દશપર્ણી અર્ક, સપ્ત ધાન્યાંકુર અર્ક, ફુગનાશક, મિલીબગ, થ્રિપ્સ, કૂકડ અને ફળમાં તિરાડ ન પડે તે માટે દવા બનાવવાની રીત
17-10-2024
ખેતીમાં રોગ નિયત્રંણ માટેની દવાઓ
- દશપર્ણી અર્ક બનાવવાની પધ્ધતિ:
૨૦૦ કીટર પાણી + ૨૦ લીટર ગૌમુત્ર + 2 કીગ્રા છાણ
આ મિશ્રણ લાકડીથી હલાવીને ૨ કલાક છાયામાં કોથળાથી ઢાંકવું જેથી જૈવ-રાસાયણીક બંધ તુટી જાય ત્યારબાદ
ઉપરોકત મિશ્રણ + ૫૦૦ ગ્રામ હળદરનો પાવડર +
૫૦૦ ગ્રામ આદુની ચટણી + ૧૦ ગ્રામ હીંગનો પાવડર +
-આ મિશ્રણ હલાવીને આખી રાત કોથળાથી ઢાંકવું.
- બીજા દિવસે સવારે
ઉપરોકત મિશ્રણ +
૧ કીગ્રા તીખી મરચીની ચટણી +
૫૦૦ ગ્રામ દેશી લસણની ચટણી +
૧ કીગ્રા તમાકુનો પાવડર,
આ મિશ્રણને ઢાંકીને વરસાદ અને તડકાથી દૂર છાયામાં રાખવું.
- ત્રીજા દિવસે સવારે
ઉપરોકત મિશ્રણ +
૨ કીગ્રા કડવા લીમડાની ડાળીઓ, પાન +
૨ કીગ્રા કરંજના પાન +
૨ કીગ્રા એરંડાના પાન +
૨ કીગ્રા સીતાફળ રામફળના પાન +
૨ કીગ્રા ધતુરાના પાન +
2 કીગ્રા બિલિ પત્ર + ૨ કીગ્રા નગોડના પાન +
૨ કીગ્રા તુલસીની ડાળી, પાન +
૨ કીગ્રા ગલગોટાના ફુલ, છોડ, પાન +
૨ કીગ્રા કડવા કારેલાના પાન +
૨ કીગ્રા પપૈયાના પાન +
૨ કીગ્રા આકડાના પાન +
૨ કીગ્રા કરંજના પાન +
૨ કીગ્રા આંબાના પાન +
૨ કીગ્રા જામફળના પાન +
૨ કીગ્રા હળદરના પાન +
૨ કીગ્રા આદુના પાન +
૨ કીગ્રા કરેણના પાન +
ર કીગ્રા દેશી/રામ બાવળના પાન +
૨ કીગ્રા બોરડીના પાન +
૨ કીગ્રા કુવાડીયાના પાન +
૨ કીગ્રા જાસુદના પાન +
૨ કીગ્રા સરગવાના પાન +
ઉપરોક્ત પૈકી પ્રથમ પાંચ ફરજીયાત લેવાના અને બાકી રહેલા માંથી કોઈપણ પાંચના પાન પસંદ કરવાં ત્યારબાદ આ મિશ્રણને પાણીમાં ડુબાડવું, ૩૦ થી ૪૦ દિવસ સુધી છાયામાં રાખવું અગાઉ મુજબ દિવસમાં સવાર-સાંજ, ૧-૧ મિનિટ માટે થડીયાળનાં કાંટાની દિશામાં હલાવવું પછી કપડાથી ગાળીને સંગ્રહ કરવો.
- છંટકાવ: પ્રતિ એકર ૨૦૦ લીટર પાણી + ૬ થી ૮ લીટર દશપર્શી અક
- સંગ્રહણ ક્ષમતા 6 મહીના સુધી ઉપયોગમાં લઈ શકાય
- નિયંત્રણઃ બધા જ પ્રકારની જીવાતો માટે, ઈવળો, બ્રિપ્સ.
- સપ્ત ધાન્યાંકુર અર્ક બનાવવાની પધ્ધતિ
૧૦૦ ગ્રામ તલ એક વાટકામાં લઈ, તલ ડુબે તેટલું પાણી નાખવું + ૧૦૦ ગ્રામ મગના દાણા + ૧૦૦ ગ્રામ અડદના દાણા + ૧૦૦ ગ્રામ ચોળીના દાણા + ૧૦૦ ગ્રામ મઠના દાણા + ૧૦૦ ગ્રામ દેશી ચણાના દાણા + ૧૦૦ ગ્રામ ઘઉંના દાણા
આ મિશ્રણ પાણીમાં ડુબી જાય તેટલું પાણી નાખવું. -ત્રીજા દિવસે સાનેવ ધાન્યને પાણીમાંથી કાઢી નાખવા પછી તેને સ્વચ્છ કપડામાં અંકુરીત થવા માટે લટકાવી દેવા અને પાણી ને સાચવવું. -૧ સેમી લંબાઈનો અંકુર થાય ત્યારે તેને બહાર કાઢી ચટણી બનાવવી.
- ત્યારબાદ
૨૦૦ લીટર પાણી + 10 લીટર ગૌમૂત્ર + ધાન્યનું પાણી + ધાન્યની ચટણી - આ મિશ્રણ બરાબર મિક્સ થઈ જાય ત્યા સુધી લાકડાના હાથા વડે હલાવ્યા બાદ કોથળાથી ઢાંકીને ૨ કલાક રાખવું પછી કપડાંથી ગાળવું અને ૪૮ કલાકમાં છંટકાવ કરવો.
છંટકાવ : ૪૮ કલાકમાં છંટકાવ કરવો. - સંગ્રહણ ક્ષમતાઃ ૪૮ કલાક સુધી ઉપયોગમાં લઈ શકાય.
