ઠંડીથી પાકને સારો એવો ફાયદો, જો ઝાકળ વર્ષા થઈ તો નુકસાન
6 કલાક પહેલા
ચોમાસામાં પાછોતરા વરસાદથી પાણીની સારી સગવડ
જૂનાગઢ, હાલ ઠંડીનું સારૂ એવું તારણ હોવાથી ખેતી પાકને અનુકૂળ વાતાવરણ થયું છે. શિયાળુ પાકમાં મુખ્યત્વે ઘઉં, ચણા, તુવેર, જીરૂ, પાણા, કલોંજી સહિતના પાકનું નું ખેડૂતો દ્વારા વાવેતર કરવામાં આવે છે. આ તમામ પાકને પ્રમાણમાં સારી ઠંડી પડે તો કુલાવરીંગમાં સારો એવો થાય તેમ છે પરતું આ અઠળ વાદકે વધુ પડતી ઠંડી પડે તો પાક બળી જાય છે.
ગત શિયાળામાં ઠંડી નહીવત જેવી રહી હતી. આ વખતે શિવાળાની શરૂઆતથી જ પાકને અનુકૂળ આવે તેવું ઠંડુ વાતાવરણ રહ્યું ચોમાસાની સિઝનમાં પાછોતરા વરસાદના કારણે આ વખતે પાણીની પણ સારી એવી છેત છે. સૌ જ શિયાળુ પાક પણ ખુબ મહત્વનો છે. શિયાળામાં ખેડૂતો દ્વારા ચણા, તુવેર, ઘઉં, જીરૂ, | ધાણા સહિતના પાકનું વાવેતર કરવામાં | આવે છે. હાલ શિયાળાને અનુકુળ ઠંડી હોવાથી દરેક પાકને સારો એવો ફાયદો થતો હોવાનું ખેડૂતો દ્વારા જણાવવામાં આવ્યું છે.
ઘઉં, ચણા, તુવેર, ધાણા, જીરૂ સહિતના પાકનાં ફ્લાવરિંગ સમયે અનુકૂળ વાતાવરણ હોવાથી સારાં ઉત્પાદનની આશા
હાલ તમામ પાકમાં ફ્લાવરીંગનો સમય છે. ફ્લાવરીંગનો | સમય હોવાથી ઠંડીની ખુબ જરૂર રહે છે. હાલમાં ઠંડી પણ પુરતા પ્રમાણમાં પડતી હોવાથી ફ્લાવરીંગમાં તમામ પાકને ફાયદો થાય તેમ છે. જો વાતાવરણ સારૂ રહ્યું તો આ વખતે શિયાળુ પાકનું સારૂ એવું ઉત્પાદન થાય તેવા અણસાર જોવા મળી રહ્યા છે. પરંતુ જો ઝાકળ વર્ષા કે વધુ પડતી ઠંડી પડી તો આ તમામ પાકનું ફુલાવરીંગ | બળી જાય અને ઉત્પાદનમાં પણ ખુબ મોટો ઘટાડો થાય છે.