જૂનાગઢ જિલ્લામાં ડીએપી ખાતરની અછતથી ધરતીપુત્રોને પડતી હાલાકી
11-11-2024
સમયસર ખાતર નહીં મળે તો રવી પાકને થશે વિપરિત અસર
રાજ્યમાં ડીએપી ખાતરની અછત ઠેરઠેર જોવા મળી રહી છે. જૂનાગઢ જિલ્લામાં પણ રવી સિઝનની શરૂઆત થતાની સાથે જ ખેડૂતોએ જીરૂ, ઘઉં, એરંડા અને રાયડો સહિતના પાકનું વાવેતર કર્યું છે. જેના કારણે રવી પાકના વાવેતર સાથે ડીએપી ખાતરની પણ જરૂરિયાત છે પરંતુ ખાતરની અછત સર્જાતા ખેડૂતોની હાલત કફોડી બની છે. ખાતર વેચાણ કરતા કેન્દ્રો પર પક્કા ખાવા પડે છે જેથી ખેડૂતોને રવી પાક બગડવાની ભીતિ સેવાઈ રહી છે.
તાલુકા મથકનાં વેંચાણ કેન્દ્રો પર ખેડૂતોને ધક્કા જ ખાવા પડે છે, નકલી ખાતરથી છેતરપિંડી થવાની પણ ભીતિ
જૂનાગઢ જિલ્લામાં ખેડૂતો રવિ પાકમાં થતા વાવેતરમાં જીરૂ, ઘઉં, એરંડો, પાણા, ચણા અને શાકભાજી સહિતના પાકોનું વાવેતર તરફ વળ્યા છે. જિલ્લાના ખેડૂતોએ આશાઓ સાથે મોથાભાવની ખેડભિયારણ પાછળ મોટા ખર્ચાઓ કરી પાકનું વાવેતરનો પ્રારંભ કર્યો છે. પરંતુ હાલ પાક માટે જરૂરિયાત ગણાતા ડીએપી ખાતરની અછત જોવા મળી રહી છે. ખેડૂતો પૂરતા જથ્થાના અભાવે ખાતર માટે વલખા મારી રહ્યાછે. એટલુંજ નહીં ગ્રામ્ય વિસ્તારમાં અમુકતાલુકાઓમાં તો ખાતર લેવા ખેડૂતોને પક્કા થઈ થઈ રહ્યા છે.
સમયસર પાકને ખાતર ન મળે તો પાક ઉત્પાદન પર મોટી અસર થવાની ભીતિના કારણે ખેડૂતોની હાલત દયનીય બની છે. રવિપાકની ખેતીનો મુખ્યત્વેસમયગાળો ૧૦૦ દિવસનો હોય છે. ખાતરની અછતથી પાકના ઉત્પાદનને અસર થશે. ખેડૂતો ડીએપીના વિકલ્પમાં ના છૂટકે યુરિયાની બોટલ અને ડીએપી પ્રવાહી લેવા મજબૂર બની રહ્યા છેઅનેખાતરનીઅસરથી ખાનગી વેપારીઓને આવક થઈ રહી છે. એટલું જ નહી બજારમાં નકલી ખાતરની છેતરપિંડીનો પણ ભોગ બની શકે તેમ છે.