માવઠાને લીધે મુસીબતઃ કપાસ, મગફળી સહિતના ખેતીપાકનો સોથ વળી ગયો
21-10-2024
તાકિદે સર્વે કરાવીને વહેલી તકે યોગ્ય સહાય ચૂકવવા ઉઠેલી માંગણી
જેતપુરના ગ્રામીણ વિસ્તારમાં 1 એકાંતરા વરસતા વરસાદે જગતાતની ચિંતામાં વધારો કર્યો છે. હાલ છેલ્લા દસ દિવસથી જેતપુર અને તેના ગ્રામીલ વિસ્તાર એવા ખીરસરા, જેતલસર, ડેડરવા, અમરનગર, સેલૂકા, વિરપુર સહિત અન્ય ગામોમાં વરસતા વરસાદ થી ખેતી આધારિત આ તાલુકામાં ખેતીની મૌસમ શરૂ થતા મગફળી ખેડૂતોએ ઉપાડી હોવાથી ક્યાંક મગફળીના પાથરા પાણીના વહેણમાં તણાતા, તો ક્યાંક વરસાદી પાણી ભરાતા તરતા પાથરા, તો ક્યાંક પલળતા પાથરા જોવા મળી રહ્યા છે.
જેતપુર, લોધિકા, બગસરા પંથકનાં ખેતરોમાં તૈયાર પાકને નુકસાન
સાથે કપાસમાં આવેલો નવો હાલ પણ ખરી રહ્યો છે. ત્યારે ખેડૂતોને પારાવાર નુકશાની થઈ રહી છે. જગતાત ગણાતા ખેડૂતોને હાલ મોઢે આવેલો કોળિયો છીનવાતો જોવા મળી રહ્યો છે. હાલ જગતાતની ચિંતા વધતા સમગ્ર તાલુકામાં થયેલી નુકશાનીનો સર્વે કરાવીને તાત્કાલિક સહાય જાહેર કરવા ખેડૂતો માંગણી સાથે રજુઆત કરવામાં આવી છે.
મરચા, ડુંગળી, સોયાબીન, મગઠળી સહિત પાકના વાવેતરને પણ ભારે નુકસાન
લોધિકા તાલુકામાં છ થી સાત દિવસથી પવન સાથે સતત વરસાદ પડતા ખેડૂતોના મરચા, ડુંગળી, સોયાબીન, મગઠળી સહિત પાકના વાવેતરને પણ ભારે નુકસાન થયું છે મોંથા ભાવના ખાતર બિયારણ દવાઓનો ખર્ચ કરેલો હોય ત્યારે હવે પાક નિષ્ફળ થયો છે. હાલ પણ ખેતરમાં પાણી ભરાયા હોય ખેડૂતોમાં ચિંતાની લાગણી પ્રસરી છે. જેને લઈ તાત્કાલિક સરકાર દ્વારા સર્વે કરાવી મોલના નુકસાન થયું છે, તેનું વળતર આપવા માંગણી ઉઠી છે.
ચોમાસું પુરું થવા છતાં અવિરત વરસાદથી ચિંતાનો માહોલ
બગસરા પંથકમાં ચોમાસા દરમિયાન ૪૭ ઇંચ જેટલો વરસાદ પડયો છે. જેના હિસાબે અહીંનો મુંજીયાસર ડેમ પણ ભરાઈ ગયો છે. જયારે અવિરત પડી રહેલ વરસાદના લીધે ખેડૂતોની માઠી દશા બેસી ગઈ છે. મગફળી, કપાસ તેમજ સોયાબીન જેવા પાકોમાં વ્યાપક નુકસાન થયું છે. ભગસરા પંથકમાં ૨૯૮૯૫ હેકટર ખેતીની જમીન છે, જેમાં મગફળી ૪૭૮૪ હેક્ટરમાં અને કપાસ ૧૪૦૭૨ સેક્ટરમાં તેમજ સોયાબીન દ૫૨૪ હેક્ટરમાં વાવેતર કરવામાં આવેલું છે.
જેમાં વ્યાપક વરસાદ પાતાં મગફણીના પોપટામાંથી દાણા ઉગી ગયા છે. કપાસના ફૂલ ખરી ગયા છે. સૌથાધીનનો પાક બળી ગયો છે. જેથી ખેડૂતોને વ્યાપક નુકસાન સહન કરવાનો વખત આવ્યો છે. આવી કપરી સ્થિતિમાં સરકાર સહાય આપે તેથી માંગ કરી રહ્યા છે.