- ફુગનાશક બનાવવાની રીત
(૧) ૨૦૦ લીટર પાણી + ૧૫ લીટર ગાળેલ જીવામૃત + ૫ લીટર ખાટી છાશ (ત્રણ દીવસની વાસી) -આ મિશ્રણનો છંટકાવ કરવો.
(૨) ૨૦૦ લીટર પાણી + ૨૦ લીટર ગાળેલ જીવામૃત. - આ મિશ્રણનો છંટકાવ કરવો.
(૩) ૨૦૦ લીટર પાણી + ૫ લીટર ખાટી છાસ (ત્રણ દીવસની વાસી)- આ મિશ્રણનો છંટકાવ કરવો.
(૪) –૫ કીગ્રા અડાયાને મોગરી વડે ભાગીને ચૂર્ણ બનાવવુ, એક કપડાની પોટલીમાં તેને બાંધીને તે પોટલી ૨૦૦ લીટર પાણીમાં આકૃતિ પ્રમાણે ૪૮ કલાક સુધી ભટકાવવી
- ૪૮ કલાક પછી પાણીનો રંગ બદલારો. પછી તેને બહાર કાઢી નીચોવવી અને ફરીથી પાણીમાં ડુબાડવી. આવું ત્રણ વખત કરવું પછી છંટકાવ કરવો.
- સંગ્રહણ ક્ષમતાઃ૪૮ કલાક સુધી ઉપયોગમાં લઈ શકાય.
- મિલીબગ માટે બનાવવાની રીતઃ
-દેશી બાવળની સૂકી શીંગો ભેગી કરી (બીજ સહીત) તેને ખાંડીને પાવડર બનાવી તેનો સંગ્રહ કરવો.
૫ લીટર પાણી + ૨૦૦ ગ્રામ બાવળનો પાવડર.
આ મિશ્રણ ઢાંકણ ઢાંકી ૨૪ કલાક સુધી રાખવું પછી કપડાથી ગાળવું.
- ત્યારબાદ
૨૦૦ લીટર પાણી + ૨ લીટર ગૌમુત્ર + બાવળનો અર્ક છંટકાવ કરવો
- સંગ્રહણ ક્ષમતા: ૪૮ કલાક સુધી ઉપયોગમાં લઈ શકાય
અથવા
૨૦૦ લીટર પાણી + ૫ લીટર ગૌમૂત્ર + ૫ કિગ્રા છાણ
- ૨૪ કલાક કોથળાથી ઢાંકી પછી કપડાથી ગાળવું ત્યારબાદ છંટકાવ કરવો.
- થ્રિપ્સ માટે બનાવવાની રીતઃ
૨ કીગ્રા કોંગ્રેસ ઘાસના ટુકડા + ૨ કીગ્રા લીમડાના પાન + ૧ કીગ્રા ગોળ + ૧ કીગ્રા મેદો + ૧૦ કીગ્રા ડુંગળીના ટુકડા + ૨૦ લીટર ગૌમૂત્ર + ૨૦૦ લીટર પાણી
-આ મિશ્રણ હલાવીને કોથળાથી ઢાયા બાદ ૪૦ દીવસ સુધી સડવા દેવુ, દરરોજ સવાર-સાંજ, ૧-૧ મિનિટ માટે વડીયાળનાં કાંટાની દિશામાં હલાવવું પછી કપડાથી ગાળીને સંગ્રહ કરવો.
સંગ્રહણ ક્ષમતા ૬ મહીના સુધી ઉપયોગમાં લઈ શકાય
અથવા
૨૦૦ લીટર પાણી + ૩ થી ૪ લીટર બ્રહમાસ્ત્ર ૩ થી ૪ લીટર અગ્નિાસ્ત્ર
- કૂકડ માટે
(૧) ૧૦૦ લીટર પાણી +
૨ થી ૩ કીચા ડુંગળીનો ૫૦૫ (માવો)
આ મિશ્રણનો ૨ કલાક પછી છંટકાવ કરવો
(૨) ૧ કીગ્રા નીંગોડીના પાન +
૨ લીટર પાણી પ૦% રહે ત્યા સુધી ઉકાળવું પછી ૨૫ લીટર પાણી ઉમેરવું.
-આ મિશ્રણનો છંટકાવ કરવો.
(૩) ૨૫૦ મીલી દેશી ગાયનું દૂધ +
૫૦૦ મીલી ગૌમૂત્ર +
૪૦૦ ગ્રામ હીંગ +
૧૦૦ લીટર પાણી
-આ મિશ્રણનો છંટકાવ કરવો.
- ફળમાં તિરાડ ન પડે તે માટે
૨૦૦ લીટર પાણી + ૧.૫ કીશ ખાંડ આ મિશ્રણનો છંટકાવ કરવો.
- દવા બનાવતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો
કોઈ પણ પકારની દવા તાંબાના વાસણમાં બનાવવાની નથી
દવા બનાવતી વખતે નાક પર ફરજીયાત કપડું બાંધવું
કોઈ પણ પ્રકારની ચટણી મિકસરમાં દળવાની નથી.
ગૌમૂત્ર, છાણ, દૂધ, છાશ વગેરે દેશી ગાયનું જ વાપરવું.
- જમીનનું માપ
1 હેક્ટર = 2.47 એકર = 6.25 વીઘા
1 એકર = ૨.૫ વીયા
1 મીટર = ૩.૨૮ ફુટ
1 ગુંઠો = ૩૨.૮૦ × ૩૨.૮૦ ફુટ
1 વીઘો (૧૬ ગુંઠાનો) = ૧૩૧.૨૦ × ૧૩૧.૨૦ ફુટ