માળિયા મિંયાણાના સરવડ ગામે બોગસ ખેડૂત ખાતેદાર બની ગયાની ફરિયાદ

19-05-2025

Top News

જિલ્લામાં બોગસ ખેડૂત ખાતેદાર વિરૂધ્ધ ફોજદારી ફરિયાદનો પ્રથમ કિસ્સો

માળિયા મિંયાણા તાલુકાના સરવડ ગામે રહેતા ખેડૂતે ભાંગસ સોગંદનામા અને બોગસ વારસાઈ આંબાને આધારે પોતાની સગી દીકરી ન હોવા છતાં અન્ય મહિલાનું નામ સોગૂંદનામા અને વારસાઈ આંબામાં દર્શાવી બોગસ ખેડૂત ખાતેદાર બની ગયા હોવાની ફરિયાદ ગામના તલાટી કમ મંત્રીએ માળીયા મિંયાણા પોલીસ મથકમાં નોંધાવતા ખળભળાટ મચી ગયો છે. સંભવતઃ મોરબી જિલ્લામાં બોગસ ખેડૂત ખાતેદાર વિરુદ્ધ ફોજદારી ફરિયાદનો પ્રથમ કિસ્સો હોવાનું પણ સૂત્રો જણાવી રહ્યા છું.

બોગસ સોગંદનામું તેમજ બોગસ વારસાઈ આંબો આંબો તૈયાર કરનાર વ્યક્તિ વિરૂધ્ધ તલાટી - મંત્રીએ નોંધાવી ફરિયાદ

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના રહેવાસી કે. ડી. પંચાસરા ઉર્ફે લંકેશ નામના વ્યક્તિએ મોરબી જિલ્લા કલેક્ટરને લેખિતકરિયાદ કરી સરવડ ગામના રહેવાસી મહેશ પ્રભાશંકર રાવલે વર્ષ ૨૦૨૨માં ખોટું સોગંદનામું, ખોટ વાસાઈ આંબો બનાવી પોતાની સગી પુત્રી નહોવાછતાં પણ મોરબીમાં એતા હંસાબેન નામના મહિલાને સોગંદનામામાં તેમજ વારસાઈ આંબામાંપુત્રી તરીકે દર્શાવી ભોગસ મેડૂત ખાતેદાર બનાવ્યા હોવાની ફરિયાદ કરતા બનાવ અંગે જિલ્લા કલેકટર મોરબી અને માળિયા મિયાણા મામલતદારે તપાસ કરી હતી. જે તપાસના અંતે માળીયા મામલતદારે સરવડ ગામના તલાટીકમ મંત્રીને ફોજદારીફરિયાદ નોધાવવા આદેશ આપતા માળિયા મિયાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

માળીયા મિયાણા તાલુકાના સરવડ ગામના તલાટી કમ મંત્રી અજય વિજયભાઈ ખાંભરાએ માળીયા પોલીસ મથકમાં નોંધાવેલ ફરિયાદમાં મહેશ પ્રભાશંકર રાવલે કરેલા ખોટા સોગંદનામા દર્શાવેલ ઉંમર પણ ખોટી હોવાનું અને તેમની પુત્રી અને પિતા વચ્ચે સૌગંદનામા મુજબ માત્ર ચાર વર્ષનો જ હેર હોવાથી બોગસ ખેડત ખાતેદાર બનવા જ આ કૃત્ય આચર્યું હોવાનું દર્શાવી બોગસ સોગંદનામું, બોગસ વારસાઈ આંબો બનાવનાર મહેશ પ્રભાશંકર રાવલ તેમજ બોગસ સોગંદનામાના આધારે ખેડૂત બનનાર, વારસાઈ આંબાનો ઉપયોગ કરી જમીન ખરીદનાર, ખાતેદાર બનનાર તમામ તેમજ બોગસ ખાતેદાર બનવા ખોટા વારસાઈ આંબા બનાવવાની કાર્યવાહીના મદદ કરનાર તપાસમાં ખુલે તે તમામ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

GET FIRST UPDATE

Get the news in front line by Your email subscribe our latest updates