કોથમીર, લીંબુના ભાવમાં 100 ટકાનો વધારો, ટમેટા પણ 40 ટકા મોંઘા થયા, સૂકાં લસણના ભાવમાં 150 ટકાનો વધારો થયો
01-11-2024
ગઈ દિવાળીની સાપેક્ષમાં શાકભાજીના ભાવ બમણાં
ગત વર્ષ ઈ.સ. ૨૦૨૩ની દિવાળીની સાપેક્ષે માર્કેટ યાર્ડોમાં શાકભાજીના ભાવમાં અસક્ષા અને અસામાન્ય વધારો આજે દિવાળીના દિવસે પણ જારી રહ્યો છે, લીંબુ, બટેટામાં ૧૦૦ ટકાનો, ટમેટાંમાં ૪૦ ટકાનો અને લસણના ભાવમાં ૧૫૦ ટકા જેવો તોતિંગ વધારો થયો છે અને ગુજરાતમાં શાકભાજીનું વાવેતર રાબેતામુજબ થવા છતાં ભારે વરસાદની આડમાં અને હાલ સતત સુકુ હવામાન હોવા છતાં મોટાભાગના લીલા શાકભાજીમાં ગત વર્ષની સાપેલો બેફામ ભાવવધારો કરી દેવાયો છે.
રાજકોટ યાર્ડમાં ગત વર્ષે સુકા લસણનો ભાવ પ્રતિ ૨૦ કિલોના રૂ।. ૧૩૭૫-૨૨૮૦ ૨હ્યો હતો. આ વર્ષે ૧૫૦ ટકાનો તોતિંગ વધારો થયો. વાર્ડ બંધ થતા પૂર્વે આ દિવાળીએ લસણ રૂ।.૪૦૦૦થી ૫૪૨૫ના ભાવે વેચાયું હતું. રૂ।. ૧૩૦થી ૩૭૦ના મણ લેખે વેચાતા તેના ભાવ બમણાં થઈ ગયા છે. આ વર્ષે રૂા.૩૦૦થી ૭૩૦ના ભાવે ઘણા સમયથી સોદા થઈ રહ્યા છે. ડુંગળીના ભાવ વચ્ચે ઘટીને વધ્યા છે પરંતુ, ગત દિવાળીની સાપેક્ષે સ્થિર રહ્યા છે.
શાક, દાળ સહિત અનેક ખાદ્યચીજોમાં વપરાતા લીંબુના ભાવ ઉનાળામાં વધતા હોય પરંતુ ચોમાસા માં તેનો પાક બજારમાં આવે ત્યારે ભાવ ઘટતા હોય છે. ગત વર્ષે રૂા.૫૫૦થી ૯૫૦ના ૨૦ કિલો લેખે પાર્ડમાં વેચાતા લીંબુના ભાવ આ વર્ષે રૂા.૧૦૫૦-૧૮૫૦એ પહોંચી ગયા છે, એટલે કે સીધા ડબ્બલ. ટમેટા ઈ. ૨૦૨૩ની દિવાળીએ પ્રતિ ૨૦ કિલો રૂ।.૨૮૦થી ૫૦ના ભાવે વેચાતા તે આ વર્ષે ૪૮૦થી ૭૨૦ એટલે કે આશરે ૪૦ ટકા જેવો વધારો થયો છે અન્ય શાક પણ મોંઘુદાટ થયું છે.
દાળ,શાકમાં કાયમ વપરાતી કોથમરીનો ભાવ ગત વર્ષે મહત્તમ પ્રતિ મણ રૂ।. ૧૨૦૦ સામે આ વર્ષે રૂ।. ૨૪૦૦થી વધુ છે. ગત વર્ષે દિવાળી ટાણે ગુવાર, સરગવો, આદુ જેવા ત્રણ-ચાર શાકના ભાવ જ ૧૦૦૦એ પહોંચ્યા હતા, આ વર્ષે કોથમીર, સુરણ, વાલોળ, ચોળાસિંગ, ગુવાર, ભીંડો, ફુલાવર, રીંગણા, સરગવો, પરવર, લીલી મેથી, વાલ સહિત લગભગ તમામ શાકના ભાવમાં તોતિંગ વધારો ઝીંકાયો છે. ઉપરોક્ત ભાવ એ યાર્ડમાં ખેડૂતોને મળતા ભાવ છે, ગૃહિણીઓને તેના કરતા કમસેકમ બમણા ભાવે બજારમાં શાકભાજી મળતું હોય છે.