ભીંડામાં રોગોનો કહેર! 5 રોગોથી પાકને કેવી રીતે બચાવશો ?

12 કલાક પહેલા

Top News

ભીંડાના પાકમાં વિવિધ પ્રકારના રોગો પાકની વૃદ્ધિ અને ઉત્પાદનને ગંભીર અસર કરી શકે છે. ભૂકી છારો, પીળી નસનો રોગ, મૂળના ગંઠવા કૃમિ, સૂકારો અને પાનનાં ટપકાં જેવા રોગોનું સમયસર નિદાન અને યોગ્ય નિયંત્રણ કરવું ખૂબ જરૂરી છે.

 

સૌપ્રથમ ભૂકી છારો રોગ 


ઈરીસીફી સીકોરેશીરમ નામની ફૂગથી શુષ્ક અને ઠંડા હવામાનમાં ફેલાય છે, જેમાં પાન પર રાખોડી-સફેદ ધાબા પડે છે અને શિંગો કઠણ થઈ જાય છે,  જેના નિયંત્રણ માટે દ્રાવ્ય ગંધક, કાર્બેન્ડાઝીમ અથવા હેકઝાકોનાઝોલના છંટકાવ કરવા જોઈએ. 

બીજો મહત્વનો પીળી નસનો રોગ સફેદ માખી દ્વારા ફેલાતો વિષાણુજન્ય રોગ છે, જેમાં પાનની નસો પીળી પડી છોડની વૃદ્ધિ અટકે છે. તેના નિયંત્રણ માટે રોગ પ્રતિકારક જાતોનું વાવેતર, બીજને કીટનાશકનો પટ આપવો, રોગિષ્ટ છોડનો નાશ કરવો તેમજ મિથાઈલ ઓ-ડીમેટોન, ડાયમીથોએટ અથવા એસીફેટ અને ઈમીડાકલોપ્રીડના મિશ્રણનો છંટકાવ ઉપયોગી છે. 

ત્રીજો મૂળના ગંઠવા કૃમિનો રોગ ગોરાડુ જમીનમાં વધુ થાય છે, જેનાથી છોડ ઠીંગણો રહે છે અને મૂળ પર ગાંઠો જોવા મળે છે. ઉનાળામાં ઊંડી ખેડ, પાકની ફેરબદલી, લીમડા કે દિવેલીનો ખોળ, કાર્બોફયુરાન અથવા જૈવિક કૃમિ નિયંત્રક પેસીલોમાયસીસ લીલાસીનસનો ઉપયોગ દ્વારા તેનું નિયંત્રણ થાય છે. 

ચોથો સૂકારો રોગ ફયૂઝેરીયમ ફૂગથી થાય છે, જેમાં છોડ ક્રમશઃ પીળો પડી સૂકાઈ જાય છે અને જલવાહિનીઓ કાળી પડે છે. તેના નિયંત્રણ માટે બીજને કાર્બેન્ડાઝીમનો પટ આપવો, ઉનાળામાં જમીન તપાવવી, પાકની ફેરબદલી અને ટ્રાયકોડર્માનો છાણિયા ખાતર સાથે ઉપયોગ કરવો તેમજ થડ ફરતે કાર્બેન્ડાઝીમનું દ્રાવણ રેડવું હિતાવહ છે. 

પાંચમો પાનનાં ટપકાં નો રોગ ઓલ્ટરનેરીયા અને સરકોસ્પોરા ફૂગથી થાય છે, જેમાં પાન અને થડ પર બદામી કે કાળા ટપકાં થઈ પાન સૂકાઈને ખરી પડે છે; જેના નિયંત્રણ માટે મેન્કોઝેબ, કાર્બેન્ડાઝીમ અથવા હેકઝાકોનાઝોલના છંટકાવ કરવા ભલામણ કરવામાં આવે છે.

 

ભાજપના રાજમાં ખેડૂતોની હાલત ખરાબ! ખેડૂતનો આક્રોશ સાંભળીને રૂંવાડા ઉભા થઈ જશે!

GET FIRST UPDATE

Get the news in front line by Your email subscribe our latest updates