મહુવા શુગરને એડવાન્સ રૂા. ૧૦ કરોડ અપાતા સુમુલના કારભાર અંગે સ્ટેટ રજીસ્ટ્રારને ફરિયાદ
29-12-2024
પશુપાલકોમાંથી વિશ્વાસ ઉઠી જવાની ભીતિ
સુરત જિલ્લાની મહુવા શુગર ફેક્ટરીને મોલાસીસના એડવાન્સ પેટે ચૂકવેલા રૂા.૧૦ કરોડને લઈને સુમુલના આઠ ડીરેક્ટરોએ વાંધો ઉઠાવતા સુમુલમાં ચાલી રહેલ કારભારને લઈને રાજય રજિસ્ટારમાં એક રજુઆત કરીને આ કેસમાં ગુજરાત સહકારી કાયદાની અલગ અલગ કલમ હેઠળ કાર્યવાહી કરવા માંગ કરાઈ છે. સાથે જ તપા, કરીને યોગ્ય કાર્યવાહી કરશો નહીંતર પશુપાલકોનો વિશ્વાસ ઉઠી જરો.
સુમુલના આઠ ડિરેકટરોએ લેખિત વાંધો રજૂ કર્યો હતો તેની કોપી રજીસ્ટ્રારને મોકલાઈ
તાજેતરમાં જ સમુલ ખાતે મળેલી બોર્ડ મીટીંગમાં મહુવા ખાંડ ઉદ્યોગને મોલાસીસ ખરીદી પેટે એડવાન્સમાં આપેલા રૂા.૧૦ કરોડને લઈને આઠ | ડીરેકટરોએ લેખિતમાં વાંધો હતો. સુમુલ પાસે ૪૫૦૦ ટનનો મીલાસીસનો સ્ટોક છે, મહુવા શુગર પાસે ૧૦ હજાર ટન મોલાલીસ પુરુ પાડવાની ક્ષમતા નથી. છતા રૂા. ૧૦ કરોડની માતબર રકમ ચૂકવી દેવાઈ છે. તે અંગે બોર્ડ ઓફ ડીરેક્ટર્સની મીટીંગમાં કોઈ ઠરાવ પણ કરાયો નહોતો. સંસ્થામાં નાનામાં નાની વસ્તુ ખરીદવા માટે ઈ-ટેન્ડર થતુ હોવા છતાં જંગી રકમ મોલાસીસ માટે ચૂકવી ગેરકાયદેસરતા આચરી છે. આઠ ડિરેકટરોના આ વાંધાની કોપી રાજ્યના રજીસ્ટ્રારને મોકલી અપાઇ છે.
ચેક ઉપર સહી કરવામાં સુચના તથા મંજુરી આપેલ હોય તે તમામ સુંદર રકમ ચૂકવવા ભાબતે અંગત રીતે જવાબદાર ગણાય છે. આ સમ્રગ વ્યવહાર જ ગેરકાયદે હોય અને ઠરાવ દ્વારા બહાલી આપવામાં આવી હોવાથી સંસ્થા વિરુદ્રનું કાર્ય કરેલ હોયઅને પોતાના હોશના દુરૂપયોગ કેરેલ હોય તેવા સંજોગોમાં આ વ્યવહારમાં સામેલ તમામ અધિકારીઓ અને હોદેદારો વિરુદ્ધ પશુપાલકોના હિતમાં ગુજરાત સહકારી કાયદાની કલમ ૭૬ (બી), ૮૬ અને ૯૩ અન્વયે તાત્કાલિક કાર્યવાહી કરવી જોઈએ.
નહીંતર હજારો પશુપાલકોના નાણાંનો દેખીતી રીતે જ દુરપયોગ થયો પશુપાલકોનો સહકારી તંત્રમાંથી વિશ્વાસ ઉઠી જશે.