આજે રાત્રે વાવાઝોડુ 'દાના'ઓડીશા કાંઠે ત્રાટકશે, ગુજરાતમાં સૂકું-ગરમ હવામાન
24-10-2024
દિવાળી પછી મૌસમમાં પલટો આવશે.
દેશમાં એક તરફ ગુજરાત સહિત રાજ્યોમાં વરસાદે માંડ વિરામ લીધો છે અને સૌરાષ્ટ્ર સહિત રાજ્યમાં આગામી દિવાળી સુધી સુકુ અને ગરમ હવામાન રહેવાની આગાહી છે ત્યારે તરફ બંગાળની ખાડીમાં સર્જાયેલ વાવાઝોડુ 'દાના 'પ્રચંડ રૂપ પરીને આવતીકાલે રાત્રિના કલાકના મહત્તમ ૧૨૦ કિ.મી.ની ઝડપે ઓડીશા અને બંગાળના કાંઠે ત્રાટકશે.
તેવી ચેતવણી જારી કરાઈ છે. આજે ઓડીશાના પારદીપથી ૪૯૦ અને અને પશ્ચિમ બંગાળના સાગર આઈલેન્ડથી ૫૪૦ કિ.મી.ના અંતરે રહેલ વાવાઝોડુ સિવિયર સાયકલોનિક સ્ટોર્મમાફેરવાઈ રહ્યું છે અને પ્રસિધ્ધ યાત્રાધામ પુરી તથા બાલેશ્વર સહિત ઓડીસાના જિલ્લાઓમાં અતિ ભારે વરસાદની ચેતવણી જારી કરાઈ છે. કેરલ, તમિલનાડુ, સહિત દક્ષિણ ભારતમાં અને પૂર્વોત્તર ભારતમાં પણ વરસાદની આગાહી છે.
ગુજરાતમાં સવારના સમયે આશ્ચર્યજનક ગરમી, દિવાળી નજીક છતાં મિશ્ર ઋતુ શરુ થઈ નથી, છૂટાછવાયા વાદળો જારી રહેશે
તો બીજી તરફ પંજાબમાં ધુમ્મસની આગાહી છે. ગુજરાતમાં સવારનું તાપમાન હાલ દિવાળી પૂર્વેના સભ્યમાં હોય તેના કરતા ૫ સે. વધારે રહે છે જેના પગલે લોકોને મિશ્રઋતુનો અનુભવ આ વર્ષે થતો નથી અને તેના બદલે ચોમાસા પહેલા હોય તેવો બફારો અનુભવાય છે. તડકો શરુ થતા બપોરનું તાપમાન હજુ ૨-૩ સં.વધવાની આગાહી છે. આજે પણ રાજકોટ, ભૂજ, નલિયા, અમદાવાદ, સુરેન્દ્રનગર, વલ્લભવિદ્યાનગર, સહિતના સ્થળે પારો ૩૯ સે.એ પહોંચ્યો હતો જયારે ડીસામાં ૩૭ અને કંડલામાં ૩૭.૭ સે.તાપમાને અસહ્ય ગરમી અનુભવાઈ હતી.