ચિકી-સાનીની સિઝનના પગલે જિલ્લાના યાર્ડમાં સફેદ-કાળા તલની માંગમાં ઉછાળો

19 દિવસ પહેલા

Top News

સફેદ તલ કરતા કાળા તલની વિક્રમજનક માંગ

આરોગ્યવર્ધક શિયાળાની ઋતુને અનુલક્ષીને ચીકી અને શક્તિનો રાજા સાનીની બનાવટ માટે તલની સીઝનલ માંગમાં ઉછાળી આવતા ભાવનગર શહેર અને જિલ્લાના માર્કેટીંગ યાર્ડોમાં સફેદ અને કાળા તલના ભાવમાં ક્રમશ તેજી જોવા મળી રહી છે. ભાવનગર, તળાજા અને મહુવા માર્કેટીંગ યાર્ડમાં દેવદિવાળી બાદ સફેદ અને કાળા તલની આવકમાં ઉત્તરોત્તર વધારો નોંધાઈ રહ્યો છે.

મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રમાં કમોસમી વરસાદને લીધે તલના ઉતારાને વિપરિત અસર, સૌરાષ્ટ્રના માર્કેટ યાર્ડમાં તલના ભાવમાં તેજીનો માહોલ

સૌરાષ્ટ્રમાં તલના ભાવમાં તેજીનો માહોલ સર્જાયો છે.ભાવનગર સહિત રાજયભરના જુદા-જુદા માર્કેટીંગ યાર્ડોમાં તલની આવકમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. આ સાથે તલના ભાવમાં પણ તેજી જોવા મળી રહી છે. હાલ તલના ભાવમાં અંદાજે રૂા ૫૦ સુધીનો વધારો થયો છે. ગત વર્ષ કરતા તલના પ્રમાણમાં સારા ભાવ મળી રહ્યા હોય જગતના તાત ખેડૂતો હરખાઈ રહ્યા છે. ભાવનગર અને અમરેલી સહિત સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં તલનું વાવેતર કરવામાં આવ્યું હતું.

દિવાળી બાદ તલના ભાવમાં મણદીઠ ઉછાળો આવ્યો છે. તલના ભાવમાં તેજીને લઈને આગામી ઉનાળુ વાવેતરમાં પણ વધારો થશે. ગત ચોમાસાની ઋતુ દરમિયાન ઉત્તરપ્રદેશ, મુખપ્રદેશ તેમજ રાજસ્થાનમાં માવઠાના કારણે કિંમતી પાક ઉપર વરસાદ વરસતા તેની અસરથી પાક અને ગુણવત્તા બગડતા ભાવનગર સહિત સૌરાષ્ટ્ર ગુજરાતભરના માર્કેટીંગ યાર્ડોમાં સફેદ અને કાળા તલના ભાવમાં તેજી વર્તાઈ રહી છે.

ઔષધીય ગુણ ધરાવતા કાળા તલ

કાળા તલને પોષક તત્વોનો ખજાનો ગણાવાય છે. તલના કારણે પાચનક્રિયા પણ સારી રહે છે તલ વાળથી લઈને ત્વચાને વધુ સારી બનાવે છે. તલમાં કેલ્શિયમ અને મેગ્નેશિયમ હોય છે જેથી તે લો બ્લડ પ્રેશરના દર્દીઓ માટે ફાયદાકારક છે. બ્લડપ્રેશર કન્ટ્રોલમાં રહેતા હૃદયરોગ જેવી બીમારીમાં રાહત મળી શકે છે. હૃદયને તંદુરસ્ત રાખવા મદદરૂપ તલ અને તલનું તેલ તણાવ ઘટાડવામાં સહાય કરે છે. આ ઉપરાંત શરીરમાં એન્ટી ઓક્સિડેન્ટ વધારવાની ક્ષમતા પર પણ તે પોઝીટીવ અસર કરે છે. તલના બીજમાં એન્ટી ઓકિસડન્ટ ગુણ મળી આવતા તેનું સેવન કરવાથી અલ્જાઈમરને રોકવામાં પણ મદદરૂપ છે.

કૃષિકારોના મંતવ્ય મુજબ ગત વર્ષોમાં તલના ભાવમાં આ રીતે ખાસ નોંધપાત્ર પ્રકારનો વધારો જણાઈ રહ્યો છે. ઓણ સાલ તલની પુરવઠા ખાથ પર તેજી વધી રહી છે. ભારતમાં અગાઉ ખરીફમાં અંદાજે અઢી લાખ જેટલો તથનો પાક અંદાજવામાં આવતો હતો. દરમિયાન પાક તૈયાર થયા બાદ બજારમાં આવતી વેળા મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં ખાબકેલા કમોસમી વરસાદથી તલના પાકની ગુણવત્તા પર અસર થતા તેનો ઉતારો પણ ઘટી ગયો હતો. સફેદ તલની તેજીએ કાળા તલને આંભી ગયા છે. દર વર્ષે સફેદ તલ જહેતા હોય છે.તળાજા માર્કેટીંગ પાર્કમાં તા.૨-૧૨ ને સોમવારે સફેદ તલના ઉંચા ૨૫૭૨ ભાવ અને કાળા તલના ઉંચા ૪૧૫૦ ભાવ બોલાયા હતા. મહુવા માર્કેટીંગ યાર્ડમાં તા.૨ ને સોમવારે સફેદ તલના ઉંચા ૨૫૫૫ અને કાળા તલના ઉંચા રૂા ૩૭૫૦ ભાવ બોલાયા હતા.જયારે ભાવનગર માર્કેટીંગ પાર્ટમાં તા.૩૦ ને શનિવારે સફેદ તલનો ૨૦ કિલોનો ઉંચો કરતા કાળા તલના ભાવ પ્રમાણમાં ઉંચા ભાવ રૂા ૩૦૦૭ બોલાયો હતો.

GET FIRST UPDATE

Get the news in front line by Your email subscribe our latest updates