કોથમીર-આદુ અને ટામેટાના કિલોના ભાવ રૂ.100ને પાર

21-10-2024

Top News

દિવાળી પહેલા શાકભાજીના મોંઘા ભાવથી હોળી

ગુજરાત રાજ્યમાં ભારે વરસાદને કારણે આ વખતે ખેતીને વ્યાપકપણે નુકસાન પહોચ્યુ છે. શાકભાજીને વ્યાપક નુકસાન થયુ છે. અવિરતપપણે વરસતા વરસાદને લીધે શાકભાજીની આવકમાં ધરખમ ઘટાડો છે. આ જોતાં શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે તેમાંય કોથમીર, આદુ અને ટામેટાના ભાવે તો સેન્ચુરી વટાવી દીધી છે.

વરસાદને કારણે શાકભાજીને પણ વ્યાપક નુકસાન દિવાળી નજીક છે ત્યારે રસોડાનું બજેટ ખોરવાયું

આ વખતે મેઘરાજાએ જાણે ગુજરાતમાં અડિંગો જમાવ્યાં છે. ગુજરાતમાં ઘણાં એવા જિલ્લા છે જ્યાં ૧૦૦ ટકાથી વધુ વરસાદ વરસ્યો છે. હજુય અવિરતપણે વરસાદ વરસી રહ્યો છે પરિણામે ચોમાસુ પાક તો તબાહ થયો છે. ખેડૂતોના મોમાંથી કોળિયો છિનવાયો હોય તેવી સ્થિતી સર્જાઈ છે. ખેતીના સાથે સાથે શાકભાજીને પણ મોટુ નુકસાન  પહોચ્યુ છે.

વરસાદી પાણીને કારણે ખેતરોમાં શાકભાજી કહોવાઈ જાય તેવો ભય ઉભો થયો છે ત્યારે બજારમાં શાકભાજીની આવકમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.

અત્યાર સુધીમાં ટામેટાનો કોઈ લેવાલ ન હતો ત્યારે હવે ટામેટાં પણ કિલોના રૂા.૧૦૦-૧૨૦ના ભાવે વેચાઈ રહ્યાં છે. કોથમીર પણ છુટક બજારમાં ૧૦૦ રૂપિયે વેચાઈ રહ્યુ છે. ડુંગળીના પણ કિલોના ભાવ રૂા.૭૦ સુધી પહોંચ્યા છે. તો આદુનો એક કિલોનો ભાવ રૂા. ૧૪૦ થયો છે. બટાકા પણ કિલોના રૂા.૫૦ના ભાવે વેચાઇ રહ્યાં છે.

વરસાદને લીધે ગુજરાતમાંથી જ નહીં, અન્ય રાજ્યમાંથી આવતાં શાકભાજીનો જથ્થો પણ ઘટ્યો છે. શાકભાજીના વધતા ભાવોએ રસોડાનું બજેટ ખોરવ્યુ છે. આ કારણોસર હોટલ રેસ્ટોરન્ટ માં અસર જોવા મળી રહી છે. વેપારીઓનું કહેવુ છેકે, જ્યાં સુધી વધુ આવક નહી આવે ત્યાં સુધી શાકભાજીના ભાવમાં ઘટાડો થાય તેવા એંધાણ નથી. દિવાળીના તહેવારો નજીક આવી રહ્યાં છે ત્યારે શાકભાજી મોંથી થઇ છે

GET FIRST UPDATE

Get the news in front line by Your email subscribe our latest updates