ઠંડીના અભાવે જીરાના વાવેતર ઘટવાની શક્યતાથી બજારમાં તેજીનો ધમધમાટ

11-11-2024

Top News

આ વખતે જીરાના બિયારણની પૂછપરછમાં પણ ઘટાડો થયો છે.

ગ્લોબલ વોર્મિંગના કારણે દિવાળી ભાદ પણ હવામાન ગરમ રહેતા ગુજરાત, રાજસ્થાન સહિત દેશમાં રવિ પાકના વાવેતરમાં વિલંબ થઈ રહ્યો છે. જો કે, રાજ્ય સરકારે પણ આ બાબતે ખેડૂતોને વેઇટ એન્ડ વોચ કરવાનું માર્ગદર્શન પૂરું પાડેલ છે. શિયાળુ સિઝનમાં ચણા, જીરૂ, રાઈ, લસણ, ધાણા, ઘઉં, ચણા, ડુંગળી, મેથી જેવા પાકોનું વાવેતર મુખ્યત્વે થતું હોય છે હાલમાં શરૂ થયેલી રવિ સીઝનમાં પાકને અનુકૂળ વાતાવરણ નહિ હોવાથી ખેડૂત વર્ગ પણ ભારે મુંઝવણ અનુભવી રહ્યો છે. હજુ શિયાળાની ફૂલગુલાબી ઠંડીની મોસમ શરૂ થવાને પાંચેક દિવસનો થશે ચર્ચાઓને બજારમાં જરા જેવી ચીજોમાં ભાવોમાં ગરમી પકડાઈ છે. ગયા અઠવાડિયે ઊંઝા બજારમાં જીરાના ભાવોમાં ૨૫૦થી ૩૦૦ રૂપિયાનો ઉછાળો દેખાયો હતો.

સરેરાશ ભાવો ૪૫૦૦થી ૪૮૦૦ની આસપાસ રહ્યા હતા ગત વર્ષે રવિ સીઝનમાં જીરાના ૧૨૦૦૦ રૂપિયાના વિક્રમજનક ભાવોને કારણે જીરાનું વાવેતર વધીને ૫.૫૦ લાખ હેક્ટરમાં નોંધપાત્ર વાવેતર થયું હતું. હવે આ વર્ષે સારા ચોમાસાને કારણે તેમજ ખેડૂતોને અપેક્ષા પ્રમાણેના ભાવો નહિ હોવાથી જીરાના વાવેતરમાં ઘટાડો થવાની સંભાવના તેજ છે. જો આ વખતે જીરાના બિયારણની પૂછપરછમાં પણ ઘટાડો થયો છે. સારા ચોમાસાને કારણે ખેડૂતો આ વર્ષે ઘઉં તથા ચણા જેવા પાકો તરફ ફંટાયા હોય તેવી સ્થિતિ છે.

શિયાળાની જમાવટ નહિ થતા રવિ વાવેતરમાં ભારે વિલંબ

પ્રતિ વર્ષની સરખામણીમાં આ વર્ષે જીરાના વાવેતરમાં ૩૦થી ૪૦ ટકા ઘટાડો થવાની સંભાવના જોવામાં આવી રહી છે. આ વર્ષે જીરાના અડધાથી ઉપરાંત ભાવો ઘટીને ૫૦૦૦ની સપાટીએ તેમજ સારા ચોમાસાને કારણે પાણી વધુ હોવાથી ખેડૂતોને અન્ય પાકોનું વાવેતર કરીને પાક ફેરબદલી કરવાના મૂડમાં છે. આ ઉપરાંત જમીનમાં સારા પ્રમાણમાં રહેલો ભેજ જીરાના પાકને બગાડ ઉભો કરી શકે તેવી માનસિકતા ખેડૂતોમાં હોવાથી જીરાનું વાવેતર કપાશે તેવી ચર્ચા વ્યાપક બની છે. સૌરાષ્ટ્રના કેટલાક જીરાના વિસ્તારોમાં રાઈ, ચણા, ઘઉં જેવા પાકોનું વાવેતર પણ શરૂ કર્યા હોવાના અહેવાલો છે.

