ખેડૂતો માટે કપાસના ભાવ 175 ઘટયા, છતાં કપાસિયા તેલના ભાવ 500 વધ્યા
09-11-2024
કપાસના ઓછા ભાવ છતાં તેલના ભાવ ઊંચા હોવાની ફરિયાદ
ખાદ્યતેલોના ભાવ ઉપર સરકારી તંત્રની કોઈ લગામ જ ન હોય ભાવમાં કૃત્રિમ વધઘટ અને ખાસ તો વધારો કરવાનો જાણે કે પીળો પરવાનો આપી દેવાયો છે. હાલ માર્કેટ યાર્ડમાં ઢગલામોઢે કપાસ ઠલવાઈ રહ્યો છે અને તેના ભાવ ગત 1 બે માસ પહેલા જે હતા તેમાં સરેરાશ રૂ।.૧૭૫ જેટલો ઘટાડો થયો છે, એટલે કે ખેડૂતોને એટલા ઓછા ભાવ મળે છે પરંતુ, તેની સામે કપાસિયા તોતિંગ વધારો ઝીંકી દેવાયો છે. આજે કે તા.૮ નવેમ્બરે તેલ લ બજારમાં કપાસિયા તેલમાં રૂ।.૨૦નો વધારો થતા પ્રતિ ૧૫ કિલો તેલનો ડબ્બો રૂા.૨૨૫૦થી ૨૩૦૦ના ભાવે સોદા થયા હતા.
મોંઘવારીની રમતઃ ૧૫ કિલો કપાસિયા તેલનો ડબ્બો રૂ।.૧૮૦૦થી વધીને રૂ।.૨૩૦૦નો થયો,૨૦ કિલો કપાસના ભાવ રૂ.૧૭૦૦થી ઘટીને ૧૫૫૦ !
આજ કપાસિયા તેલનો ભાવ તા.૯ સપ્ટેમ્બરે રૂ।.૧૭૭૦-૧૮૦૦નો હતો એટલે કે બે માસમાં [ પુરા રૂા.પાંચસોનો વધારો થયો છે. જ્યારે રાજકોટ પાર્ડમાં કપાસના ભાવ તા.૯ સપ્ટેમ્બરના દિવસે ભાવમાં બે માસમાં રૂા.૫૦૦નો । રૂા. ૧૫૫૦-૧૭૨૨ હતા તે આજે બે માસ પછી અને કપાસની સીઝનમાં તા.૮ નવેમ્બરે ઘટીને રૂ।.૧૩૭૫-૧૫૫૦ થયો છે. એટલે કે રૂ।.૧૭૫નો ઘટાડો થયો છે. માંગ-પૂરવઠા મૂજબ કપાસિયા તેલના ભાવ પણ ઘટવા જોઈએ તેના બદલે માત્ર વધ્યા નથી પણ બેફામ વધ્યા છે.
આ જ રીતે મગફળીના આ વર્ષે મબલખ ૫૮ લાખ ટનના ઉત્પાદનના પગલે તેના ભાવ પણ દબાયા છે પરંતુ, આમ છતાં સિંગતેલમાં ધીમી ગતિએ તેમાં વધારો કરાતો રહે છે.