ભાવ, રૂ.૧૨૮૫ તથા સોયાતેલ રિફાઈન્ડના રૂ.૧૨૫૦ રહ્યા હતા. જ્યારે કોટન રિફાઈન્ડના ભાવ રૂ. ૧૨૮૫ તથા સોયાતેલ રિફાઈન્ડના રૂ.૧૨૫૦ રહ્યા હતા. મુંદ્રા-હઝીરા ખાતે વિવિધ ડિલીવરીના ભાવ પામતેલના રૂ.૧૩૦૫થી ૧૩૧૫ તથા સોયાતેલના ભાવ રૂ.૧૩૦૦થી ૧૩૧૦ અને સનુફલાવરના ભાવ રૂ.૧૩૩૫ રહ્યાના નિર્દેશો મલેશિયામાં પામતેલનો સ્ટોક વધ્યાના વાવડ હતા.
મસ્ટર્ડ-સરસવની આવકો આજે રાજસ્થાનમાં ૧ લાખ ૪૦ હજાર જ્યારે ઓલ ઈન્ડિયા આવકો ૨ લાખ ૭૫ હજાર ગુણી આવી હતી. રાજસ્થાનમાં ભાવ રૂ.૨૫ વધી રૂ.૭૦૦થી ૯૭૨૫ રહ્યા હતા. સોયાબીનની આવકો આજે મધ્ય પ્રદેશમાં ૪ લાખ ૨૫ હજાર ગુણી તથા મહારાષ્ટ્રમાં ૨ લાખ ૫૦ હજાર ગુણી આવી હતી.
મધ્ય-પ્રદેશમાં ભાવ રૂ.૩૮૦૦થી ૪૯૦૦ રહ્યા હતા. મલેશિયાથી પામતેલની નિકાસ ઓક્ટોબરમાં અત્યાર સુધીના ગાળાના આશરે ૯થી ૧૦ ટકા વધી હોવાનું એમસ્પેકના સૂત્રોએ જણાવ્યું હતું. અમેરિકાના કૃપી બજારોમાં ઓવરનાઈટ ટ્રેડમાં સોયાતેલના ભાવ ૯૪ પોઈન્ટ વધ્યા હતા જ્યારે સોયાબીનના ભાવ ૧૨ પોઈન્ટ નરમ હતા સામે સોયાખોળના ભાવ ૪૯ પોઈન્ટઘટયાના સમાચાર મળ્યા હતા