ઊંઝા બજારમાં જીરાના મુહર્ત સોદા બાદ ઠંડીની મોસમ નહિ પકડાતા અચાનક બજાર ઉછળતાં તેજી પકડાઈ છે. જીરાના નીચા ભાવોને કારણે નિકાસનું પ્રમાણ સારા પ્રમાણમાં ચાલી રહ્યું છે. ગત વર્ષ સપ્ટેમ્બર- ૨૦૨૩માં જીરાની લગભગ સાતેક હજાર ટન જેટલી નિકાસ થઈ હતી પરંતુ આ વર્ષે નીચા ભાવોને કારણે સપ્ટેમ્બર- ૨૦૨૪માં જીરાની વિદેશી ડિમાન્ડ વધતા નિકાસનું પ્રમાણ ડબલ કરતા વધીને લગભગ ૧૭૪૦૦ ટનની આસપાસ નોંધપાત્ર થઈ છે. જો કે હાજર બજારમાં અપેક્ષિત ઘરાકીનો અભાવ જોવા મળી રહ્યો છે. જીરા વાયદો પણ ઉછળીને પ્રતિ ક્વિન્ટલે રૂપિયા ૨૫,૭૦૦ની આસપાસ રહ્યો છે.જીરા ઉપરાંત લસણ તથા તલના ભાવોમાં પણ દિવાળી બાદ ઉછાળો જોવા મળી રહ્યો છે. શિયાળો શરૂ થતા તલ તથા લસણની ડીમાન્ડ ખુલી છે. વૈશ્વિક બજારમાં તલમાં ભારે તેજી છવાઈ છે. ભારતીય તલના ભાવો અન્ય દેશો કરતા ઉંચા હોવાને ધારણા પ્રમાણેના વૈશ્વિક ઓર્ડર મળી નહિ રહેતા બજારમાં સુસ્તી છવાઈ છે. વૈશ્વિક સ્તરે તલના ભાવો ૧.૩૦૦થી ૧૪૦૦ ડોલરની રેન્જમાં આવી છે. હાલમાં તલમાં ચીનની લેવાલી સારા પ્રમાણમાં ચાલી રહી હોવાના વેપારી અહેવાલો છે. લસણ બજારમાં પણ ભારે માંગ ખુલી હોવાથી ભાવોમાં ૨૦૦થી ૩૦૦ રૂપિયાનો ઉછાળો થયો છે. વેપારીઓના અહેવાલો પ્રમાણે આ વર્ષે લસણના બિષારયણની શોર્ટેજ હોવાથી બજારમાં માલ ઉપલબ્ધ ન હોવાથી બજારમાં તેજી છવાઈ છે.

લસણની વધતી જતી બજારને કારણે ખેડૂત વર્ગે પણ વેચવાલી અટકાવી વેઇટ એન્ડ વોચની સ્થિતિમાં આવી જતાં માલોની અછત વર્તાઈ રહી છે. મધ્યપ્રદેશમાં લસણનું વાવેતર સારા પ્રમાણમાં થતું હોય છે. અનાજમાં પણ ચોમાસા વાવેતરના પાકમાં માવઠાઓના કારણે ૧૫થી ૨૦ ટકા ભગાડની શક્યતા વર્તાઈ રહી છે. સાથે સાથે ૧૫થી ૨૦ ટકા બગાડની શક્યતા વર્તાઈ રહી છે. સાથે સાથે ઠંડીના અભાવને કારણે પણ અજમાના ઉત્પાદનમાં ઘટાડો થવાની દહેશત છે. હાલમાં ત્રણેક હજાર રૂપિયાની આસપાસ મર્યાદિત રેન્જમાં છે. ઘઉંના વાવેતરની પણ હાલમાં શરૂઆત થઈ રહી છે. ઘઉં બજારમાં હાલમાં અપેલિત ડિમાન્ડના અભાવે સુસ્તી વર્તાઈ રહી છે. મિલરો દ્વારા થઉંની ખરીદી વધશે ત્યારે બજાર સુપરશે તેવી વકી છે. સરકાર દ્વારા તાજેતરમાં ઘઉંના આટાની વેચાણની જાહેરાતોને કારણે મિલરોના ધંધા ઉપર અસર પડી છે. સરકારે ૩૦ રૂપિયે કિલો ભારત બ્રાન્ડ આટા તેમજ ૩૪ રૂપિયે કિલો ભારત ચોખાનું વિતરણ શરૂ કરતા સ્થાનિક ભજાર ઉપર ભારે અસર પડી છે.

GET FIRST UPDATE

Get the news in front line by Your email subscribe our latest updates