કીચન ગાર્ડન બનાવવા રાહત દરે શાકભાજીના બિયારણ તથા સેન્દ્રીય ખાતરનું વિતરણ

20-11-2024

Top News

બાગાયાત કચેરી જામનગર દ્વારા જાહેરાત

જામનગર જિલ્લાના દરેક નાગરીકો પોતાના કુટુંબની જરૂરિયાત પ્રમાણે તથા સ્વાસ્થ્યને હાનિકારક રસાયણ રહિત શાકભાજી નજર સામે જ ઉગાડી આખા વર્ષ દરમિયાન શાકભાજી મળી રહે તે માટે ઘર આંગણે ખેતી (કીચન ગાર્ડન)નું આયોજન કરવું જોઇએ.
 
ઘરની આસપાસ ખુલ્લી જમીન, છત કે બાલ્કનીમાં વિવિધ પ્રકારના શાકભાજી જેવા કે ભીંડો, ટમેટા, મરચા, રીંગણ, વાલોળ, પાપડી, ચોળી, તુરીયા, ગલકા, કારેલા, દુધી, કાકડી, મેથી, ધાણા, વગેરેનુ વાવેતર કરી શકે તે માટે નાયબ બાગાયત નિયામકની કચેરીના કેનિંગ અને કીચન ગાર્ડન વિભાગ દ્વારા રૂપિયા ૫ પ્રતિ પેકેટના ટોકન ભાવે શાકભાજી બિયારણના પેકેટ તથા સેન્દ્રીય તથા ઓર્ગેનિક ખાતર રૂપિયા ૧૦ પ્રતિ પેકેટના ટોકન ભાવે વિતરણ કરવામા આવે છે.
 
રસ ધરાવતા નાગરીકોએ કેનિંગ અને કીચન ગાર્ડન વિભાગ, નાયબ બાગાયત નિયામકની કચેરી, જિલ્લા સેવા સદન-૪, પ્રથમ માળ, રૂમ નં. ૪૮, સુભાષ પુલ પાસે, જામનગર (ફોનનં. (૦૨૮૮)૨૫૭૧૫૬૫) ખાતે રૂબરૂ સંપર્ક કરવા નાયબ બાગાયાત નિયામકશ્રી જામનગર દ્વારા જણાવવામા આવે છે.
GET FIRST UPDATE

Get the news in front line by Your email subscribe our latest updates