ધોરણ સાત પાસ ઓટોમોબાઇલ એન્જિનિયર.
28-09-2024
આવડત ક્યારેય કોઇની મહોતાજ નથી હોતી, અને પોતાની આવડત સાથે ઘગશ ઉમેરાય તો પહાડ જેવડા મોટા પરિણામ મળે તે ચરિતાર્થ કર્યું છે છોટાઉદેપુર જીલ્લાના આદિવાસી યુવાન નંદુ નાયકાએ.
એક આદિવાસી પાક્યો હતો મહાભારતમાં એકલવ્ય જેને પોતાના કૌવતથી ગુરુ દ્રોણાચાર્ય સહિત મોટા મોટાના મોઢા બંધ કરી દિધા હતા અને બિજો આદિવાસી થયો નંદુ નાયકા, નંદુ એ પણ પોતાની હોશીયારીથી સૌને ચકિત કરી દિધા
નંદુની સરખામણી એકલવ્ય સાથે એટલે કરી કે બંન્નેને વિદ્યા મેળવવાની ભૂખ હતી પણ મજબુરી જ મોટી ગુરુ સાબીત થઇ. બચપનથી ટ્રેકટર બનાવવાનું સપનું જોતા નંદુએ પરિસ્થિ સામે હાર માનવાને બદલે પોતાની શક્તિ શીખવા તરફ વાળી અને પરિણામ સ્વરૂપ ટ્રેક્ટર તૈયાર કર્યુ.
બાઈટ- રમણભાઈ નાયકા, ગ્રામજન
ભંગાર સમજી ફેંકી દીધેલી વસ્તુઓમાં નજર દોડાવી નંદુએ પોતાની આવડતના સહારે આવિસ્કાર કરવાની શરૂઆત કરી અને પરિણામ સ્વરૂપ મળ્યું નાનકડું ટ્રેક્ટર જે કોઇ મોટા ટ્રેક્ટરથી ઉણું ઉતરે એવું નથી. નંદુની આ મહેનત જોઇ સૌ કોઇ બોલી ઉઠે છે કે નબળી આર્થિક સ્થિતી અને સંસાસધનોનો અભાવને અવગણી નંદુએ હાંસલ કરેલી આ મહાસીધ્ધી આદિવાસી કુનેહનો ઉત્તમ નમુનો છે.
બાઈટ- રાઠવા જીવણભાઈ નંદુના ગુરુ.
નંદુએ આવિષ્કાર કરેલું આ ટ્રેક્ટર મોટરસાયકના એન્જીંનનો ઉપીયોગ કરી બનાવવામાં આવ્યું છે જે એક સામાન્ય ટ્રેક્ટર દ્વારા થઇ શકે તે તમામ કામ સુપેરે કરી શકે છે. મોટરસાયકલની જેમ કીકથી સ્ટાર્ટ થતું નંદુના આ ટ્રેક્ટરની ઈંધણ ટાંકી ઠંડાપીણાની વેસ્ટ બોટલની બનેલી છે અને ખેતી વિષયક કાર્ય માટે હાઇડ્રોલિક સિસ્ટમ પણ નંદુએ જાતે જ મેન્યુફેક્ચર કરી છે. આ સાથે ટ્રેક્ટરમાં મોબાઈલ ચાર્જ કરવાની સુવિધા અને કામ કરતા કરતા ગીત સંગીતની મજા માંણવા માટેની પણ પુર્ણ વ્યવસ્થા કરી છે.
ટ્રેક્ટરમાં હેડલાઇટ, ઇન્ડિકેટર લાઈટ, રિવર્સ ગેર, ક્લચ, બ્રેક સહીત એક્સીલેટર જેવી તમામ સુવિધઆઓ સામાન્ય ટ્રેક્ટરના જેવીજ જેવી રાખવામાં આવી છે. નંદુના આ ટ્રેક્ટર રૂપિ આવિસ્કારની ચર્ચા હવે તેના ગામ પુરતી સીમીત નથી રહી, નંદુની ખ્યાતી ગામના સીમાડા ઓળંગી દુર દુર સુધી પ્રસરી છે. પણ ખાલી ખ્યાતીથી પેટ નથી ભરાતું નંદુને જરૂર છે આર્થિક મદદની કારણ કે નંદુએ ફક્ત એક ટ્રેક્ટર જેટલા સીમીત નથી રહેવું એનેતો પોતાના કૌશલ્ય થકી દુનિયા ભરમાં ઓટોમોબાઇલ ક્ષેત્રમાં ભારતનો ડંકો વગાડવો છે. અમને આશા છે કે અમારો આ અહેવાલ જોઇ કોઇ તો વિરલો પાકશે જે આ આદિવાસી ખેડૂતને મદદ કરશે
નંદુની આ સફળતાની કહાની તમને કેવી લાગી કોમેન્ટ બોક્ષમાં જરૂર જણાવજો અને સાથે જ ખેડૂત લક્ષી બીજી સારી સ્ટોરી જોવા અમારા તમામ સોસીયલ મીડીયા પ્લેટફોર્મને લાઇક શેર અને સબસ્ક્રાઇ ચોક્કસ કરજો અને કરાવજો કારણ કે ખેડૂત પોથી છે ખેડૂતોનો અવાજ જે ખેડૂતો દ્વારાજ સંચાલિત છે જય કિશાન