દિવાળીમાં ગાયના છાણમાંથી સુશોભન રોગ પ્રતિકારક બની જશે ઘરની દિવાલો
29-10-2024
લોકસંસ્કૃતિને ઉજાગર કરવા લીંપણ કામની દિવ્ય પરંપરા
હિન્દુ ધર્મમાં તહેવારો દરમ્યાન ગાયના છાશનું વર્ષોથી પરંપરાગત રીતે મહત્વ રહેલું છે અને લોકો તહેવાર દરમ્યાન ગાયના છાણમાં ગૌમુત્ર સહિતની ચીજવસ્તુઓને મીશ્ર ગાર બનાવતા હોય છે ત્યારે ઝાલાવાડના ગ્રામ્ય વિસ્તારોમાં આજે પણ દિવાળીના તહેવાર દરમ્યાન મહિલાઓ દ્વારા લીપણ કામની પરંપરા જાળવી રાખવામાં આવી છે અને આ પરંપરા થકી લોક કરી સંસ્કૃતિ ઉજાગર થઈ રહી છે.
ગામડાના ઝુંપડા, કૂબા, ફળિયુ અને દિવાલોમાં ગાયના ગોબરમાંથી સુંદર સુશોભન કરી તહેવારોની ઉજવણી, આધુનિક યુગમાં ‘ગારકામ’ આરોગ્યવર્ધક
આ અંગે મળતી માહિતી મુજબ આજના, આધુનિક યુગમાં તેમજ કૉકીટમાં રણની જેમ વિકસતા શહેરોમાં દેશી ગાયનું છાણ શોષવું પણ મુશ્કેલ બની રહે છે અને લોકો પોતાના પર, ઓફીસ, દુધાનોની સાફ સફાઈ અને સજાવટ કરતા હોય છે ત્યારે સુરેન્દ્રનગર જલ્લાના લખતર સહિતના ગામોમાં આજે પણ મહિલાઓ ગાયના ગૌભરમાંથી ગાર કરીને સુશોભન કરતી હોય છે.
ત્યારે સુરેન્દ્રનગર જીલ્લાના લખતર શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોની અંદર આવેલ ઝુંપડા, કાચા કુબાઓ, ફળિયુ, દીવાલો સહિતની જગ્યાઓ ઉપર આજના સમયે પણ ગાયનું છાણ, ગૌ મૂત્ર, માટી, છાસ જેવી વગેરે વસ્તુઓને મિશ્રણ કરીને ગાર બનાવવામાં આવે છે.જે ગારને આજે પણ કુબા અને ઝુંપડામાં વસવાટ કરતી મધ્ય વર્ગન? મહિલાઓ દ્વારા હાથના ટેરવેથી લગાવીને ઘરને સજાવવા માટે અને રું ३५ આપીને લીપણ કામ કરતી હોય છે. જે લીપણ કામ ગામડાઓની પરંપરા રહેલી છે.
આ ગારકામ કરતા ઘરમાં પરની અંદર રોગપ્રતિકારક શક્તિમાં વધારો થતો હોય છે. જ્યારે વધુમાં ઘરમાં રોગ આવાની શક્યતાઓ ઘટી જતી હોય છે. આરોગ્યની દ્રષ્ટિએ ગાર ખુબ જ ઉપયોગી ગણાય છે.ત્યારે દિવાળીના તહેવારની પૂર્વ આજે પણ લખતર શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારની અંદર ગારકામ કરવાની પરંપરાઓ જોવા મળી રહી છે. જ્યારે અનેક વિસ્તારમાં ગારકામની પરંપરાઓ હાલ લુપ્ત થતી જોવા મળી છે.